ખનિજ ઇજનેરી

લિઝાર્ડાઇટ (lizardite)

લિઝાર્ડાઇટ (lizardite) : સર્પેન્ટાઇન જૂથનું ખનિજ. રાસા. બં. : Mg3Si2O5(OH)4 સ્ફટિક વર્ગ : મૉનોક્લિનિક. સ્ફટિક-સ્વરૂપ : દળદાર, સૂક્ષ્મ દાણાદાર – સ્થૂળ દાણાદાર તેમજ ઘનિષ્ઠ કે નાનાં ભીંગડાં સ્વરૂપે મળે. કઠિનતા : 2.5. ઘનતા : 2.55થી 2.58. સંભેદ : (001) ફલક પર પૂર્ણ. રંગ : લીલો, શ્વેત; પારભાસક. પ્રાપ્તિસ્થિતિ : દળદાર…

વધુ વાંચો >

લેવી-પૉલ-પિયરી (Levy Paul Pierre)

લેવી-પૉલ-પિયરી (Levy Paul Pierre) (જ. 15 સપ્ટેમ્બર 1886, પૅરિસ; અ. 15 ડિસેમ્બર 1971) : ખનિજ-ઇજનેર તેમજ સંભવિતતાના સિદ્ધાંત પરના તેમના કૃતિત્વ માટે ખ્યાતનામ થયેલા ફ્રેન્ચ ગણિતી. 1910થી 1913ના ગાળામાં પૅરિસના ઇકોલ દ’ માઇન્સ દ’ એટીનમાં પ્રાધ્યાપક તરીકે કામ કર્યું. 1914થી 1951ના ગાળા દરમિયાન તેઓ ઇકોલ-નૅશનલ-સુપિરિયર દ’ માઇન્સની વિદ્યાશાખામાં જોડાયા. વળી…

વધુ વાંચો >

વ્યતિકરણ-આકૃતિઓ (interference figures)

વ્યતિકરણ–આકૃતિઓ (interference figures) : એકાક્ષી અને દ્વિઅક્ષી વિષમદૈશિક ખનિજોની પ્રકાશીય લાક્ષણિકતા દર્શાવતી આકૃતિઓ. સામાન્ય રીતે પોલરાઇઝિંગ માઇક્રોસ્કોપમાં ધ્રુવક (પોલરાઇઝર) અને વિશ્લેષક (ઍનાલાઇઝર) બંનેનો ઉપયોગ કરીને ખનિજછેદોના પ્રકાશીય ગુણધર્મોનો અભ્યાસ કરવામાં આવે છે; પરંતુ આ પ્રકારનો મર્યાદિત અભ્યાસ ખનિજછેદોની પૂર્ણ પરખ અને સમજ/અર્થઘટન માટે પર્યાપ્ત ન ગણાય. આ માટે સમાંતર ધ્રુવીભૂત…

વધુ વાંચો >

વ્યૂહાત્મક ખનિજો (strategic minerals)

વ્યૂહાત્મક ખનિજો (strategic minerals) : રાષ્ટ્રની સલામતી કે જરૂરિયાત માટે મહત્વનાં ગણાતાં પોતાના જ દેશમાંથી મળી રહેતાં અથવા અન્ય દેશ કે દેશોમાંથી સંપૂર્ણપણે કે જરૂરિયાત મુજબ થોડાં થોડાં વખતોવખત મેળવાતાં ખનિજો. યુદ્ધ અને શસ્ત્રો માટે અમુક ખનિજો ઘણો મહત્વનો ભાગ ભજવે છે. આવા સંજોગોમાં તે ખનિજો તાતી જરૂરિયાત બની રહેતાં…

વધુ વાંચો >

શંખજીરું (Talc, Soapstone, Steatite)

શંખજીરું (Talc, Soapstone, Steatite) : અત્યંત મૃદુ અને સુંવાળું ખનિજ. શંખજીરુંના નામ હેઠળ દળદાર, દાણાદાર, સોપસ્ટોન તથા ઘનિષ્ઠ પ્રકારના સ્ટીએટાઇટનો પણ સમાવેશ થાય છે. અત્યંત મૃદુતા, સાબુ જેવો સ્પર્શ, મૌક્તિક ચમક અને પત્રબંધી  એ આ ખનિજના લાક્ષણિક ગુણધર્મો છે. રાસાયણિક બંધારણ : 3MgO્ર4SiO2્રH2O અથવા Mg3Si4O10(OH)2. સ્ફટિક-વર્ગ : મૉનોક્લિનિક (ટ્રાઇક્લિનિક પણ).…

વધુ વાંચો >

શારકામ-ભૂસ્તરીય (drilling-geological)

શારકામ–ભૂસ્તરીય (drilling-geological) : જમીન કે દરિયામાં, પાણીના સ્રોત માટે, ખનિજ-તેલ/વાયુ માટે, ખાણો માટે, બોગદા (ટનલિંગ) માટે કે પૃથ્વીના પેટાળના અભ્યાસ માટે કરાતું શારકામ. શારકામ-ક્રિયા વર્ષોજૂની છે. તેમાં ઉત્તરોત્તર વિકાસ થતો રહ્યો છે. ભૂસ્તરીય શારકામની વિવિધ પદ્ધતિઓ : Direct Push Technology – સીધા દબાણની પ્રક્રિયા : આ પદ્ધતિ દ્વારા જમીનમાં ડ્રિલ…

વધુ વાંચો >

શીલાઇટ (Scheelite)

શીલાઇટ (Scheelite) : ટંગસ્ટન-પ્રાપ્તિ માટેનું એક ખનિજ. રાસા. બં. : CaWO4. સ્ફટિક વર્ગ : ટેટ્રાગૉનલ. સ્ફ. સ્વ. : સ્ફટિકો ઑક્ટાહેડ્રલ અથવા મેજઆકાર; ક્યારેક ત્રાંસાં રેખાંકનોવાળા તેમજ ખરબચડા; દળદાર, દાણાદાર; સ્તંભાકાર. યુગ્મતા સામાન્યત: (110) ફલક પર મળે, મોટેભાગે આંતરગૂંથણી કે સંપર્ક-યુગ્મો મળે. પારદર્શકથી પારભાસક. સંભેદ : (101) ફલક પર સ્પષ્ટ, (001)…

વધુ વાંચો >

સજ્જીકરણ (Beneficiation)

સજ્જીકરણ (Beneficiation) : ખનિજો કે ધાતુખનિજોને ઔદ્યોગિક ઉપયોગમાં લઈ શકાય તે માટે તેમાં મિશ્ર સ્થિતિમાં રહેલાં અસાર ખનિજોને અલગ કરીને મૂલ્યવાન ખનિજોને સંકેન્દ્રિત કરવાની પ્રવિધિ. વાસ્તવમાં આ પ્રક્રિયા ધાતુખનિજ પરિવેશણ(Ore dressing)ની ગણાય. ખાણોમાંથી મેળવાતાં આર્થિક ખનિજો ભાગ્યે જ પૂર્ણપણે શુદ્ધ હોય છે. તેમાં અન્ય બિનજરૂરી ખનિજદ્રવ્ય તેમજ રાસાયણિક અશુદ્ધિઓ હોય…

વધુ વાંચો >

સરવટે, શરદ બાળકૃષ્ણ

સરવટે, શરદ બાળકૃષ્ણ (જ. 16 મે 1950, નાગપુર) : ખાણ-ઇજનેરી ક્ષેત્રના નિષ્ણાત અને જોખમકારક ગણાતી ઊંચી ઇમારતોનો કુશળતાથી વિધ્વંસ કરવામાં સમગ્ર ભારતમાં નિપુણતા ધરાવતા તજ્જ્ઞ. પિતાનું નામ બાળકૃષ્ણ અને માતાનું નામ શાલિની. પિતા કેન્દ્ર સરકારના મિલિટરી અકાઉન્ટ્સ ખાતામાં નોકરીમાં હતા. શરદ સરવટેનું પ્રાથમિક શિક્ષણ પુણે ખાતે તથા માધ્યમિક શિક્ષણ, વર્ધા…

વધુ વાંચો >

સર્પેન્ટાઇન

સર્પેન્ટાઇન : એક પ્રકારનું ખડકનિર્માણ ખનિજ તથા તે જ નામ ધરાવતો, તે જ ખનિજથી બનેલો ખડક. ખનિજોના સમૂહને જે નીચે જણાવેલ સામાન્ય રાસાયણિક સૂત્રમાં ગોઠવી શકાય તેને Serpentine ખનિજ તરીકે ઓળખવામાં આવે છે. (X)2–3 (Y)2 O5(OH)4 જ્યાં ‘X’ તરીકે નીચેની ધાતુનો સમાવેશ થાય છે. મૅગ્નેશિયમ (Mg),  લોખંડ (Fe), નિકલ (Ni),…

વધુ વાંચો >