ખગોળ

લાગ્રાન્જબિંદુઓ (Lagrange points)

લાગ્રાન્જબિંદુઓ (Lagrange points) : પરસ્પર કક્ષાભ્રમણ કરતા તારાયુગ્મ કે પછી તારા અને તેના ગ્રહ જેવા બે દળદાર પદાર્થોના સંયુક્ત ગુરુત્વાકર્ષણક્ષેત્રમાં આવેલ પાંચ વિશિષ્ટ બિંદુઓ. તેની શોધ જૉસેફ લાગ્રાન્જ (Joseph Lagrange) નામના ગણિતવિજ્ઞાનીએ 1772માં કરી અને તેથી આ બિંદુઓ લાગ્રાન્જબિંદુઓ તરીકે જાણીતાં થયાં છે. બે દળદાર પદાર્થો વચ્ચેના વિસ્તારમાં ચોક્કસ સ્થાને…

વધુ વાંચો >

લિક ઑબ્ઝર્વેટરી, કૅલિફૉર્નિયા

લિક ઑબ્ઝર્વેટરી, કૅલિફૉર્નિયા : યુનાઇટેડ સ્ટેટ્સની એક પ્રમુખ પ્રાકાશિક (optical) વેધશાળા. યુનાઇટેડ સ્ટેટ્સમાં પહાડની ટોચ ઉપર બાંધવામાં આવેલી પહેલી વેધશાળા. તેના ટેલિસ્કોપ માઉન્ટ હૅમિલ્ટન શિખર પર આશરે 1,280 મીટર (4,200 ફૂટ) ઊંચાઈએ આવેલા છે. આ સ્થળ કૅલિફૉર્નિયામાં સાન હોઝેથી પૂર્વમાં આશરે 32 કિમી. (20 માઈલ) અંતરે આવેલું છે. હાલમાં આનો…

વધુ વાંચો >

લીપ વર્ષ (leap year)

લીપ વર્ષ (leap year) : પાશ્ચાત્ય પ્રણાલી અનુસારનું વર્ષ (365 દિવસ  ધરાવતા સામાન્ય વર્ષ કરતાં એક વધુ દિવસ, એટલે કે 366 દિવસ ધરાવતું વર્ષ). તે 366 દિવસ ધરાવતી ઈસવી સન જ છે. સામાન્ય રીતે ઈસવી સનની અવધિ 365 દિવસની હોય છે, પરંતુ ચોથું વર્ષ આ પ્રકારનું હોય છે. (100 વર્ષે…

વધુ વાંચો >

લેક્સેલ ધૂમકેતુ (Lexell’s comet)

લેક્સેલ ધૂમકેતુ (Lexell’s comet) : ચોપડે નોંધાયેલો પહેલો અલ્પકાલિક ધૂમકેતુ (short perior comet) : શાસ્ત્રીય નામ : D/1770. ચાર્લ્સ મેસિયર (1730-1817) નામના ફ્રાંસના ખગોળશાસ્ત્રીએ 1770માં તે શોધેલો. તેનું નામ આ ધૂમકેતુની ભ્રમણકક્ષા શોધી કાઢનાર સ્વીડનના લેક્સેલ (Anders Johan Lexell : 1740-1784) નામના ખગોળશાસ્ત્રીના નામ પરથી પાડવામાં આવ્યું છે. તેણે દર્શાવ્યું…

વધુ વાંચો >

લેમિત્રે, જ્યૉર્જ

લેમિત્રે, જ્યૉર્જ (જ. 1894, બેલ્જિયમ; અ. 1966, બેલ્જિયમ) : વિશ્વની ઉત્પત્તિનો સિદ્ધાંત એટલે કે મહાવિસ્ફોટ(big-bang)ની ઘટનાનું સૂચન કરનાર ખ્યાતનામ બેલ્જિયન બ્રહ્માંડવિદ (cosmologist). યુ.એસ. ખગોળવિદ ઍૅડ્વિન હબ્બલે દર્શાવ્યું કે વિશ્વ હરદમ વિસ્તરતું જાય છે, પણ લેમિત્રેએ જણાવ્યું કે વિશ્વની ઉત્પત્તિ મહાવિસ્ફોટથી થઈ અને ત્યારબાદ તેનું નિરંતર વિસ્તરણ ચાલુ રહ્યું છે. મહાવિસ્ફોટનો…

વધુ વાંચો >

લૉવેલ, પર્સિવલ

લૉવેલ, પર્સિવલ (જ. 1855; અ. 1916) : અમેરિકાના એક સારા ગણિતશાસ્ત્રી, ખગોળના જ્ઞાતા, પાણીદાર વક્તા અને તેજસ્વી લેખક. એક જાણીતા ધનાઢ્ય પરિવારમાં જન્મેલા લૉવેલ ખગોળમાં શોખ ધરાવતા હતા. મુખ્યત્વે તેમને મંગળ પરની નહેરોના પ્રખર હિમાયતી તરીકે યાદ કરવામાં આવે છે. તેમને ગ્રહોનાં સંશોધનોમાં ઘણો રસ હતો અને ખાસ તો મંગળ…

વધુ વાંચો >

લૉવેલ, બર્નાર્ડ (સર)

લૉવેલ, બર્નાર્ડ (સર) (જ. 31 ઑગસ્ટ 1913, ગ્લૉસ્ટરશાયર, ઇંગ્લૅન્ડ) :  ઇંગ્લૅન્ડના રેડિયો-ખગોળશાસ્ત્રી. ઇંગ્લૅન્ડમાં આવેલા જૉડ્રેલ બૅન્ક પ્રાયોગિક મથકના સ્થાપક અને નિયામક (1951-1981). 1961માં તેમને સરનો ખિતાબ આપવામાં આવ્યો હતો. તેમણે બ્રિસ્ટલ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી 1936માં મેળવી. માન્ચેસ્ટર યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્રના વ્યાખ્યાતા બન્યા. એક વર્ષ બાદ બ્રહ્માંડ કિરણો (cosmic rays) અંગેના સંશોધન-જૂથના…

વધુ વાંચો >

વક્રી ગતિ (retrograde motion)

વક્રી ગતિ (retrograde motion) : સામાન્યથી વિરુદ્ધ દિશાની ગતિ. ખગોળમાં ગ્રહોની ગતિના સંદર્ભમાં ‘વક્રીગતિ’ એટલે કે ‘વક્રી’ અને ‘ગતિ’ એ શબ્દ અલગ અર્થોમાં વપરાય છે. એક અર્થ ફળજ્યોતિષ એટલે કે જ્યોતિષવિદ્યા(astrology)ના સંદર્ભમાં છે, જ્યારે બીજો અર્થ ખગોળવિજ્ઞાન એટલે કે ખગોળવિદ્યા-(astronomy)ના સંદર્ભમાં છે. મૂળ તો જોકે વક્રી એટલે ફળજ્યોતિષના સંદર્ભમાં, પૃથ્વી…

વધુ વાંચો >

વરાહમિહિર

વરાહમિહિર (જ. ઈ.સ. 505; અ. 587) : પ્રાચીન ભારતના નામાંકિત ગણિતજ્ઞ, ખગોળશાસ્ત્રી અને ફલજ્યોતિષી. તેમણે ‘બૃહત્સંહિતા’, ‘પંચસિદ્ધાંતિકા’, ‘બૃહત્જાતક’, ‘યોગયાત્રા’ વગેરે ગ્રંથોની રચના કરી હતી. પોતાના ક્ષેત્રમાં તેમનું ઘણું પ્રતિષ્ઠિત સ્થાન છે. તેમના પિતાનું નામ આદિત્યદાસ હતું. વરાહમિહિર ઉજ્જૈનના નિવાસી હતા. તેમણે પોતાની ગ્રંથરચનામાં સિંહાચાર્ય, યવનાચાર્ય, આર્યભટ્ટ, પ્રદ્યુમ્ન, વિજયનંદિન તથા લાટાચાર્યને…

વધુ વાંચો >

વલય-અધોગમન (cauldron subsidence)

વલય-અધોગમન (cauldron subsidence) : પૃથ્વીના પોપડાનું વર્તુળાકારે થતું અવતલન. પોપડાનો કોઈ ભૂમિભાગ વલય આકારની ફાટોમાં તૂટે ત્યારે તેમાંથી અલગ પડેલા મધ્યભાગનું અવતલન થવાની ક્રિયા. આ ક્રિયાને પરિણામે 1થી 15 કિમી. જેટલા વ્યાસવાળા, તૂટેલા ઓછાવત્તા નળાકાર વિભાગો ઊભી કે ત્રાંસી વલય-ફાટો પર સરકીને નીચે રહેલા મૅગ્મા સંચયસ્થાનમાં દબવાથી તૈયાર થતી રચના.…

વધુ વાંચો >