એરચ મા. બલસારા
કુલોમ્બનો નિયમ
કુલોમ્બનો નિયમ (Coulomb’s law) : બે વિદ્યુતભાર વચ્ચે આકર્ષણ કે અપાકર્ષણનાં બળોનું નિયંત્રણ કરતો નિયમ. અસમાન વિદ્યુતભાર એકબીજાને આકર્ષે છે અને સમાન વિદ્યુતભાર અપાકર્ષે છે. પ્રાયોગિક ચોકસાઈ(accuracy)ની મર્યાદામાં, કુલોમ્બે દર્શાવ્યું કે બે વિદ્યુતભાર q1 અને q2 વચ્ચેનું આકર્ષણ કે અપાકર્ષણનું કુલોમ્બ બળ F, તેમને છૂટા પાડતા અંતર rના વર્ગના વ્યસ્ત…
વધુ વાંચો >કુશ પૉલિ કાર્પ
કુશ પૉલિ કાર્પ (જ. 26 જાન્યુઆરી 1911, બ્લૅન્કનબર્ગ, જર્મની; અ. 20 માર્ચ 1993, ડલ્લાસ, ટેક્સાસ) : અમેરિકાના લૉસ એન્જેલસના ભૌતિકશાસ્ત્રી વીલીસ યુજેન લૅમ્બની સાથે 1955માં નોબેલ પારિતોષિક મેળવનાર ભૌતિકશાસ્ત્રી. બન્નેનાં સંશોધનક્ષેત્ર અલગ અલગ હતાં. ઇલેક્ટ્રૉનના ચુંબકીય આધૂર્ણ(magnetic moment)નું મૂલ્ય તેના સૈદ્ધાંતિક મૂલ્ય કરતાં વધુ છે તેવું ચોક્કસપણે નક્કી કરવા માટે…
વધુ વાંચો >કૂપર લીઓન એન.
કૂપર, લીઓન એન. (જ. 28 ફેબ્રુઆરી 1930, ન્યૂયૉર્ક) : ભૌતિકશાસ્ત્રમાં અતિવાહકતા(superconductivity)ની સામાન્ય સૈદ્ધાંતિક સમજૂતી આપવા માટે ઇલીનૉઇ યુનિવર્સિટીના જ્હૉન બાર્ડીન તથા પેન્સિલવેનિયા યુનિવર્સિટીના જ્હૉન રોબર્ટ શ્રાઇફરની સાથે, 1972માં નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર ત્રિપુટીમાંના, બ્રાઉન યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્રી. [અતિવાહકતા : નિમ્નતાપવિજ્ઞાન(cryogenics)માં અતિ નિમ્ન તાપમાને – શૂન્ય અંશ નિરપેક્ષ કે કૅલ્વિન (K) નજીક,…
વધુ વાંચો >કૅપૅસિટર
કૅપૅસિટર : બે વાહક (conductors) કે બે પ્લેટ વચ્ચે પરાવૈદ્યુતિક (dielectric) રાખી, તેમને એકબીજાથી અલગ કરવાથી બનતો વૈદ્યુત ઘટક. તે ધારિતા(capacitance)નો ગુણધર્મ ધરાવતો હોવાથી તેના બન્ને છેડા (terminals) વચ્ચેની વોલ્ટતા(voltage)માં થતા નજીવા ફેરફારનો પણ તે પ્રતિકાર કરે છે. વિદ્યુતકોષ (battery) પછી વૈદ્યુત ઊર્જા સંગ્રહ કરવાનું ઉપકરણ કૅપૅસિટર છે. વિદ્યુતભાર(તેમજ ઊર્જા)નો…
વધુ વાંચો >કૅલિડોસ્કૉપ
કૅલિડોસ્કૉપ : એકબીજા સાથે જોડેલા કે ઢળતા રાખેલા અરીસા અનેક પ્રતિબિંબો રચે છે તે ગુણધર્મને પ્રદર્શિત કરતું મનોરંજન માટેનું રમકડું. તેની શોધ સર ડૅવિડ બ્રૂસ્ટરે 1816ની આસપાસ કરી હતી અને 1817માં તેનો પેટન્ટ મેળવ્યો હતો. બે અરીસાને 90°ને ખૂણે (કાટખૂણે) રાખી તેમની વચ્ચે કોઈ વસ્તુને રાખતાં, દરેક અરીસા વડે તેનું…
વધુ વાંચો >કેલ્વિન ઑવ્ લાર્ગ્ઝ – વિલિયમ થૉમસન
કેલ્વિન ઑવ્ લાર્ગ્ઝ – વિલિયમ થૉમસન (જ. 26 જૂન 1824, બેલફાસ્ટ, આયર્લૅન્ડ; અ. 17 ડિસેમ્બર 1907, લાર્ગ્ઝ, સ્કૉટલૅન્ડ, આયરશાયર) : ઉષ્માગતિશાસ્ત્ર(thermodynamics)ના અભ્યાસ માટે જાણીતા અને જેમના નામ ઉપરથી નિરપેક્ષ તાપમાનના માપક્રમનું નામાભિધાન થયેલું છે, તે બ્રિટિશ ભૌતિકશાસ્ત્રી. જન્મનું નામ વિલિયમ થૉમસન હતું. પ્રાથમિક શિક્ષણ તેમના પિતા જેમ્સ થૉમસન જે ગણિતના…
વધુ વાંચો >કૅવેન્ડિશનો પ્રયોગ
કૅવેન્ડિશનો પ્રયોગ : આશરે 70 વર્ષની વૃદ્ધ વયે જર્મન વિજ્ઞાની હેન્રી કૅવેન્ડિશે, ગુરુત્વાકર્ષણના અચળાંક Gનું મૂલ્ય મેળવી તેની ઉપરથી પૃથ્વીનું ઘટત્વ કે ઘનતા ρ (ગ્રીક મૂળાક્ષર રો) નક્કી કરવા કરેલો એક અતિ શ્રમયુક્ત અને ચોકસાઈભર્યો પ્રયોગ. ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમ અનુસાર M અને m દળ કે દ્રવ્યમાન ધરાવતા, એકબીજાથી d અંતરે…
વધુ વાંચો >કૅવેન્ડિશ – હેન્રી સર
કૅવેન્ડિશ, હેન્રી સર (જ. 10 ઑક્ટોબર 1731, નીસ, ફ્રાન્સ; અ. 24 ફેબ્રુઆરી 1810, લંડન) : અંગ્રેજ ભૌતિકશાસ્ત્રી તેમજ રસાયણશાસ્ત્રી લૉર્ડ ચાર્લ્સ કૅવેન્ડિશના પુત્ર. 1742થી 1749 સુધી હૅકનીની શાળામાં અભ્યાસ કરી, 1749માં કેમ્બ્રિજના પીટરહાઉસમાં દાખલ થયા; પરંતુ સ્નાતકની પદવી મેળવ્યા વગર જ તે છોડી દીધું. હાઇડ્રોજન વાયુ કે જ્વલનશીલ (inflammable) હવાની…
વધુ વાંચો >કેશાકર્ષણ
કેશાકર્ષણ (capillarity) : ખૂબ નાના વ્યાસ (diameter) કે વેહ(bore)વાળી, બંને છેડે ખુલ્લી કેશનળી(capillary tube)ને, પ્રવાહીમાં ઊર્ધ્વ રાખતાં નળીમાંના પ્રવાહીની સપાટી, બહારના પ્રવાહીની સપાટી કરતાં ઊંચી કે નીચી હોવાની એક ભૌતિક ઘટના. આ ગુણધર્મ દર્શાવતી નળીને, લૅટિન ભાષાના શબ્દ capilla (= વાળ જેવી) ઉપરથી, કેશનળી કહે છે. કેશાકર્ષણની ઘટના પ્રવાહીના પૃષ્ઠ-તણાવ(surface…
વધુ વાંચો >કોઠારી – દોલતસિંહ
કોઠારી, દોલતસિંહ (જ. 6 જુલાઈ 1906, ઉદેપુર; અ. 4 ફેબ્રુઆરી 1993, જયપુર) : ભારતની સ્વાતંત્ર્યોત્તર પેઢીના બહુમુખી પ્રતિભાશાળી ભૌતિકવિજ્ઞાની અને શિક્ષણશાસ્ત્રી. તેમણે ઉદેપુર અને ઇંદોર ખાતે શાલેય શિક્ષણ લીધું. ઉદેપુરના મહારાજા તરફથી ખાસ શિષ્યવૃત્તિ મળતાં ઉચ્ચ શિક્ષણ માટે તેમણે અલ્લાહાબાદ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો. ત્યાંથી ભૌતિકવિજ્ઞાનના વિષયમાં એમ.એસસી.ની ઉપાધિ પ્રાપ્ત કરી. …
વધુ વાંચો >