કૃષ્ણકુમાર નરસિંહભાઈ પટેલ

થાઇમ

થાઇમ : દ્વિદળી વર્ગમાં આવેલા લેમિયેસી (લેબિયેટી) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Thymus valgaris Linn. (અં. કૉમન થાઇમ, ગાર્ડન થાઇમ) છે. તેનાં સૂકાં પર્ણો અને પુષ્પવાળો અગ્રભાગ ઔષધિ તરીકે ઉપયોગમાં લેવાય છે. તે નીચો બહુવર્ષાયુ ક્ષુપ (undershrub) છે અને 20-30 સેમી. ઊંચો હોય છે. નીલગિરિમાં તે સફળતાપૂર્વક પ્રવેશ પામેલી વનસ્પતિ…

વધુ વાંચો >

નારંગી

નારંગી : દ્વિદળી વર્ગમાં આવેલા રુટેસી (Rutaccae) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Citrus reticulata Bhanco (હિં. ગુ. નારંગી, સંતરા; બં કામલા લેબુ; ક. કિત્તાલે; મ. સંતરા; મલા. મધુરનારક; તા. કામલા, કૂર્ગ કુડગુ ઑરેન્જ;  તે. નારંગમુ; ફા. નારંજ, અં  લૂઝ-સ્કિન્ડ ઑરેન્જ, મૅન્ડરિન, ટજરિન મૅન્ડરિન ઑરેન્જ) છે. લીંબુ, મોસંબી, પપનસ વગેરે તેની…

વધુ વાંચો >

નિયોમાઇસિન

નિયોમાઇસિન : 1949માં વેક્સમેન અને લિયોવેલિયર (Lechevalier) દ્વારા સ્ટ્રોપ્ટોમાયસિસ ફ્રેડિયેમાંથી મેળવવામાં આવેલ પ્રતિજૈવિક (antibiotic). તે પાણી અને મિથેનૉલમાં દ્રાવ્ય, પણ મોટાભાગનાં કાર્બનિક દ્રાવકોમાં અદ્રાવ્ય છે. આ પ્રતિજૈવિક સંકીર્ણ ત્રણ એમિનોગ્લાઇકોસાઇડનું મિશ્રણ છે, જે બધા પ્રતિસંક્રામક (antiinfective) પદાર્થો તરીકે વર્તે છે. કેટલાક વ્યુત્પન્નો (derivatives) ફૂગનાશક (fungicidal) ગુણ પણ ધરાવે છે. A…

વધુ વાંચો >

નૂતન વનસ્પતિજ ઔષધો

નૂતન વનસ્પતિજ ઔષધો છેલ્લા બે શતક દરમિયાન વનસ્પતિમાં રહેલા સક્રિય ઘટકોની માહિતી પ્રાપ્ત થવાને કારણે મેળવાયેલાં ઔષધો. આદિ માનવ વનસ્પતિની પેદાશોનો ઉપયોગ આહાર માટે કરતો. તેમાંથી જે વનસ્પતિની ઝેરી કે અવળી અસર થતી તેનો ઉપયોગ તે આહાર માટે ન કરતાં ઔષધ તરીકે કરતો થયો; દા. ત., એરંડાનાં બીજ રેચક અસર…

વધુ વાંચો >

પેશીસંવર્ધન-ઔષધો (tissue culture drugs)

પેશીસંવર્ધન–ઔષધો (tissue culture drugs) : ઉચ્ચ કોટિનાં પ્રાણીઓ(higher animals)ની કે વનસ્પતિની પેશી (tissue), તેના ટુકડા અથવા અલગ કરેલા કોષોના કૃત્રિમ સંવર્ધન  પેશીસંવર્ધન દ્વારા મેળવવામાં આવતાં ઔષધો. હાલ વનસ્પતિઓમાંથી મળતી ઔષધિઓનો પૂરતો જથ્થો મેળવવામાં ઘણી મુશ્કેલી પડે છે; કારણ કે માનવી આડેધડ વનસ્પતિનો નાશ કરે છે અને તેને પૂરતા પ્રમાણમાં ઉગાડતો…

વધુ વાંચો >

પ્રાણીજન્ય ઔષધો

પ્રાણીજન્ય ઔષધો પ્રાણીઓનાં વિવિધ અંગો કે અવયવોમાંથી મેળવાતાં ઔષધો. મોટાભાગની (~90%) ઔષધિઓ વનસ્પતિમાંથી, 5%થી 7% પ્રાણીઓમાંથી અને બાકીની ખનિજ પદાર્થોમાંથી મેળવાય છે. પ્રાણીઓમાંથી મુખ્યત્વે ઇન્સ્યુલિન, ઑક્સિટૉક્સિન જેવા અંત:સ્રાવો (hormones) મળે છે. પ્રાણીઓના વિભિન્ન અવયવોમાંથી પેપ્સિન, પૅન્ક્રિયાટીન, રેનિન, ટ્રિપ્સીન જેવા ઉત્સેચકો (enzymes) મેળવી શકાય છે. તે ઉપરાંત કૉડલિવર ઑઇલ, મધ, કસ્તૂરી…

વધુ વાંચો >

બરબેરિસ

બરબેરિસ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા બરબેરિડેસી કુળની એક પ્રજાતિ. તે એશિયા, યુરોપ અને અમેરિકાના સમશીતોષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં ક્ષુપ અથવા નાના વૃક્ષ સ્વરૂપે થાય છે. ભારતમાં તેની લગભગ 77 જેટલી જાતિઓ નોંધાયેલી છે. Berberis angulosa. Wall, ex Hook. f. & Thoms B. aristata DC., B. asiatica Roxb. ex. DC.,…

વધુ વાંચો >

બારમાસી (વનસ્પતિ)

બારમાસી (વનસ્પતિ) : દ્વિદળી વર્ગમાં આવેલા ઍપોસાયનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Lochnerarosea (Linn.) Reichb. Syn. Catheranthus roseus G. Don. Syn. Vinco rosea Linn. (हिं. सदाबहार, बारहमासी, सदासुहागन; બં. નયનતારા; મ. સદાફૂલ; પં. રતનજોત; મલ. કપાબિલા; અં. રેડ પેરીવિકલ) છે. તે માડાગાસ્કર(આફ્રિકા)ની મૂલનિવાસી છે. હવે તેનું બંને ગોળાર્ધોના ઉષ્ણકટિબંધીય…

વધુ વાંચો >

બેન્ઝોઇન

બેન્ઝોઇન : દ્વિદળી વર્ગમાં આવેલા સ્ટાયરેકેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Styrax benzoin Dry (હિં., મ., બં., ગુ., લોબાન; અં. benzoin tree) છે. તે લગભગ 12 મી. સુધીની ઊંચાઈ ધરાવતો ક્ષુપ અથવા વૃક્ષ છે અને દક્ષિણ-પૂર્વ એશિયા અને ઈસ્ટ ઇંડિઝનું મૂલનિવાસી છે. તેનાં પર્ણો અંડાકાર-લંબચોરસ (ovate–oblong) કે અંડાકાર-ભાલાકાર (ovate–lanceolate)…

વધુ વાંચો >

બેલાડોના

બેલાડોના : દ્વિદળી વર્ગમાં આવેલા સોલેનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Atropa belladona var acuminata (હિં. अंगूरशेका, सागअंगूर, અં. બેલાડોના, ડેડ્લી નાઇટશેડ, ઇન્ડિયન બેલાડોના) છે. A. belladona યુરોપિયન બેલાડોના છે. તેનું મૂળ વતન મધ્ય અને દક્ષિણ યુરોપ છે અને તેનું વાવેતર ઇંગ્લૅન્ડ તથા મધ્ય અને દક્ષિણ યુરોપના દેશોમાં થાય…

વધુ વાંચો >