એરચ મા. બલસારા

ગાઉસ, કાર્લ ફ્રેડરિક

ગાઉસ, કાર્લ ફ્રેડરિક (જ. 30 એપ્રિલ 1777, બ્રન્સ્વિક, જર્મની; અ. 23 ફેબ્રુઆરી 1855, ગોટિન્જન, હેનોવર, જર્મની) : જગતના આજ પર્યંતના ઇતિહાસના શ્રેષ્ઠ ગણિતશાસ્ત્રી. સંખ્યાગણિત, સાંખ્યિકી, ખગોળ, સંકરચલનાં વિધેયોનું વિશ્લેષણ, યુક્લિડીયેતર ભૂમિતિ, અતિભૌમિતિક શ્રેઢીઓ (hypergeometric series), વીજચુંબકત્વ ને વિકલનભૂમિતિ (differential geometry) જેવી ગણિતની વિવિધ શાખાઓમાં પાયાનું અને વિપુલ પ્રદાન કરી જનાર…

વધુ વાંચો >

ગાઉસનો પ્રમેય

ગાઉસનો પ્રમેય (Gauss’s Theorem) : સ્થિર વિદ્યુત (static electricity) અંગેનો એક પ્રમેય. તેના વડે વૈદ્યુત તીવ્રતા (electric intensity), યાંત્રિક બળ (mechanical force) તથા વૈદ્યુત ક્ષેત્રના એકમ ઘનફળમાં સંગૃહીત થતી ઊર્જા મેળવી શકાય છે. પ્રમેયનું કથન નીચે પ્રમાણે છે : ‘બંધ સપાટી ઉપરનું લંબ દિશામાંનું કુલ વૈદ્યુત પ્રેરણ (Total Normal Electric…

વધુ વાંચો >

ગાબૉર, ડેનિસ

ગાબૉર, ડેનિસ (જ. 5 જૂન, 19૦૦, બુડાપેસ્ટ, હંગેરી; અ. 8 ફેબ્રુઆરી, 1979, લંડન) : હંગેરીમાં જન્મેલ ઇલેક્ટ્રિકલ ઇજનેર અને 1971ના ભૌતિકશાસ્ત્રના નોબેલ પારિતોષિકવિજેતા. આ પારિતોષિક તેમની હોલૉગ્રાફીની શોધ માટે મળ્યું હતું; તેમાં લેન્સનો ઉપયોગ કર્યા વગર ત્રિ-પરિમાણમાં છબી મેળવી શકાય છે અને તેના ઘણા બધા ઉપયોગ છે. 1927થી બર્લિનમાં આવેલી…

વધુ વાંચો >

ગાલ્વાની, લૂઈજી

ગાલ્વાની, લૂઈજી (જ. 9 સપ્ટેમ્બર 1737, બલોન્યા, પેપલ સ્ટેટ્સ; અ. 4 ડિસેમ્બર 1798, પ્રજાસત્તાક સિસૅલપાઇન) : ઇટાલિયન ભૌતિકશાસ્ત્રી અને તબીબ. પ્રાણી-માંસપેશીમાં રહેલી જે વિદ્યુત અંગે પોતે કલ્પના કરી હતી તેના પ્રકાર તથા તેની અસરો વિશે તેમણે નિરીક્ષણ કર્યું હતું. તેમની શોધખોળ ‘વૉલ્ટેઇક પાઇલ’ તરીકે ઓળખાતા એક પ્રકારના વિદ્યુતકોષ (battery) પ્રતિ…

વધુ વાંચો >

ગિબ્ઝ, જોસિયા વિલાર્ડ

ગિબ્ઝ, જોસિયા વિલાર્ડ (જ. 11 ફેબ્રુઆરી 1839, ન્યૂહેવન, કનેક્ટિક્ટ, અમેરિકા; અ. 28 એપ્રિલ 1903, ન્યૂહેવન) : સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી તથા રસાયણશાસ્ત્રી. તેમની વીસમી સદીના અંતભાગમાં અમેરિકાના એક મહાન વિજ્ઞાની તરીકે ગણના થઈ હતી. ઉષ્માગતિશાસ્ત્ર(thermodynamics)નો ઉપયોગ કરીને તેમણે ભૌતિક રસાયણવિજ્ઞાન(physical chemistry)ના ખાસ્સા મોટા ભાગનું પ્રયોગસિદ્ધ (empirical) વિજ્ઞાનમાંથી આનુમાનિક (deductive) વિજ્ઞાનમાં રૂપાંતર કર્યું…

વધુ વાંચો >

ગિયોહમ, શાર્લ આયદવાર

ગિયોહમ, શાર્લ આયદવાર (જ. 15 ફેબ્રુઆરી 1861, ફલરિએ, સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 13 જૂન 1938, સેવ્ર, ફ્રાન્સ) : સ્વિસ ભૌતિકશાસ્ત્રી અને 1920ના ભૌતિકશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિક-વિજેતા. તેમના પિતા ઘડિયાળી હતા. પ્રારંભિક શિક્ષણ ન્યુશાતેમાં લઈ 1878માં ઝૂરિકની પૉલિટેકનિકમાં પ્રવેશ મેળવી ત્યાંથી પીએચ.ડી. થયા, આર્ટિલરીના અફસર તરીકે લશ્કરમાં જોડાયા. ટૂંકી લશ્કરી કારકિર્દી દરમિયાન યંત્રશાસ્ત્ર…

વધુ વાંચો >

ગિલ્બર્ટ (ગિલબર્ડ) વિલિયમ

ગિલ્બર્ટ (ગિલબર્ડ), વિલિયમ (જ. 24 મે 1544, કૉલચેસ્ટર, ઇસેક્સ, ઇંગ્લૅન્ડ; અ. 10 ડિસેમ્બર 1603, કૉલચેસ્ટર) : ચુંબકશાસ્ત્ર- (magnetism)માં સંશોધનની પહેલ કરનાર અંગ્રેજ તબીબ. કૉલચેસ્ટરના વિલિયમ તરીકે પણ ઓળખાય છે. રાણી ઇલિઝાબેથ પહેલાંના શાસનકાળમાં ખૂબ વિખ્યાત વિજ્ઞાની તરીકે જાણીતા હતા. તબીબી શિક્ષણ લીધા પછી લંડનમાં ઠરીઠામ થઈ, ગિલબર્ટે 1573માં તબીબી વ્યવસાય…

વધુ વાંચો >

ગુપ્ત ઉષ્મા (latent heat)

ગુપ્ત ઉષ્મા (latent heat) : તાપમાનના કોઈ પણ જાતના ફેરફાર સિવાય, પદાર્થનું ઘન સ્વરૂપમાંથી પ્રવાહી અથવા પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર કરવા માટેની જરૂરી ઉષ્મા. રૂપાંતરની સમગ્ર પ્રક્રિયા દરમિયાન તાપમાન અચળ રહેતું હોવાથી, પદાર્થને આપવામાં આવતી આ ઉષ્મા થરમૉમિટર ઉપર નોંધાતી નથી; તેથી તેને ‘ગુપ્ત’ ઉષ્મા કહે છે. ઘનમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર…

વધુ વાંચો >

ગૅમા કિરણો (gamma rays)

ગૅમા કિરણો (gamma rays) : રેડિયોઍક્ટિવ કિરણોત્સારના ત્રણ ઘટકો – આલ્ફા (α); બીટા (β) અને ગૅમા (γ) કિરણોમાંનો એક ઘટક. તેની શોધ વિલાર્ડે 1900માં કરી હતી. તેના એક વર્ષ અગાઉ એટલે કે 1899માં આલ્ફા તેમજ બીટાની શોધ થઈ હતી. રેડિયોઍક્ટિવ વિકિરણના માર્ગને કાટખૂણે પ્રબળ ચુંબકીય ક્ષેત્ર લગાડતાં, ગૅમા કિરણો વંકાતાં…

વધુ વાંચો >

ગેલ-માન, મરે

ગેલ-માન, મરે (જ. 15 સપ્ટેમ્બર 1929, ન્યૂયૉર્ક સિટી; અ. 24 મે 2019, સાન્તા ફે, ન્યૂ મેક્સિકો, યુ. એસ.) : અમેરિકન ભૌતિકશાસ્ત્રી અને 1969ના ભૌતિકશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિક વિજેતા. ઉપ-પરમાણ્વીય કણ(subatomic particles)ના વર્ગીકરણ અને તેમની વચ્ચે થતી આંતરક્રિયા (interactions) માટેના તેમના કાર્ય માટે આ પારિતોષિક મળ્યું હતું. 15 વર્ષની વયે યેલ…

વધુ વાંચો >