ખનિજ ઇજનેરી

સંભેદ (cleavage)

સંભેદ (cleavage) : (1) ખનિજના સંદર્ભમાં : વિભાજકતાનો ગુણધર્મ. ખનિજોનું તેમની અમુક ચોક્કસ તલસપાટી પર છૂટાં (ભેદ) પડી જવાનું વલણ. આ પ્રકારના વલણને સંભેદ અથવા વિભાજકતા કહે છે. કેટલાંક ખનિજો માટે આ ગુણધર્મ લાક્ષણિક બની રહે છે, જેને કારણે તે ખનિજ સહેલાઈથી પારખી શકાય છે. સંભેદ ખનિજોના સ્ફટિકમય સ્વરૂપ પર…

વધુ વાંચો >

સંરચના (structure)

સંરચના (structure) : ખડક કે ખનિજમાં જોવા મળતું રચનાત્મક લક્ષણ. રચનાત્મક લક્ષણ ખડકો કે ખનિજોમાં તેમનાં વિશિષ્ટ દેખાવ, આકાર કે ગોઠવણીને કારણે ઉદ્ભવતું હોય છે, તે મુજબ તેનાં નામ અપાય છે. ભૂસ્તરશાસ્ત્રની જુદી જુદી શાખાઓમાં સંરચનાનું અર્થઘટન જુદી જુદી રીતે થાય છે. ખનિજશાસ્ત્રની દૃષ્ટિએ : અમુક ખનિજો તેમના બાહ્ય દેખાવમાં…

વધુ વાંચો >

સાર્ડોનિક્સ (Sardonyx)

સાર્ડોનિક્સ (Sardonyx) : સિલિકા (SiO2) બંધારણવાળો ખનિજ-પ્રકાર. ક્વાર્ટઝ ખનિજનું સૂક્ષ્મ દાણાદાર સ્વરૂપ. સિલિકા ખનિજ-સમૂહમાં આવતા પટ્ટાદાર કૅલ્શિડૉનીની એક જાત. ઉપરત્ન તરીકે ઉપયોગમાં લેવાતું અર્ધકીમતી ખનિજ. કૅલ્શિડૉનીની જે વિવિધ જાતો મળે છે તે પૈકીની શ્વેત કે કાળા રંગની પશ્ર્ચાદ્ભૂમાં જ્યારે પીળાશ પડતી, લાલાશ પડતી કે કેસરી ઝાંયવાળી કથ્થાઈ પટ્ટીરચનાઓ હોય ત્યારે…

વધુ વાંચો >

સિડેરાઇટ

સિડેરાઇટ : લોહ કાર્બોનેટ. કૅલ્સાઇટ સમૂહનું ખનિજ. રાસા. બં. : FeCO3. લોહપ્રમાણ 48.2 %. સ્ફ. વ. : હૅક્ઝાગોનલ-ર્હૉમ્બોહેડ્રલ સમમિતિધારક, કૅલ્શાઇટ જેવી સ્ફટિક રચના. સ્ફ. સ્વ. : સ્ફટિકો સામાન્યત: ર્હૉમ્બોહેડ્રલ; મેજ આકાર, પ્રિઝમેટિક, સ્કેલેનોહેડ્રલ પણ હોય. સ્ફટિક-ફલકો ક્યારેક વળેલા હોય; દળદાર, સ્થૂળથી સૂક્ષ્મદાણાદાર પણ મળે; ક્વચિત્ ગોલક જેવા કે દ્રાક્ષના ઝૂમખા…

વધુ વાંચો >

સિડેરોલાઇટ

સિડેરોલાઇટ : ઉલ્કાઓનો એક પ્રકારનો સમૂહ. ઉલ્કાઓને નીચે પ્રમાણેના મુખ્ય ત્રણ સમૂહોમાં વહેંચેલી છે. આ ત્રણે સમૂહોનાં અંતર્ગત બંધારણીય લક્ષણો અન્યોન્ય ઓતપ્રોત જોવા મળેલાં છે : 1. સિડેરાઇટ સમૂહ અથવા લોહ ઉલ્કાઓ : જે લગભગ સંપૂર્ણપણે નિકલમિશ્રિત લોહદ્રવ્યથી બનેલી છે, તેથી તેમને ધાત્વિક ઉલ્કાઓ પણ કહેવાય છે. તેના પેટાપ્રકારો પણ…

વધુ વાંચો >

સિલિકેટ ખનિજો (ખનિજીય સંદર્ભમાં)

સિલિકેટ ખનિજો (ખનિજીય સંદર્ભમાં) : સિલિકેટ બંધારણ ધરાવતાં ખનિજો. ખડક-નિર્માણ-ખનિજોના કેટલાક પ્રકારોને આવરી લેતો વિશિષ્ટ સમૂહ. પૃથ્વીના પોપડાના ખડકોના બંધારણમાં રહેલા સિલિકેટ, ઑક્સાઇડ, કાર્બોનેટ, સલ્ફાઇડ, સલ્ફેટ વગેરે જેવા ખનિજસમૂહો પૈકીનો એક. રાસાયણિક બંધારણના સંદર્ભમાં આ સમૂહ સમલક્ષણી હોય છે. આ કારણથી જ તે ખડકનિર્માણ-ખનિજોનો વિશિષ્ટ સમૂહ રચે છે. આ સમૂહ…

વધુ વાંચો >

સિલિમેનાઇટ (Sillimanite)

સિલિમેનાઇટ (Sillimanite) : સિલિકેટ ખનિજો પૈકીનું એક. ડૅન્યુબરાઇટ-ટોપાઝ જૂથ(ડૅન્યુબરાઇટ, ટોપાઝ, ઍન્ડેલ્યુસાઇટ, સિલિમેનાઇટ, કાયનાઇટ)નું ખનિજ. રાસા. બં. : Al2O3.SiO2 (કાયનાઇટ-ઍન્ડેલ્યુસાઇટ સમકક્ષ), ઍલ્યુમિના : 63.2 %, સિલિકા : 36.8. સરખા બંધારણવાળાં આ ત્રણેય ખનિજો પૈકી તે વધુમાં વધુ સ્થાયી હોય છે, ઝડપથી દ્રવિત થતું નથી; પરંતુ 1000° સે.થી વધુ ગરમ થતાં તે…

વધુ વાંચો >

સિલ્વાઇટ (Sylvite)

સિલ્વાઇટ (Sylvite) : પોટૅશિયમધારક ખનિજ. પોટાશના સ્રોત તરીકે રાસાયણિક ખાતરમાં ઉપયોગમાં લેવાતું દ્રવ્ય. રાસા. બં. : KCl; ક્લોરિન 47.6 %; પોટૅશિયમ 52.4 %; ક્યારેક તેમાં NaCl પણ હોય. સ્ફ. વર્ગ : ક્યૂબિક. સ્ફટિક-સ્વરૂપ : ઑક્ટાહેડ્રલ છેડાઓ સહિત ઘન સ્વરૂપોમાં મળે, દાણાદાર સ્ફટિકમય, દળદાર, ઘનિષ્ઠ પણ હોય. સંભેદ : પૂર્ણપણે ક્યૂબિક.…

વધુ વાંચો >

સિલ્વેનાઇટ (Sylvanite)

સિલ્વેનાઇટ (Sylvanite) : સોનાનું ધાતુખનિજ. રાસા. બં. : સોના-ચાંદીનું ટેલ્યુરાઇડ (Au.Ag)Te2, જેમાં Au : Ag = 1 : 1, ટેલ્યુરિયમ : 62.1 %, Au : 24.5 %, Ag : 13.4 %. સ્ફ. વર્ગ : મૉનોક્લિનિક. સ્ફ. સ્વ. : શાખાકારી, પતરીમય, અપૂર્ણ સ્તંભાકારથી દાણાદાર. યુગ્મતા : (110) ફલક પર. સંભેદ :…

વધુ વાંચો >

સીરેરગાયરાઇટ (Cerargyrite)

સીરેરગાયરાઇટ (Cerargyrite) : ચાંદીધારક ખનિજ. રાસા. બં. AgCl. સ્ફ. વર્ગ : ક્યૂબિક. સ્ફ. સ્વરૂપ : સ્ફટિકો મોટેભાગે ક્યૂબ-ફલકોમાં; પરંતુ ક્યારેક અન્ય ફલકો સહિત, સામાન્ય રીતે દળદાર, ઘણુંખરું પોપડી સ્વરૂપે, મીણવત્ આચ્છાદન સ્વરૂપે, ભાગ્યે જ સ્તંભાકાર કે રેસાદાર. યુગ્મતા (111) ફલક પર સામાન્ય. સ્ફટિકો પારદર્શકથી પારભાસક. સીરેરગાયરાઇટ સંભેદ : નથી હોતો.…

વધુ વાંચો >