વિદોલન અથવા ધૂનન (nutation)

February, 2005

વિદોલન અથવા ધૂનન (nutation) : પૃથ્વીની અયનગતિ-(precession)માં થતું આવર્તક પરિવર્તન. તેની શોધ ઇંગ્લૅન્ડમાં જે. બ્રેડલીએ 1747માં કરી હતી. ચંદ્રની કક્ષા અને ક્રાંતિવૃત્ત (ecliptic) વચ્ચેના 5° કોણને કારણે મહત્તમ માત્રામાં વિદોલન થાય છે. વિદોલનનો આવર્તનકાળ 18.6 વર્ષ છે, જે ચંદ્રના પાતપ્રતીપાયન (regression of node) જેટલો છે. વિદોલનને કારણે તારાઓના નિર્દેશાંકમાં પણ સૂક્ષ્મ આવર્તક પરિવર્તનો થાય છે.

પરંતપ પાઠક