ખગોળ
વલયગોલક (Armillary sphere)
વલયગોલક (Armillary sphere) : આકાશી ગોલક પર આકાશી જ્યોતિઓનાં સ્થાન નક્કી કરવા માટે ખગોળવિજ્ઞાનના પ્રારંભિક અને મધ્યકાળમાં વપરાતાં સાધનોમાં સૌથી પુરાણું સાધન. ‘Armillary’ શબ્દ લૅટિન ‘armilla’ એટલે કે ‘કંકણ’ પરથી આવેલો છે. આકાશી ગોલક પર અવલોકન દ્વારા કોઈ પણ સમયે આકાશી જ્યોતિનું સ્થાન, તેના દ્વારા રચાતા બે ખૂણાઓ દ્વારા મપાય.…
વધુ વાંચો >વલ્કન (Vulcan)
વલ્કન (Vulcan) : બુધ અને સૂર્ય વચ્ચેનો વણશોધાયેલો ગ્રહ. ‘વલ્કન’ નામે ઓળખાતા અનુમાનિત કે પરિકલ્પિત (hypothetical) એવા આ ગ્રહને શોધવાના ઓગણીસમી સદીમાં ઘણા પ્રયત્નો થયા હતા. આવો કોઈ ગ્રહ હોવાનો વિચાર બુધના કક્ષાભ્રમણમાં જોવા મળતી અનિયમિતતામાંથી ઉદભવેલો. એ સૌ જાણે છે કે ગ્રહો સૂર્યની આસપાસ ગોળ નહિ, પણ લંબગોળ (elliptic),…
વધુ વાંચો >વાસ્કો-દ-ગામા
વાસ્કો-દ-ગામા (જ. 1460 સાઇનીસ, પૉર્ટુગલ, અ. 24 ડિસેમ્બર 1524, કોચિન, ભારત) : પૂર્વયુરોપથી કેપ ઑવ્ ગુડ હોપ થઈને ભારત સુધીનો દરિયાઈ માર્ગ શોધનાર પોર્ટુગીઝ નાવિક. તેણે ખગોળશાસ્ત્ર અને નૌકાવિદ્યાનો અભ્યાસ કર્યો હતો. 1492માં તે નૌકા-અધિકારી બન્યો અને પૉર્ટુગલના કિનારા પરનાં વહાણો ઉપર હકૂમત ધરાવતો હતો. ઈ. સ. 1488માં બાર્થોલૉમ્યુ ડાયઝ…
વધુ વાંચો >વાહકતા (ખગોળીય)
વાહકતા (ખગોળીય) : અવકાશ(space)માં સર્જાતી અનેક ઘટનાઓમાં વીજાણુમય અવસ્થામાં રહેલ વાયુ(plasma)માં, ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ પ્રવર્તતા પ્રવાહો. આ પ્રકારે સર્જાતા વિદ્યુતપ્રવાહોને કંઈ સામાન્ય ધાતુ જેવા પદાર્થમાં સર્જાતા ઓહમ્(ohm)ના નિયમ અનુસાર વર્ણવી ન શકાય; કારણ કે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વીજાણુ પર તેની ગતિની દિશા તેમજ ચુંબકીય ક્ષેત્રની દિશા, બંનેને લંબ…
વધુ વાંચો >વિદોલન અથવા ધૂનન (nutation)
વિદોલન અથવા ધૂનન (nutation) : પૃથ્વીની અયનગતિ-(precession)માં થતું આવર્તક પરિવર્તન. તેની શોધ ઇંગ્લૅન્ડમાં જે. બ્રેડલીએ 1747માં કરી હતી. ચંદ્રની કક્ષા અને ક્રાંતિવૃત્ત (ecliptic) વચ્ચેના 5° કોણને કારણે મહત્તમ માત્રામાં વિદોલન થાય છે. વિદોલનનો આવર્તનકાળ 18.6 વર્ષ છે, જે ચંદ્રના પાતપ્રતીપાયન (regression of node) જેટલો છે. વિદોલનને કારણે તારાઓના નિર્દેશાંકમાં પણ…
વધુ વાંચો >વિપથન અચલાંક (Constant of Aberration)
વિપથન અચલાંક (Constant of Aberration) : પ્રકાશની ગતિ અને પૃથ્વીની ગતિને કારણે તારાના સ્થાનમાં થતું દેખીતું પરિવર્તન અથવા વિપથન. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે, જો પૃથ્વી સ્થિર હોય તો, દૂરબીન દ્વારા S તારાને જોતાં તેનું સ્થાન દૂરબીનની પ્રકાશકીય ધરી ઉપર J બિંદુ ઉપર દેખાવું જોઈએ. પરંતુ, આકૃતિમાં બતાવ્યા પ્રમાણે, પૃથ્વીની ગતિ તીરની…
વધુ વાંચો >વિલ્સન, રૉબર્ટ વૂડ્રો
વિલ્સન, રૉબર્ટ વૂડ્રો [જ. 10 જાન્યુઆરી 1936, હ્યૂસ્ટન (Houston), ટૅક્સાસ] : બ્રહ્માંડીય સૂક્ષ્મ-તરંગ પૃષ્ઠભૂમિ-વિકિરણ(cosmic microwave back-ground radiation)ની શોધ બદલ 1978નો નોબેલ પુરસ્કાર મેળવનાર અમેરિકન વિજ્ઞાની. ન્યૂજર્સીના હોલ્મડેલ (Holmdel) ખાતે આવેલ બેલ ટેલિફોન લૅબોરેટરીઝમાં 1964માં તેમણે પેન્ઝિયાસ સાથે કામ કર્યું. તેમણે 20 ફૂટના શિંગડા આકારના પરાવર્તક ઍન્ટેનાનો ઉપયોગ કર્યો. આ ઍન્ટેનાની…
વધુ વાંચો >વિષુવાંશ ક્રાન્તિ પદ્ધતિ (R. A. Declination system)
વિષુવાંશ ક્રાન્તિ પદ્ધતિ (R. A. Declination system) : પૃથ્વી પરના કોઈ સ્થાનેથી, આકાશી ગોલક પરના કોઈ (તારા જેવા) પિંડનું સ્થાન સરળતાથી તે ક્ષિતિજની ઉપર કેટલી ઊંચાઈએ જણાય છે તે દર્શાવતો ખૂણો (ઉન્નતાંશ એટલે કે elevation angle) અને ઉત્તરદિશા સંદર્ભે સમક્ષિતિજ વર્તુળ પર તેનો પ્રક્ષેપ (projection) કેટલો ખૂણો સર્જે છે તે…
વધુ વાંચો >વિસ્તરતું વિશ્વ (બ્રહ્માંડ)
વિસ્તરતું વિશ્વ (બ્રહ્માંડ) : તારાવિશ્વો (galaxies) સમેત તારકોનું સમગ્ર ભૌતિક (દ્રવ્યમય) વિશ્વ વિખેરાતું હોય; તારાવિશ્વો પ્રકીર્ણન પામી અવલોકનકારથી દૂર દૂર, છેટે છેટે જતાં હોય; જેને લીધે વિશ્વનું કદ સર્વદા (નિત્ય) વૃદ્ધિ પામતું હોય તેવો અજમાયેશી ધોરણે સ્વીકારાયેલ વાદ અથવા નિરીક્ષણ. આ નિરીક્ષણ કે વાદ અંતિમ નથી. છૂપી પોલીસે તૈયાર કરેલ…
વધુ વાંચો >વિસ્ફોટક અને મહાવિસ્ફોટક (novae and supernovae)
વિસ્ફોટક અને મહાવિસ્ફોટક (novae and supernovae) : દેખીતી રીતે એક જેવી પણ એકબીજા સાથે સંબંધ ન ધરાવતી તારાકીય (steller) ઘટનાઓ. વિસ્ફોટક (નૉવા) એ ઝાંખો તારક છે, જેની તેજસ્વિતા એકાએક વધી જાય છે. તેનું કારણ સંભવત: બીજા તારક સાથેની આંતરક્રિયા છે. આવો નજીકનો તારક યુગ્મતારાકીય-પ્રણાલી રચતો હોય છે. આવા તારક(સંભવત: શ્વેત…
વધુ વાંચો >