પાયરોક્લૉર : માઇક્રોલાઇટ શ્રેણીનું ખનિજ. એલ્સવર્થાઇટ અને હૅચેટ્ટોલાઇટ તેના પ્રકારો છે. રાસા. બં.: (Na, Ca, U)2 (Nb, Ta, Ti)2O6 (OH, F). સ્ફ. વ. : ક્યૂબિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો ઑક્ટાહેડ્રલ, ક્યારેક (૦11), (113) કે (૦૦1) ફલકો સહિત. ખડકોમાં જડાયેલા કણો સ્વરૂપે પણ મળે; અનિયમિત દળદાર જથ્થા પણ મળે. યુગ્મતા (111) ફલક પર, પણ અસામાન્ય. પારભાસકથી અપારદર્શક. સંભેદ : (111) ફલક પર, ક્યારેક સ્પષ્ટ, પરંતુ તે વિભાજકતાના સ્વરૂપમાં પણ હોય. ભં. સ. : આછી વલયાકારથી ખરબચડી; બરડ. ચ.: કાચમયથી રાળમય. રં. : પીળાશ પડતો કથ્થાઈ, રતાશ પડતો કથ્થાઈ, કથ્થાઈથી કાળો. ક. : 5થી 5.5, ક્યારેક ઓછી પણ હોય. વિ. ઘ.: 4.48.  પ્રકા. અચ. : N = 1.96થી 2.૦1. પ્રા. સ્થિતિ. : કાર્બોનેટાઇટ અને પેગ્મેટાઇટમાં પ્રાથમિક ખનિજ તરીકે; નૅફેલીન સાઇનાઇટ અને અન્ય અલ્કલ ખડકોમાં ગૌણ ખનિજ તરીકે. પ્રા. સ્થાનો : યુ. એસ., કૅનેડા, ગ્રીનલૅન્ડ, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, રશિયા, સ્વીડન, નૉર્વે અને ટાન્ઝાનિયા.

ગિરીશભાઈ પંડ્યા