ડાયૉપ્સાઇડ : પાયરૉક્સીન વર્ગનું ખનિજ. પ્રકારો : શેફ્ફરાઇટ અને સેલાઇટ; રાસા. બં. : MgCaSi2O6 = CaO•(Mg.Fe)O•2SiO2 સ્ફ.વ. : મૉનોક્લિનિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો સામાન્ય રીતે ટૂંકા પ્રિઝમૅટિક; દળદાર, પર્ણવત્, સ્તંભાકાર અથવા દાણાદાર. યુગ્મતા  સામાન્યત: (001) કે  (100) ફલક પર. સાદી કે  બહુવિધ યુગ્મતા. પારદર્શકથી લગભગ  અપારદર્શક સંભેદ : (110) સુવિકસિત; (100) અને (010) વિભાજનશીલ. ભં. સ. :  વલયાકારથી ખરબચડી, બરડ. ચ. :  કાચમય, મોટેભાગે મંદ. રં. રંગવિહીન, સફેદ, રાખોડી, આછા લીલાથી ઘેરો લીલાશ પડતો કાળો, પીત કથ્થાઈથી  લાલ કથ્થાઈ, ભાગ્યે જ ભૂરો.

ચૂ. રં. : સફેદ કે રાખોડી; ક. : 5.5 – 6.5. વિ. ઘ. : 3.22 – 3.38;

પ્રકા. અચ. : α = 1.664 – 1.695; β = 1.672 – 1.701 γ = 1. 695 – 1.721; પ્ર. સં. : +ve; 2V = 50° – 60°. પ્રા. સ્થિ. : સાર્વત્રિક, બહોળા પ્રમાણમાં મળતું ખનિજ, મુખ્યત્વે કૅલ્શિયમ-સમૃદ્ધ વિકૃત ખડકોમાં, કેટલાક બેઝિક અને અલ્ટ્રાબેઝિક ખડકોમાં મળે છે; ઉલ્કાઓના બંધારણમાં પણ ક્યારેક હોય છે.

પ્રા.સ્થા. : યુ.એસ., કૅનેડા, સ્વીડન, સ્વિટ્ઝર્લૅન્ડ, ઇટાલી, ઑસ્ટ્રિયા, ફિનલૅન્ડ, રશિયા, દ. આફ્રિકા, માડાગાસ્કર, શ્રીલંકા, ભારત, મ્યાનમાર, કોરિયા, જાપાન વગેરે. ઉપયોગ : તદ્દન પારદર્શક પ્રકાર; ઝવેરાતમાં વાપરી શકાય.

ગિરીશભાઈ પંડ્યા