ગૉલશ્મિટ, વિક્ટર મોર્ડેશાઈ

February, 2011

ગૉલશ્મિટ, વિક્ટર મોર્ડેશાઈ (જ. 10 ફેબ્રુઆરી 1853, માઇન્ત્સ, હેસ; અ. 8 મે 1933, સૉલ્ઝબર્ગ) : જર્મન ખનિજશાસ્ત્રી. સ્ફટિકશાસ્ત્રના પ્રખર અભ્યાસી. ‘ઇન્ડેક્સ ઑવ્ ક્રિસ્ટલ ફૉર્મ્સ વિશે ત્રણ ગ્રંથ 1886–91માં અને ‘ક્રિસ્ટલોગ્રાફિક ટેબલ ઑવ્ અગલ્સ’ 1897માં પ્રકાશિત

વિક્ટર મોર્ડેશાઈ ગૉલશ્મિટ

કર્યા. 1912–23 દરમિયાન ‘ઍટલસ ઑવ્ ક્રિસ્ટલ ફૉર્મ્સ’ના ગ્રંથોનું સંકલન કર્યું. સ્ફટિક સંજ્ઞાઓમાં જોવા મળતી અંકશ્રેણી વિશેના રસને કારણે અંક અને સંવાદિતાનો દાર્શનિક સિદ્ધાંત વિકસાવ્યો, જેના પરથી સંગીત સંવાદિતાના વિશ્લેષણનો માર્ગ તેમજ રંગ, રંગસમજનો વિકાસ, અને સૂર્યની આજુબાજુ ફરતા ગ્રહોના અંતરનો માર્ગ મોકળો થયો.

ગિરીશભાઈ પંડ્યા