ખગોળ

યુનાઇટેડ સ્ટેટ્સ નેવલ ઑબ્ઝર્વેટરી

યુનાઇટેડ સ્ટેટ્સ નેવલ ઑબ્ઝર્વેટરી (United States Naval Observatory) : અમેરિકાની નૌકાદળ વેધશાળા. વૉશિંગ્ટન, ડી.સી. ખાતે આવેલી અમેરિકાની પ્રથમ સરકારી રાષ્ટ્રીય વેધશાળા. તેનો મૂળ ઉદ્દેશ નૌકાસૈન્ય અને સંરક્ષણખાતા સંબંધિત પ્રવૃત્તિઓ માટે જરૂરી માહિતીઓ પૂરી પાડવાનો છે. આમાં ખગોલમિતિ (astrometry), સમગ્ર અમેરિકામાં સમયમાપન અને અમેરિકા માટેનાં નિયંત્રક ઘડિયાળ(master clock)ની દેખરેખ અને પંચાંગો…

વધુ વાંચો >

યુબીવી પટ્ટ [UBV bands]

યુબીવી પટ્ટ [UBV bands] : અલ્ટ્રાવાયોલેટ (ultraviolet), વાદળી (blue), ર્દશ્ય (visual) પટ. તારાઓની તેજસ્વિતા તેમના તેજાંક (magnitudes) દ્વારા દર્શાવાય છે. જેમ તેજસ્વિતા વધુ, તેમ તેજાંક નાનો. સૌથી વધુ તેજસ્વી જણાતા વ્યાધના તારાનો ર્દશ્ય તેજાંક  1.47 છે, જ્યારે નરી આંખે અંધારા આકાશમાં માંડ જોઈ શકાતા ઝાંખા તારાઓનો તેજાંક આશરે + 6…

વધુ વાંચો >

યુ મિથુન તારક (U Geminorium)

યુ મિથુન તારક (U Geminorium) : મિથુન રાશિ(Gemini)માં આવેલ તારો. આ તારો વિસ્ફોટક પ્રકારનો તેજવિકાર દર્શાવે છે; અને આ પ્રકારનો તેજવિકાર દર્શાવતા તારાઓને આ તારાના નામ પરથી યુ જેમિનોરિયમ (U Geminorium) વર્ગના તારા તરીકે ઓળખાવાય છે. આ વર્ગને વામન નોવા (dwarf nova) તરીકે પણ ઓળખાવાય છે. સામાન્ય રીતે આ પ્રકારના…

વધુ વાંચો >

યુરેનસ (Uranus)

યુરેનસ (Uranus) : સૌરમંડળનો વિરાટકાય ગ્રહ. સૌરમંડળના આંતરિક ચાર, નાના ખડકાળ ગ્રહો બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ પછી ચાર વિરાટકાય વાયુમય ગ્રહો ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચૂન આવે છે. (પ્લૂટો આ બધામાં અલગ પડી જાય છે). શનિ સુધીના પાંચ ગ્રહો તો નરી આંખે સહેલાઈથી દેખી શકાય છે અને તે તો…

વધુ વાંચો >

યુરોપિયન સધર્ન ઑબ્ઝર્વેટરી, સેરો લા સિલા, ચિલી

યુરોપિયન સધર્ન ઑબ્ઝર્વેટરી, સેરો લા સિલા, ચિલી (European Southern Observatory : ESO) : યુરોપના આઠ દેશોના સહકારથી સ્થપાયેલી વેધશાળા. યુરોપના બેલ્જિયમ, ડેન્માર્ક, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, નેધરલૅન્ડ્ઝ, સ્વીડન અને સ્વિટ્ઝર્લૅન્ડ એમ કુલ આઠ દેશોએ એકત્રિત થઈ પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં એક ખગોળ વેધશાળા સ્થાપવાના અને આ વિષયમાં ભેગા મળી સંશોધન કરવાના આશયથી…

વધુ વાંચો >

યૂડૉક્સસ (Eudoxus of Cnidus) 

યૂડૉક્સસ (Eudoxus of Cnidus)  (જ. ઈ. પૂ. 408ની આસપાસ, નિડસ, આયોનિયા; અ. ઈ. પૂ. 355ની આસપાસ, નિડસ) : ગ્રીક ખગોળવિદ, ગણિતશાસ્ત્રી અને ચિકિત્સક (વૈદ્ય). નિડસ હાલમાં  ટર્કી(તુર્કી   કે  તુર્કસ્તાન)માં આવેલું છે. ઈસુના જન્મ પૂર્વે બીજી સદીમાં  આ જ નામનો એક પ્રસિદ્ધ  દરિયાખેડુ (navigator) પણ થઈ ગયો. તેનો જન્મ ગ્રીસના સાઇઝિકસ(Cyzicus)માં …

વધુ વાંચો >

રસેલ, હેન્રી નૉરિસ

રસેલ, હેન્રી નૉરિસ (જ. 25 ઑક્ટોબર 1877, ઑઇસ્ટર બે, ન્યૂયૉર્ક; અ. 18 ફેબ્રુઆરી 1957, પ્રિન્સ્ટન, ન્યૂ જર્સી) : અમેરિકાના ખગોળશાસ્ત્રી. તેમનો જન્મ અમેરિકામાં એક પાદરીને ત્યાં થયો હતો. તેમના પિતા પ્રેસ્બિટેરિયન પંથના ધર્મગુરુ હતા. માતાપિતા સાથે પાંચ વર્ષની વયે રસેલે  શુક્રનું અધિક્રમણ જોયું અને ખગોળશાસ્ત્રી બનવાના કોડ જાગ્યા. આરંભિક શિક્ષણ…

વધુ વાંચો >

રાઇલ, માર્ટિન (સર)

રાઇલ, માર્ટિન (સર) (જ. 27 સપ્ટેમ્બર 1918, બ્રાઇટન, ઈસ્ટ સસેક્સ, યુ.કે.; અ. 14 ઑક્ટોબર 1984, કેમ્બ્રિજ, યુ.કે.) : બ્રિટનના રેડિયો ખગોળશાસ્ત્રી. ઍપર્ચર સિન્થેસિસ જેવી વિવિધ ટેક્નિકના જનક. આકાશના રેડિયો-સ્રોતોનો સવિસ્તર નકશો (માનચિત્ર) બનાવનાર પહેલા ખગોળવિદ. તેમના પિતાનું નામ જે. એ. રાઇલ (J. A. Ryle) અને માતાનું નામ મિરિયમ સ્ક્લે રાઇલ…

વધુ વાંચો >

રાશિચક્ર (astronomical, ખગોલીય) :

રાશિચક્ર (astronomical, ખગોલીય) : પૃથ્વીની આસપાસ વર્તુળસ્વરૂપે દેખાતો તારાઓનો સમૂહ. બાર તારાસમૂહોનો પટ્ટો, જેમાં થઈને સૂર્યનો માર્ગ પસાર થાય છે. સૂર્ય ફરતે પૃથ્વીની કક્ષાના સમતલને ક્રાંતિતલ એટલે કે ecliptic plane કહેવાય છે અને આ ક્રાંતિતલ આકાશી ગોલકને જે વર્તુળાકારમાં છેદે તે ક્રાંતિવૃત્ત કહેવાય. જો પૃથ્વી પરથી તારાઓના સંદર્ભે સૂર્યનું સ્થાન…

વધુ વાંચો >

રાશિવૃત્ત પ્રકાશ

રાશિવૃત્ત પ્રકાશ : સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી થોડાક સમયે ક્ષિતિજ આગળ દેખાતી ઝાંખા પ્રકાશની દીપ્તિ. જો આકાશ પ્રમાણમાં સ્વચ્છ અને શહેરી પ્રકાશથી મુક્ત હોય, તો, અંધારિયા આકાશમાં સૂર્યાસ્ત પછી આશરે એક કલાક બાદ થોડા સમય માટે પશ્ચિમ ક્ષિતિજથી ઉપરની તરફ વિસ્તરેલ એક ઝાંખા પ્રકાશિત ‘સ્તંભ’ જેવી રચના સર્જાતી જણાય…

વધુ વાંચો >