કૃષ્ણવદન જેટલી

ઉદાત્ત તત્વ (સાહિત્યમાં)

ઉદાત્ત તત્વ (સાહિત્યમાં) : અજ્ઞાત લેખકના અપૂર્ણ ગ્રંથ ‘ઑન ધ સબ્લાઇમ’માં રજૂ થયેલો સાહિત્યમાં ઉદાત્તતાનો ખ્યાલ. તે પહેલી સદીમાં લખાયેલો પણ તેની હસ્તપ્રત ત્રીજી સદીમાં ઉપલબ્ધ થઈ. તેનું પ્રથમ અંગ્રેજી ભાષાંતર 1652માં જૉન હૉલે કર્યું હતું. ફ્રેન્ચ અનુવાદ 1674માં બુવાલોએ કર્યો હતો. ઉદાત્ત તત્વનો ખ્યાલ વિશાળતા, પ્રાકૃતિક ભવ્યતા અને ધાર્મિક…

વધુ વાંચો >

ઉમર અલીશા

ઉમર અલીશા (જ. 28 ફેબ્રુઆરી 1885 પેથાપુરમ્; અ. 23 ફેબ્રુઆરી 1945 નરસાપુરમ્) : તેલુગુ લેખક. મોહિઉદ્દીન અને ચાંદબીબીના પુત્ર. તેમની માતૃભાષા ઉર્દૂ હોવા છતાં તેમણે તેલુગુમાં લગભગ પચાસ પુસ્તકો લખ્યાં છે. સોળ વર્ષની ઉંમરથી જ તેમણે લેખનની શરૂઆત કરેલી અને અઢાર વર્ષની વયે તેમનું ‘મણિમાલા’ નાટક પ્રગટ થયું હતું. તે…

વધુ વાંચો >

ઉમરેઠ

ઉમરેઠ : આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાનું નગર. તે 22o 42′ ઉ. રે. અને 73o 07′ પૂ. રે. પર આવેલું છે. મિરાતે અહમદીમાં અમદાવાદની જમણી બાજુએ આવેલી સોનાની પાંખ તરીકે તેનું વર્ણન કરેલું છે. વસ્તી : આશરે 40 હજાર (2011 મુજબ), વિસ્તાર : 20.2 ચોકિમી. આણંદ-ગોધરા રેલમાર્ગ પર આણંદથી 23 કિમી.…

વધુ વાંચો >

ઉલન બટોર (ઉલામ્બતાર)

ઉલન બટોર (ઉલામ્બતાર) : મૉંગોલિયાનું પાટનગર તથા મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 47o 55′ ઉ. અ. અને 106o 53′ પૂ. રે.. આ શહેર દેશના ઈશાન ભાગમાં, ગોબીના રણની ઉત્તરે, ટોલા નદીને કાંઠે વસેલું છે. તે તુલ ગોલ નદી લોએસના મેદાનમાં આશરે 1330 મીટરની ઊંચાઈએ આવેલું છે. તે બેજિંગ(ચીન)થી વાયવ્યમાં…

વધુ વાંચો >

ઉંગારેત્તિ જ્યુસેપ

ઉંગારેત્તિ, જ્યુસેપ (જ. 10 ફેબ્રુઆરી 1888, ઍલેક્ઝાન્ડ્રિયા; અ. 1 જૂન 1970, મિલાન) : ઇટાલિયન કવિ. સાહિત્યના નોબેલ પારિતોષિકવિજેતા ઇટાલિયન કવિઓ યૂજેન મોન્તાલે અને ક્વાસીમોદો સાથે ઉંગારેત્તિ આધુનિક નવીન ઇટાલિયન કવિતા અને  ‘હર્મેટિક’ આંદોલનના ઘડવૈયા ગણાય છે. તે 24 વર્ષના થયા ત્યાં સુધી ઍલેક્ઝાંડ્રિયામાં વસતા હતા. 1912માં તે પૅરિસ આવ્યા અને…

વધુ વાંચો >

ઉંસેત સિગ્રિડ

ઉંસેત, સિગ્રિડ (જ. 20 મે 1882, કાલુન્ડબોર્ગ, ડેન્માર્ક; અ. 10 જૂન 1949, લિલિહેમર, નૉર્વે) : 1928માં સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર નૉર્વેજિયન નવલકથાલેખિકા. પિતા પુરાતત્વજ્ઞ હતા. માતા ડેનિશ. પિતાએ પુત્રીને વાચનનો રસ લગાડ્યો હતો, પરંતુ પિતાનું મૃત્યુ થતાં સિગ્રિડને 16 વર્ષની વયે કારકુની કરવી પડી. 1907માં તેણે નોંધપોથી રૂપે…

વધુ વાંચો >

ઊનાઈ

ઊનાઈ : દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના વાંસદા તાલુકાનું ગામ. વિસ્તાર 3.11 ચોકિમી. વસ્તી 6,104 (2011). વાંસદાથી વ્યારા જતો રાજ્ય ધોરીમાર્ગ અહીંથી પસાર થાય છે. બિલિમોરાથી વઘાઈ જતી રેલવે પર બીલીમોરાથી પૂર્વે 42 કિમી. પર સ્ટેશન છે. તે અંબિકા નદીના ડાબે કાંઠે આવેલું યાત્રાધામ છે. ઊના પાણીના ઝરા માટે તે જાણીતું…

વધુ વાંચો >

ઊનામૂનો (ય જુગો)

ઊનામૂનો (ય જુગો) મિગ્વેલ દ (જ. 21 સપ્ટેમ્બર 1864, બિલ્બાઓ, સ્પેન; અ. 31 ડિસેમ્બર 1936, સૅલમૅન્ક) : સ્પૅનિશ તત્ત્વચિંતક, સાહિત્યકાર અને કેળવણીકાર. તેઓ કવિ, નવલકથાકાર, નાટ્યકાર તથા વિવેચક હતા. સ્પેનના તેમના સમયના સૌથી મહાન લેખક તરીકે તેમની ગણના થતી હતી. બિલ્બાઓમાં શાળાકીય શિક્ષણ પૂરું કરીને તેઓ 1880માં મૅડ્રિડ યુનિવર્સિટીમાં જોડાયા…

વધુ વાંચો >

ઊંઝા

ઊંઝા : ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં આવેલું ગામ. 1858માં બંધાયેલા ઉમિયા માતાના મંદિર અને વેપારી મથકને કારણે તે પ્રસિદ્ધ થયેલું છે. તાલુકામથક સિદ્ધપુરથી તે 13 કિમી. અને મહેસાણાથી 20 કિમી. દૂર 23o 48′ ઉ. અ. અને 72o 24′ પૂ. રે. ઉપર આવેલું છે. અમદાવાદ-દિલ્હીને જોડતા રાષ્ટ્રીય ધોરી માર્ગ…

વધુ વાંચો >

એકરમન, જોહાન્ન પીટર

એકરમન, જોહાન્ન પીટર (જ. 21 સપ્ટેમ્બર 1792, વિન્સન, જર્મની; અ. 3 ડિસેમ્બર 1854, વેઇમાર, જર્મની) : જર્મન લેખક. મહાન કવિ ગટેના મિત્ર હતા અને 1823-1832 સુધી ગટેના મદદનીશ તરીકે સ્વૈચ્છિક સેવા આપેલી. તેમણે કવિતા વિશે લખેલ પુસ્તક ‘બૈત્રાજે ઝુર પોએસી’, (Beitrage Zar Poesie) (1825) ગટેને ખૂબ ગમ્યું હતું. તેમણે જેન…

વધુ વાંચો >