કૃષ્ણકુમાર નરસિંહભાઈ પટેલ

જેઠીમધ

જેઠીમધ : દ્વિદળી વર્ગમાં આવેલા લેગ્યુમિનોઝી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Glucyrrhiza glabra Linn. (સં. યષ્ટિમધુ, હિં. મુલેઠી, અં. લિકોરિસ રૂટ) છે. દવા વગેરેમાં વપરાતાં જેઠીમધનાં મૂળ કે જેઠીમધનું લાકડું છોડનાં ભૂસ્તારી મૂળ અને ભૂમિગત પ્રકાંડ છે. જેઠીમધનું વાવેતર યુરોપમાં સ્પેન, ઇટાલી, ઇંગ્લૅન્ડ, ફ્રાંસ અને જર્મનીમાં તથા યુ.એસ.માં થાય…

વધુ વાંચો >

જેન્ટામાઇસિન

જેન્ટામાઇસિન : માઇક્રોમૉનોસ્પોરા પર્યુરિયા અને એમ. એન્કનોસ્પોરામાંથી મેળવાતું વ્યાપક પ્રભાવ ધરાવતું પ્રતિજૈવિક ઔષધ-સંકુલ. તે ઍમિનોગ્લાયકોસાઇડ છે અને મુખ્યત્વે 3 પદાર્થોનું, જેન્ટામાઇસિન, C1, C1A અને C2નું મિશ્રણ છે; તેમાં જેન્ટામાઇસિન C1 60 % જેટલું હોય છે. તે નીચેના જીવાણુઓની પ્રજાતિ(species)ના પ્રતિકાર માટે વપરાય છે : એન્ટેરોબૅક્ટર, ઍશરિકિયા, ક્લેબસિયેલા, પ્રૉટિયસ અને સેરેટિયા.…

વધુ વાંચો >

જેન્શિયન (જેન્શિયન મૂળ)

જેન્શિયન (જેન્શિયન મૂળ) : મધ્ય અને દક્ષિણ યુરોપ તથા તુર્કીમાં ઊગતા Gentiana lutea Linn (કુળ: Gentianaceae)નાં સૂકવેલાં મૂળ અને પ્રકંદ. તે 10થી 20 સેમી. લાંબા અને મૂળ હોય તો 2.5 સેમી. સુધીના અને પ્રકંદ હોય તો 6 સેમી. સુધીના વ્યાસના નળાકાર ટુકડા તરીકે મળે છે. મૂળની સપાટી ઉપર ઊભી કરચલીઓ…

વધુ વાંચો >

ઝેરકોચલાં

ઝેરકોચલાં : દ્વિદળી વર્ગમાં આવેલા લોગેનિયેસી કુળનું ઝેરી બીજવાળું એક વૃક્ષ. તેનું વૈજ્ઞાનિક નામ Strychnos nux-vo-mica Linn (સં. વિષતિંદુક, હિં. કુચલા, બં.કુંચિલા, મ. કાજરા, તે મુસીડી, તા. એટ્ટેમાર, ક. ઇટ્ટી, મલા. કંજીરામ, અં. વૉમિટનટ, પૉઇઝન નટ, નક્સ-વૉમિકા, સ્ટ્રિકિનન ટ્રી) છે.  તે સદાહરિત રે પર્ણપાતી વૃક્ષ છે અને સામાન્યત: 13 મી.…

વધુ વાંચો >

ટોલૂ

ટોલૂ (balsam of tolu અથવા tolu balsam) : માયરોક્સિલોન બાલ્ઝામમ(myroxylon balsamum Linn; myroxylon toluifera)ના પ્રકાંડ(stem)માં છેદ મૂકીને મેળવાતો રસ. કુળ લેગ્યુમિનોસી. કોલંબિયામાં મેઝેલિના નદીના કિનારે તથા વેસ્ટ ઇન્ડીઝ, ક્યૂબા અને વેનેઝુએલામાંથી મળે છે. કોલંબિયાના ઉત્તર કાંઠા ઉપર આવેલ ટોલૂ પાસેથી મળતું હોવાને લીધે તેને ટોલૂ નામ આપવામાં આવેલું છે. તાજો…

વધુ વાંચો >

ટ્રાયટર્પિનૉઇડ ઔષધો

ટ્રાયટર્પિનૉઇડ ઔષધો : ત્રણ ટર્પિન એકમો હોય એટલે કે 30 કાર્બન પરમાણુવાળી રચના હોય એવાં ઔષધો. તે વનસ્પતિમાંથી વધુ મળે છે. વનસ્પતિમાં ટ્રાયટર્પિન મુખ્યત્વે સૅપોનિન, ગ્લાયકોસાઇડ રૂપમાં હોય છે. સૅપોનિન ધરાવતી આવી વનસ્પતિ માનવી પુરાણકાળથી સાબુની માફક વાપરતો આવ્યો છે. કારણ કે તે પાણી સાથે સાબુની માફક ફીણ ઉત્પન્ન કરે…

વધુ વાંચો >

ટ્રૅગાકાન્થ

ટ્રૅગાકાન્થ : દ્વિદળી વર્ગના ફેબેસી કુળમાં આવેલ એસ્ટ્રેગેલસ ગમીફેર અને તેની બીજી જાતિઓના પ્રકાંડમાંથી મળતો ગુંદર. વાણિજ્યમાં તે પર્શિયન ટ્રૅગાકાન્થ તરીકે ઓળખાય છે. તે ઈરાન અને ઉત્તર સીરિયામાંથી મળે છે. સ્મર્ના ટ્રૅગાકાન્થ તુર્કસ્તાનમાં મળે છે. ગુંદર આશરે 3 સેમી. લાંબી, 1 સેમી. પહોળી અને 2 મિમી. જાડી પાતળી, ચપટી, વક્ર…

વધુ વાંચો >

ડાયૉસ્કોરીઆ

ડાયૉસ્કોરીઆ : વનસ્પતિના એકદળી વર્ગમાં આવેલ ડાયૉસ્કોરિયેસી કુળની પ્રજાતિ. તે લગભગ 150 જેટલી જાતિઓ ધરાવે છે. તેનું વિતરણ ભેજવાળા ઉષ્ણ, ઉપોષ્ણ અને હૂંફાળા સમશીતોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. આ પ્રજાતિની ઘણીખરી જાતિઓ વન્ય (wild) હોય છે. બહુ ઓછી જાતિઓ Dioscorea alata, Linn. (એશિયન રતાળુ); D. esculenta, Burkill (કાંગર); D. bulbifera, L.…

વધુ વાંચો >

ડિજિટાલિસ

ડિજિટાલિસ : હૃદયની ઘટેલી કાર્યક્ષમતાને વધારવા વપરાતું એક મહત્વનું ઔષધ છે અને હૃદય શરીરમાં બધે લોહી ધકેલવાનું મુખ્ય કાર્ય કરે છે. તેમાં જ્યારે નિષ્ફળતા ઉદભવે ત્યારે તેને હૃદયકાર્ય-નિષ્ફળતા અથવા હૃદઅપર્યાપ્તતા (cardiac failure) કહે છે. હૃદયનાં સંકોચનોનું બળ વધારીને ડિજિટાલિસ લોહી ધકેલવાનું હૃદયનું કાર્ય વધારે છે. હૃદયનાં સંકોચનોનું બળ વધારતાં ઔષધોને…

વધુ વાંચો >

ડુંગળી

ડુંગળી : એકદળી વર્ગમાં આવેલા લીલીએસી કુળની વનસ્પતિ. ડુંગળીનું વૈજ્ઞાનિક નામ Alliumcepa છે. ઈરાન અને પાકિસ્તાનના પ્રદેશો ડુંગળીના ઉદભવનું મૂળ કેન્દ્ર ગણાય છે. હિંદીમાં प्याज, મરાઠીમાં कांदा, તેલુગુમાં નિરુલી, જ્યારે અંગ્રેજીમાં onion નામથી તે જાણીતી છે. ડુંગળીનો છોડ ગોળાકાર, પોલાં અને પુષ્ટ પર્ણોવાળો હોય છે. કંદ જમીનમાં કળી ઉપર રૂપાંતરિત…

વધુ વાંચો >