કૃષ્ણવદન જેટલી
એકિન્સ ટૉમસ કાઉપર્થવેઇટ
એકિન્સ ટૉમસ કાઉપર્થવેઇટ (જ. 25 જુલાઈ 1844, ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયા, યુ. એસ. એ.; અ. 25 જૂન 1916 ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયા, યુ. એસ. એ.) : અમેરિકન ચિત્રકાર, ચિત્રશિક્ષક અને ફોટોગ્રાફર. આધુનિક વાસ્તવવાદી પરંપરાના અગ્રયાયી અને ઓગણીસમી સદીના યુરોપના અગ્રગણ્ય ચિત્રકાર. પેન્સિલવેનિયા એકૅડેમી ઑવ્ ફાઇન આર્ટ્સમાં કલાનો અને જૅફર્સન મેડિકલ કૉલેજમાં માનવશરીરશાસ્ત્ર વિશે અભ્યાસ…
વધુ વાંચો >ઍક્રોપોલિસ
ઍક્રોપોલિસ : દેવ-દેવીઓનાં ભવ્ય સુંદર મંદિરો, રાજાઓનાં મહાલયો અને જાહેર ઇમારતોવાળું, 350 મી. લાંબા, 150 મી. પહોળા અને 45 મી. ઊંચા ખડકવાળી 91 મી. ઊંચી ટેકરી ઉપર આવેલ દુર્ગ સહિતનું પ્રાચીન ગ્રીક પવિત્ર સ્થળ. ઈ. પૂ. 4000 વર્ષ જેટલા પ્રાચીન આ સ્થળેથી પાષાણયુગના પાછળના સમયનાં માટીનાં વાસણો તથા હથિયારોના અવશેષો…
વધુ વાંચો >એગ્નૉન, શ્મુઅલ યોસેફ
એગ્નૉન, શ્મુઅલ યોસેફ (જ. 17 જુલાઈ 1888, બુક્ઝૅક્સ, પૂર્વ ગેલેશિયા, પોલૅન્ડ નજીક; અ. 17 ફેબ્રુઆરી 1970, જેરૂસલેમ) : યહૂદી નવલકથાકાર અને ટૂંકી વાર્તાના લેખક. મૂળ નામ શ્મુઅલ યોસેફ. જર્મન કવયિત્રી નેલી ઝાખ્સ સાથે સમાન ભાગે 1966ના સાહિત્ય માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. પોલિશ-યહૂદી માતાપિતાના પુત્ર. પિતા વેપારી અને વિદ્વાન. નવ વર્ષની…
વધુ વાંચો >એચેબૅ, ચિનુઆ
એચેબૅ, ચિનુઆ (જ. 16 નવેમ્બર 1930, ઑગિડી, નાઇજિરિયા; અ. 21 માર્ચ 2013, બૉસ્ટન, માસાચુસેટસ, યુ. એસ.) : નામાંકિત નવલકથાકાર. તેમણે ઇબાદન યુનિવર્સિટી કૉલેજમાંથી 1953માં અંગ્રેજી સાથે સ્નાતકની પદવી મેળવી. 1954માં તેમણે પ્રસારણ-સેવાની કારકિર્દી અપનાવી, અને વિદેશ પ્રસારણ વિભાગના નિયામક બન્યા. 1967-70ના નાઇજિરિયાના આંતરવિગ્રહ દરમિયાન તેઓ બિયૅફ્રાની સરકારની નોકરીમાં હતા. ત્યારબાદ…
વધુ વાંચો >ઍટાના એપિક
ઍટાના એપિક : પ્રાચીન મેસોપોટેમિયન રાજવંશાવલિવિષયક મહાકાવ્ય. આ મહાકાવ્ય પ્રમાણે આદિકાળમાં પૃથ્વી પર કોઈ રાજા ન હતો. તેથી દેવો રાજાને શોધવા નીકળ્યા અને એટાનાને પસંદ કર્યો. એટાના કુશળ રાજ્યકર્તા નીવડ્યો. પરંતુ તેની પત્ની સગર્ભા હોવા છતાં બાળકને જન્મ આપવા અશક્ત હતી અને તેથી તેના પછી કોઈ ગાદીવારસ ન રહે એવી…
વધુ વાંચો >ઍનિમલ ફાર્મ
ઍનિમલ ફાર્મ (1945) : અંગ્રેજ લેખક જ્યૉર્જ ઓરવેલ દ્વારા પ્રાણીઓ નિમિત્તે લખાયેલ કટાક્ષમય ર્દષ્ટાંતકથા. ચોપગાંની આ કથા બેપગાં મનુષ્યો માટે છે. તેમાં ક્રાંતિકારી અને ક્રાંતિ પછીના સ્ટાલિનના રશિયા ઉપર અને સામાન્ય રીતે બધી ક્રાંતિઓ ઉપર કટાક્ષ છે. શ્રીમાન જૉન્સની ખેતીવાડી પરનાં પ્રાણી-પશુઓ તેમના જોહુકમી માલિકો સામે બળવો કરે છે અને…
વધુ વાંચો >એન્ક્વિસ્ટ, પર-ઓલોવ
એન્ક્વિસ્ટ, પર-ઓલોવ (જ. 23 સપ્ટેમ્બર 1934, હ્યોગ્બોલે, સ્વીડન; અ.25 એપ્રિલ 2020, સ્વીડન) : વીસમી સદીના સાતમા દાયકાના સ્વીડિશ સાહિત્યકાર અને સમાજવિવેચક. એન્ક્વિસ્ટની પ્રારંભિક નવલકથાઓ ‘ક્રિસ્ટલોગર – ધ ક્રિસ્ટલ આઇ’ (1961) અને ‘ફાર્ધ્વાગેન – ધ રૂટ ટ્રાવેલ્ડ’ (1963) લેખકની બલિષ્ઠ કથનશૈલીનો પરિચય કરાવે છે. સાતમા દાયકાનું રાજકીય વાતાવરણ બદલાતાં એન્ક્વિસ્ટ ઉદારમતવાદીમાંથી…
વધુ વાંચો >એન્ઝિનસ, ફ્રાંસિસ્કો દ
એન્ઝિનસ, ફ્રાંસિસ્કો દ (જ. 1 નવેમ્બર 1518, બર્ગોસ, સ્પેન; અ. 30 ડિસેમ્બર 1552, સ્ટ્રાસ્બર્ગ, જર્મની) : સ્પૅનિશ વિદ્વાન અને માનવતાવાદી લેખક. તેમણે સ્પૅનિશ સુધારણાકાળ (reformation) દરમિયાન મહત્વનો ફાળો આપ્યો હતો. તેમણે બાઇબલના ‘નવા કરાર’નું સ્પૅનિશ ભાષામાં કરેલું ભાષાંતર 1543માં ઍન્ટવર્પમાં પ્રગટ થયું હતું, કારણ કે સ્પેનમાં ધર્માંધોએ તેના પર પ્રતિબંધ…
વધુ વાંચો >ઍન્ડરસન મૅક્સવેલ
ઍન્ડરસન મૅક્સવેલ (જ. 15 ડિસેમ્બર 1888, આટલાંટિક, પેન્સિલવેનિયા, યુ.એસ.; અ. 28 ફેબ્રુઆરી 1959, સ્ટેન્ફર્ડ, કનેક્ટિક્ટ) : અગ્રગણ્ય અમેરિકન નાટ્યકાર. તેમનો ઉછેર ઉત્તર ડાકોટામાં. 1914માં સ્ટેન્ફર્ડ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ઉપાધિ મેળવીને તેઓ કૅલિફૉર્નિયા અને ઉત્તર ડાકોટામાં શિક્ષક થયા. 1924 સુધી ન્યૂયૉર્કના પત્રકાર તરીકે કાર્ય કર્યું. તેમનું પ્રથમ કરુણ નાટક ‘વ્હાઇટ ડેઝર્ટ’ (1923)…
વધુ વાંચો >