ખગોળ

અઠવાડિયું

અઠવાડિયું : સાત દિવસનો સમૂહ – સપ્તાહ. તે સાત દિવસનું હોવા છતાં પરાપૂર્વથી તેને અઠવાડિયું કહેવામાં આવે છે. ભારતમાં સામાન્ય રીતે દિવસ(તથા વાર)નો આરંભ સૂર્યોદયથી અને મહિનાની ગણતરી ચંદ્રની કળા સાથે સાંકળીને અમાસના અંતથી ગણવાનો રિવાજ છે. આવી કોઈ આવર્તનશીલ ખગોલીય ઘટના અઠવાડિયાના આરંભ સાથે સંકળાયેલી નથી. ચાંદ્રમાસના બે પક્ષ …

વધુ વાંચો >

અર્દશ્ય ખગોળશાસ્ત્ર

અદૃશ્ય ખગોળશાસ્ત્ર (invisible astronomy) : માનવીની આંખ પારખી કે જોઈ ન શકે એવા વિદ્યુતચુંબકીય તરંગો તેમજ સિન્ક્રોટ્રોન વિકિરણો, ન્યૂટ્રીનો, કૉસ્મિક કિરણો વગેરેની મદદથી ખગોલીય પદાર્થો તેમજ ઘટનાઓનાં અવલોકનો અને અભ્યાસ રજૂ કરતું શાસ્ત્ર. દૃશ્ય પ્રકાશ જેને માનવીની આંખ પારખી શકે છે તેમાં જાંબલી પ્રકાશ(તરંગલંબાઈ, 3,800 Å)થી માંડીને ઘેરા લાલ પ્રકાશ…

વધુ વાંચો >

અધિકનિવેશન

અધિકનિવેશન (intercalation) : સૌરવર્ષની સાથે સામાન્ય તિથિપત્રનો સુમેળ સાધવા સારુ કરવામાં આવેલું દિવસોનું ઉમેરણ. દિવસ, માસ અને વર્ષ રૂપે કાળગણના કરતી વખતે સૌરવર્ષની સાથે સુમેળ બેસાડવા માટે નાના એકમ તરીકે એક કે વધુ દિવસો ઉમેરવા પડે છે. સામાન્ય વ્યવહારોપયોગી એવા સમયના એકમો અને તેમની સાથે સંકળાયેલી ખગોલીય ઘટનાઓ નીચે મુજબ…

વધુ વાંચો >

અધોયુતિ અને ઊર્ધ્વયુતિ

અધોયુતિ અને ઊર્ધ્વયુતિ (inferior conjunction and superior conjunction) : સૂર્યવર્તી ગ્રહો (inferior planets) પૈકી કોઈ ગ્રહ પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવીને ત્રણે એક-સીધ(aligment)માં ગોઠવાયેલાં દેખાય તે અધોયુતિ યા અંતર્યુતિ. જ્યારે કોઈ પણ બે કે વધુ ખગોળીય પિંડો અંતરીક્ષમાં એકમેકની પાસે આવી જાય, એક કતારમાં ગોઠવાઈ જાય કે પછી નિર્ધારિત સીધમાં…

વધુ વાંચો >

અપસૌર બિંદુ અને ઉપસૌર બિંદુ

અપસૌર બિંદુ અને ઉપસૌર બિંદુ (aphelion and perihelion) : ગ્રહ, લઘુગ્રહ, ધૂમકેતુ યા એવા જ કોઈ પિંડની ભ્રમણકક્ષામાં સૂર્યથી અનુક્રમે મહત્તમ અને લઘુતમ અંતરે આવેલાં સ્થાનો. પૃથ્વી ઉપરથી સૂક્ષ્મ નિરીક્ષણ કરતાં જણાશે કે આખું વર્ષ સૂરજનું બિંબ એકસરખું દેખાતું નથી. મતલબ કે વર્ષના અમુક ચોક્કસ દિવસો દરમિયાન સૂર્યબિંબના ભાસમાં એકસરખાપણું…

વધુ વાંચો >

અમ્બાર્ટસુમિયન વિક્ટર અમાઝાસ્કોવિચ

અમ્બાર્ટસુમિયન, વિક્ટર અમાઝાસ્કોવિચ (જ. 18 સપ્ટેમ્બર 1908, તિફલીસ કે તિબ્લીસ, જ્યૉર્જિયા પ્રજાસત્તાક; અ. : 12 ઑગસ્ટ 1996, અર્મેનિયા) : ખગોળ-ભૌતિકશાસ્ત્રી. તેમનો જન્મ સોવિયેત રશિયામાં આવેલા જ્યૉર્જિયા રિપબ્લિકની રાજધાની તિબ્લીસી (Tibilisi) ખાતે થયો હતો. તેમના પિતા સાહિત્યના શિક્ષક અને પ્રખ્યાત ભાષાવિદ હતા. અમ્બાર્ટસુમિયને 1925માં સેન્ટ પીટર્સબર્ગમાં આવેલી લૅનિનગ્રૅડ સ્ટેટ યુનિવર્સિટીમાં (LSU)…

વધુ વાંચો >

અયનગતિ

અયનગતિ (precession) : ધરીભ્રમણ કરી રહેલા પદાર્થની ઉપર લાગતા બાહ્યબળની અસર હેઠળ ધરી(અક્ષ, axis)ની ધીમી શાંક્વિક (conical) ગતિ તેમજ સંપાત બિંદુઓનું ક્રાંતિવૃત્ત ઉપર પશ્ચિમ દિશા તરફનું ધીમું ભ્રમણ (precession of equinoxes). પૃથ્વીની અયનગતિ : પૃથ્વીની ધરી તેના ભ્રમણતલ(ગ્રહણતલ, ecliptic)ની સાથે લગભગ 66.5°નો ખૂણો રચે છે એટલે પૃથ્વીનું વિષુવવૃત્ત ગ્રહણતલની સાથે…

વધુ વાંચો >

અયનાંત

અયનાંત (solstices) : ક્રાંતિવૃત્ત ઉપર, (ખગોલીય) વિષુવવૃત્તથી મહત્તમ અંતરે આવેલાં બિંદુઓ. પૃથ્વીના સૂર્ય આસપાસ થતા પરિભ્રમણને કારણે પૃથ્વી ઉપરથી જોતાં, આપણને આકાશી ગોલકમાં સૂર્ય તારા-નક્ષત્રોની સાપેક્ષમાં રોજ રોજ પૂર્વ દિશા તરફ ખસતો જણાય છે. સૂર્યનું આ દેખીતું (apparent) પરિભ્રમણ એક વર્ષમાં પૂરું થાય છે. સૂર્યબિંબનું કેન્દ્ર આકાશી ગોલકમાં જે માર્ગ…

વધુ વાંચો >

અલ્ગોન્ક્વિન રેડિયો ઑબ્ઝર્વેટરી

અલ્ગોન્ક્વિન રેડિયો ઑબ્ઝર્વેટરી : કૅનેડાની નૅશનલ રિસર્ચ કાઉન્સિલ-સંચાલિત ઑન્ટારિયોના અલ્ગોન્ક્વિન પાર્ક ખાતે આવેલી રેડિયો-વેધશાળા. એના રેડિયો-ટેલિસ્કોપનો વ્યાસ 46 મીટર (150 ફૂટ) છે અને તે 3 સેમી. સુધીની તરંગ-લંબાઈ ઉપર કામ કરી શકે છે. કૅનેડાનું આ મોટામાં મોટું રેડિયો-ટેલિસ્કોપ છે. પ્રકાશનાં મોજાંની સરખામણીમાં રેડિયો-મોજાંની તરંગ-લંબાઈ વધુ લાંબી હોવાથી રેડિયો-ટેલિસ્કોપની વિભેદન-ક્ષમતા (resolving…

વધુ વાંચો >

અલ્-બત્તાની

અલ્-બત્તાની (જ. આશરે 858, હરાન, તુર્કી; અ. 929, સમરા, ઇરાક) : આરબ ખગોળશાસ્ત્રી–ગણિતશાસ્ત્રી. મૂળ આખું અરબી નામ અબુ અબ્દ અલ્લાહ મોહંમદ ઇબ્ન જબીર ઇબ્ન સિનાન અલ-બત્તાની અલ-હરર્રાની અસસબિ. એને લૅટિનમાં ‘અલબતેનિયસ’ (Albatenius) તરીકે ઓળખવામાં આવે છે. એવું મનાય છે કે ઈ. સ. 858માં ઉર્ફા પાસે આવેલ હરાન ખાતે અથવા તો…

વધુ વાંચો >