કૃષ્ણવદન જેટલી

ઇડિપસ ઍટ કૉલોનસ

ઇડિપસ ઍટ કૉલોનસ : ગ્રીક નાટક. નાટ્યકાર સોફૉક્લિસ (ઈ. સ. પૂ. 495-406)ની નાટ્યત્રયી (1) ‘ઇડિપસ રૅક્સ’ (2) ‘ઇડિપસ ઍટ કૉલોનસ’ અને (3) ‘ઍન્ટિગૉની’ – માંનું આ બીજું નાટક, પ્રથમ નાટક ‘ઇડિપસ રૅક્સ’ના અનુસંધાનમાં છે. અજાણતાં પોતાના પિતાને મારી, પોતાની માતા સાથે લગ્ન કરી, તેનાથી ચાર સંતાનો (બે પુત્રો – એટિયોક્લિસ…

વધુ વાંચો >

ઇડિયટ, ધી

ઇડિયટ, ધી (1868-69) : પ્રસિદ્ધ રશિયન નવલકથા. લેખક ફ્યૉદોર મિઆઇલોવિચ દૉસ્તૉયવસ્કી. આ નવલકથા પ્રથમ વાર ‘રુસ્કી વેસ્તનિક’ સામયિકમાં પ્રગટ થયેલી. તેનું પ્રથમ વાર અંગ્રેજી ભાષાંતર 1913માં થયું હતું. ‘ધી ઇડિયટ’નો અર્થ મૂર્ખ થાય છે. મુખ્ય પાત્ર પ્રિન્સ મિશ્કિન તેની અત્યંત ભલાઈ અને તેનાં ઈસુ ખ્રિસ્ત સમાન લક્ષણોને કારણે મૂર્ખ ગણાયેલ…

વધુ વાંચો >

ઇન મેમોરિયમ એ. એચ. એચ

ઇન મેમોરિયમ એ. એચ. એચ. (1833-1850) : કરુણપ્રશસ્તિ. અંગ્રેજ કવિ લૉર્ડ ટેનિસનનો ખાસ મિત્ર આર્થર હેન્રી હેલામ બાવીસ વર્ષની વયે 1833માં વિયેનામાં એકાએક અવસાન પામ્યો. મિત્રના મૃત્યુના આઘાતે કવિને ક્ષુબ્ધ કર્યા. તેને પરિણામે ‘ઇન મેમોરિયમ’ દીર્ઘ કાવ્યની શરૂઆત કરી અને સત્તર વર્ષે તેને પૂરું કરી પ્રગટ કર્યું (1850). આ કાવ્યને…

વધુ વાંચો >

ઇનીડ

ઇનીડ (Aeneid) : રોમન રાષ્ટ્રીય મહાકાવ્ય. લૅટિન કવિ વર્જિલે (ઈ. સ. પૂ. 70-19) આ કાવ્યલેખનનો પ્રારંભ ઈ. સ. પૂ. 29માં કર્યો હતો. તે તેના જીવનના છેલ્લા દાયકામાં પૂરું થયું અને તેના મૃત્યુ બાદ બે વર્ષે રોમન બાદશાહ ઑગસ્ટસની ઇચ્છાથી પ્રગટ થયું. આ કાવ્ય લખવા પાછળ કવિનો હેતુ રોમન પ્રજાને બિરદાવવાનો…

વધુ વાંચો >

ઇન્ગેન હૂઝ, યાન

ઇન્ગેન હૂઝ, યાન (જ. 8 ડિસેમ્બર 1730, બ્રેડા, નેધરલૅન્ડ્ઝ; અ. 7 સપ્ટેમ્બર 1799, વિકશાયર, ઇંગ્લૅન્ડ) : જન્મે ડચ એવા વિલક્ષણ બ્રિટિશ વૈજ્ઞાનિક, ફિઝિશિયન અને સંશોધક. પ્રકાશસંશ્ર્લેષણ-(photosynthesis)ની પ્રક્રિયા પરત્વેના તેમના સંશોધનના પરિણામે લીલા છોડ સૂર્યપ્રકાશમાં કાર્બન-ડાયૉક્સાઇડ વાયુ ગ્રહણ કરે છે અને ઑક્સિજન મુક્ત કરે છે તે જાણી શકાય છે. શરૂઆતમાં તેઓ…

વધુ વાંચો >

ઇન્ટરલ્યૂડ

ઇન્ટરલ્યૂડ : ખાસ કરીને ઇંગ્લૅન્ડમાં નાટકની વચ્ચે અથવા વિરામ સમયે મનોરંજન માટે ભજવાતું ટૂંકું ર્દશ્ય. ઇંગ્લૅન્ડમાં પ્રેમ અને યૌવનનાં લઘુનાટ્યો (playlets) પ્રવાસી નટમંડળીઓ દ્વારા ઉત્સવો કે ભોજન-સમારંભોમાં ભજવાતાં. કથાનક નાનું અને પાત્રો મર્યાદિત રહેતાં. જૂનામાં જૂનું ઇન્ટરલ્યૂડ તે ‘ઇન્ટરલ્યૂડિયમ દ. ક્લેરિકો એત્ પ્યૂએલા’ (1290-1335) મળે છે. તેમાં નટ અને એક…

વધુ વાંચો >

ઇન્ડોનેશિયન સાહિત્ય

ઇન્ડોનેશિયન સાહિત્ય : ઇન્ડોનેશિયા દેશનું વિવિધ સાહિત્ય. ઇન્ડોનેશિયા 3,000 કરતાં વધુ ટાપુઓનો દેશ છે અને તેમાં 200 ઉપરાંત ભાષાઓ બોલાય છે. તેનું મધ્યકાલીન સાહિત્ય મુખ્યત્વે બહાસા મલાયુ ભાષામાં લખાયેલું છે. છ કરોડથી વધુ માણસો આ ભાષાનો ઉપયોગ કરે છે. 1945માં તેણે રાજ્યભાષાનો દરજ્જો પ્રાપ્ત કરેલ છે. આ ભાષા જાવાનીઝ, બલ્જિનીઝ,…

વધુ વાંચો >

ઇન્દરસભા

ઇન્દરસભા (1846) : પહેલું ઉર્દૂ પદ્યનાટક. લેખક લખનૌના આગા હસન અમાનત. તેમાં રોમાંચક વાર્તા, નાટક, કવિતા, નૃત્ય અને સંગીતનું મિશ્રણ થયેલું. 1853માં આ નાટક લખનૌમાં ભજવાયું ત્યારે ખુદ નવાબ વાજીદઅલીશાહે તેમાં મુખ્ય ભૂમિકા ભજવેલી. તેમાં મીર હસનકૃત ‘સેહરુલ બયાન’માંથી કેટલાક પ્રસંગો લીધેલા છે. તેમાં 31 ગઝલો, 9 ઠૂમરી, 4 હોરી,…

વધુ વાંચો >

ઇરવિંગ, વોશિંગ્ટન

ઇરવિંગ, વોશિંગ્ટન (જ. 3 એપ્રિલ 1783, ન્યૂયૉર્ક; અ. 28 નવેમ્બર 1859 સન્નીસાઇડ, ટેરીટાઉન, ન્યૂયૉર્ક) : અમેરિકન લેખક. મા-બાપનાં અગિયાર સંતાનોમાં તે સૌથી નાનો. કુટુંબના હાર્ડવેરના ધંધાને બદલે તેણે કાયદાનો વ્યવસાય પસંદ કર્યો હતો. તેની પ્રિયતમા મટિલ્ડા હોફમાનના અકાળ અવસાનથી આઘાત પામીને તેણે 1804થી 1806 સુધી યુરોપનો પ્રવાસ ખેડ્યો. પછી તેના…

વધુ વાંચો >

ઇર્કુટ્સ્ક

ઇર્કુટ્સ્ક (Irkutsk) : રશિયાના ઇર્કુટ્સ્ક પ્રાંતનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 52o 16´ ઉ. અ. અને 104o 20´ પૂ. રે. તે સાઇબીરિયાના દક્ષિણ ભાગમાં અંગારા નદી જ્યાં બૈકલ સરોવરને મળે છે તેની નજીકમાં આવેલું છે. તેની વસ્તી અંદાજે 6,00,000 (2013) છે. અહીં નાની ઇર્કુટ નદી અંગારાને મળે છે. ઇર્કુટ્સ્ક સાઇબીરિયાનું સૌથી…

વધુ વાંચો >