ખનિજ ઇજનેરી

સીસાનાં ખનિજો

સીસાનાં ખનિજો : સીસાનું તત્વ ધરાવતાં કુદરતમાં મળતાં ખનિજો. સીસાની ધાતુ તેની પ્રાકૃત સ્થિતિમાં ભાગ્યે જ મળે છે. તે અન્ય તત્ત્વોના સહયોગમાં જ મળે છે, મોટેભાગે તો તે જસતનાં ધાતુખનિજો સાથે મળતાં હોય છે. ખનિજ રાસા. બંધારણ તત્વની ટકાવારી ગૅલેના PbS Pb 86.6 સેરુસાઇટ PbCO3 Pb 77.5 અગ્લેસાઇટ PbSO4 Pb…

વધુ વાંચો >

સેનિડિન (Sanidine)

સેનિડિન (Sanidine) : ફેલ્સ્પાર સમકક્ષ ખનિજ. ઑર્થોક્લેઝ ફેલ્સ્પારની વિવિધ જાતો – ઍડ્યુલેરિયા, ચંદ્રમણિ, સૂર્યમણિ, સેનિડિન, ઍવેન્યુરાઇન, મરચિસોનાઇટ – પૈકીનું એક. અવ્યવસ્થિત (disordered) મોનોક્લિનિક ઑર્થોક્લેઝ. KAlSi3O8નું રૂપાંતર. સેનિડિનને કાચમય ફેલ્સ્પાર પણ કહેવાય છે. તેના સ્ફટિકો ક્યારેક પારદર્શક પણ હોય છે. સ્ફટિકો ઘણુંખરું મેજ આકારના, (010) ફલકને સમાંતર, તો ક્યારેક સમચોરસ પ્રિઝમ…

વધુ વાંચો >

સૅનિડિનાઇટ

સૅનિડિનાઇટ : ઓછી વિકૃતિ પામેલા અમુક પ્રકારના નિક્ષેપો પર થતી ઉચ્ચ કક્ષાની સંસર્ગવિકૃતિ તેમજ ઉષ્ણબાષ્પપ્રક્રિયા દ્વારા ઉદ્ભવતો ખડકજૂથ-પ્રકાર. મોટેભાગે આર્જિલાઇટ જેવા મૃણ્મય ખડક પ્રકારો જ્વાળામુખી-કંઠ(નળી)માં કે પ્રસ્ફુટન પામતા લાવામાં સામેલ થાય ત્યારે આ પ્રકારનો ખડક તૈયાર થાય છે. જર્મનીના પશ્ચિમ ભાગમાં આવેલા લાશર સરોવર-વિસ્તારમાં આવું ખડકજૂથ જોવા મળે છે. પી.…

વધુ વાંચો >

સૅન્સી

સૅન્સી : ભારતીય ઉત્પત્તિ ધરાવતો અગ્નિજ્વાળા સમો દેખાતો તેજસ્વી પાણીદાર હીરો. તેનો મૂળ આકાર પીચના ફળ જેવો અને વજન 55 કૅરેટ જેટલું છે. તેનો ઇતિહાસ ઘણો લાંબો અને રોમાંચક છે. તે ઘણાં શાહી કુટુંબોમાં ફરતો રહ્યો છે. ટર્કીમાંના ફ્રેન્ચ એલચી નિકોલસ હાર્લે દ સૅન્સીએ આશરે 1570ના ગાળામાં તેને કૉન્સ્ટન્ટિનોપલમાં ખરીદેલો.…

વધુ વાંચો >

સેલેનાઇટ (Selenite)

સેલેનાઇટ (Selenite) : ચિરોડીનો સ્પષ્ટ સ્ફટિક પ્રકાર. રાસા. બં. : CaSO4.2H2O. તેના બધા જ ગુણધર્મો ચિરોડીને મળતા આવે છે. તેનાં વિશિષ્ટ લક્ષણો આ પ્રમાણે છે : રંગવિહીન, પારદર્શક, ક્યારેક તે મોટા પત્રવત્ સ્વરૂપમાં પણ મળે. સામાન્યપણે નમનીય, તેથી રેસાદાર પ્રભંગ આપે; પરંતુ ફ્રાન્સના પૅરિસ નજીકમાંથી મળતી તેની જાત બરડ હોય…

વધુ વાંચો >

સૉલ્ટપીટર (Saltpetre)

સૉલ્ટપીટર (Saltpetre) : ખનિજનો એક પ્રકાર. રાસાયણિક બંધારણ : KNO3. તેને નાઇટર નામથી પણ ઓળખાય છે. રસાયણશાસ્ત્રીઓ તેને પોટૅશિયમ નાઇટ્રેટ કહે છે. સામાન્ય રીતે તે ચૂનાખડક ગુફાઓમાં મળે છે. ઔદ્યોગિક ક્ષેત્રે સૉલ્ટપીટરનો ઉપયોગ દીવાસળીઓ, ગનપાઉડર, સ્ફોટકો અને કૃત્રિમ ખાતર બનાવવા થાય છે. વિશ્ર્લેષિક રસાયણશાસ્ત્રમાં તે અભિકારક (reagent) તરીકે વપરાય છે.…

વધુ વાંચો >

સ્ફૂર સંદીપ્તિ

સ્ફૂર સંદીપ્તિ : જુઓ પ્રસ્ફુરણ.

વધુ વાંચો >

હમાઇટ (હ્યુમાઇટ  Humite)

હમાઇટ (હ્યુમાઇટ  Humite) : સ્ફટિકરચના અને રાસાયણિક બંધારણનું ઘનિષ્ઠ સંકલન અને સંબંધ ધરાવતી મૅગ્નેશિયમ નેસોસિલિકેટ ખનિજોની શ્રેણી. નીચેની સારણીમાં બતાવ્યા મુજબ આ શ્રેણીમાં ચાર ખનિજોનો સમાવેશ થાય છે : હમાઇટ શ્રેણીનાં ખનિજોનાં બંધારણ : કોષ (cell) પરિમાણ ખનિજ     બંધારણ a0 b0 c0 નૉર્બર્ગાઇટ Mg3(SiO4)(F·OH)2 8.74 4.71 10.22 કૉન્ડ્રોડાઇટ Mg5(SiO4)2(F·OH)2…

વધુ વાંચો >

હરતાલ (orpiment)

હરતાલ (orpiment) : આર્થિક દૃષ્ટિએ મહત્વનાં ગણાતાં આર્સેનિક(સોમલ)નાં ત્રણ ખનિજો આર્સેનોપાયરાઇટ, હરતાલ(ળ) અને રિયલગાર પૈકીનું એક. તેને હરિતાલ પણ કહે છે. રાસા. બં. : As2S3 – આર્સેનિક ટ્રાયસલ્ફાઇડ, તેમાં આર્સેનિકની ટકાવારી 61.0 % અને ગંધકની 39 % જેટલી હોય છે. સ્ફ. વર્ગ : મૉનોક્લિનિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો વિરલ, મોટે…

વધુ વાંચો >

હુબ્નેરાઇટ

હુબ્નેરાઇટ : MnWO4 રાસાયણિક બંધારણ ધરાવતું ખનિજ. વુલ્ફ્રેમાઇટ ઘન દ્રાવણ શ્રેણીનો મૅંગેનીઝધારક ખનિજ-પ્રકાર. તેમાં સામાન્યત: અલ્પ પ્રમાણમાં લોહમાત્રા હોય છે. તે મૉનોક્લિનિક સ્ફટિક વર્ગમાં સ્ફટિકીકરણ પામે છે. હુબ્નેરાઇટ  તેના સ્ફટિકો ટૂંકા અને ત્રિપાર્શ્વીય હોય છે. ચમક : હીરકથી રાળમય. પ્રભંગ : ખરબચડો. કઠિનતા : 4. વિ. ઘ. : 7.2. રંગ…

વધુ વાંચો >