એરચ મા. બલસારા

કોણીય વેગમાન

કોણીય વેગમાન (angular momentum) : રેખીય ગતિમાં રેખીય વેગમાન (p)ના જેવી જ, ભ્રમણગતિ(rotational motion)ની એક ભૌતિક રાશિ. જેમ રેખીય ગતિ બળ(F)ને લઈને ઉત્પન્ન થતી હોય છે તેમ આપેલા અક્ષ ઉપરની કોઈ પદાર્થની ભ્રમણગતિ બે સરખાં અને પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતાં બળની જોડને કારણે ઉદભવતી હોય છે. આ બળની જોડને ‘ટૉર્ક’…

વધુ વાંચો >

ક્યુરી તાપમાન/ક્યુરીબિંદુ

ક્યુરી તાપમાન/ક્યુરીબિંદુ : લોહચુંબકીય (ferromagnetic) પદાર્થને ગરમ કરતાં તેમાં રહેલું કાયમી ચુંબકત્વ અર્દશ્ય થાય તે તાપમાન. પદાર્થ ઠંડો પડતાં ફરી પાછું પોતાનું ચુંબકત્વ પ્રાપ્ત કરે છે. આ ઘટનાની સૌપ્રથમ નોંધ પિયેર ક્યુરીએ લીધી હતી. જે પદાર્થો ચુંબક પ્રતિ પ્રબળ આકર્ષણ ધરાવતા હોય અને જેમનું ચુંબકના (magnetisation) કરી શકાતું હોય તેમને…

વધુ વાંચો >

ક્યુરી પિયેર

ક્યુરી, પિયેર (જ. 15 મે 1859, પૅરિસ; અ. 19 એપ્રિલ 1906, પૅરિસ) : ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રી. પત્ની માદામ ક્યુરી તથા આંરી (Henri) બૅકરલ સાથે સંયુક્ત ભાગીદારીમાં રેડિયો-ઍક્ટિવિટીની શોધ માટે તેમને  1903માં ભૌતિકશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. 1894ની વસંતઋતુમાં પોલૅન્ડના વૉર્સોમાં સ્ક્લોદોવ્સ્કા (પછીથી મેરી ક્યુરી) સાથે પરિચયમાં આવ્યા અને બીજા…

વધુ વાંચો >

ક્યુરી મેરી

ક્યુરી, મેરી (જ. 7 નવેમ્બર 1867, વૉર્સો, પોલૅન્ડ; અ. 4 જુલાઈ 1934, પૅરિસ) : રસાયણ અને ભૌતિકશાસ્ત્રનાં પ્રસિદ્ધ ફ્રેન્ચ મહિલા વિજ્ઞાની. જન્મનામ મેનિયા સ્ક્લોદોવ્સ્કા. પોલોનિયમ તથા રેડિયમ નામનાં બે રેડિયોઍક્ટિવ તત્વોના શોધક તથા 1903માં ભૌતિકશાસ્ત્રમાં તેમજ 1911માં રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કારવિજેતા. 1903માં તેમના પતિ પિયેર ક્યુરી તથા વિજ્ઞાની આંરી (Henri) બૅકરલ…

વધુ વાંચો >

ક્રૂક્સ, વિલિયમ (સર)

ક્રૂક્સ, વિલિયમ (સર) (જ. 17 જૂન 1832; લંડન, ઇંગ્લૅન્ડ; અ. 4 એપ્રિલ 1919, લંડન, ઇંગ્લૅન્ડ) : ઓગણીસમી સદીના અંતભાગમાં ભૌતિકશાસ્ત્ર તેમજ રસાયણશાસ્ત્રમાં શોધાયેલાં અનેક નવાં ક્ષેત્રોમાં પ્રદાન કરનાર અંગ્રેજ પ્રાયોગિક વિજ્ઞાની (experimentalist). 1950માં ફોટોગ્રાફીની પ્રક્રિયામાં તેમણે કરેલું અન્વેષણ વર્ણપટવિદ્યા-(spectroscopy)ની નવી શાખાના તેમના કાર્ય માટે પ્રેરક બન્યું હતું. તેની તકનીકનો ઉપયોગ…

વધુ વાંચો >

ક્ષય-અચલાંક

ક્ષય-અચલાંક (decay constant) : રેડિયોઍક્ટિવિટીની ઘટનામાં ઉદભવતો એક અચલાંક. પરમાણુની નાભિ(nucleus)માં ધનવિદ્યુતભારિત પ્રોટૉન અને વિદ્યુતભારરહિત ન્યૂટ્રૉન આવેલા છે જે ન્યૂક્લિયૉનના સંયુક્ત નામે ઓળખાય છે. ન્યૂક્લિયસમાં બે પ્રકારનાં ન્યૂક્લીય બળો ઉદભવતાં હોય છે : (1) બે પ્રોટૉન વચ્ચે લાગતું ગુરુ-અંતરી (long range) અપાકર્ષણનું કુલંબીય બળ; (2) બે પ્રોટૉન કે બે ન્યૂટ્રૉન…

વધુ વાંચો >

ગન અસર

ગન અસર (Gunn effect) : કેટલાક અર્ધવાહક (semi-conductor) પદાર્થમાંથી વહેતી વીજધારા(electric current)ના ઉચ્ચ આવૃત્તિવાળા દોલન દ્વારા, માઇક્રોવેવ તરીકે ઓળખાતા એક પ્રકારના ટૂંકા રેડિયોતરંગો ઉત્પન્ન કરતી અસર. ઘન-અવસ્થા ભૌતિકશાસ્ત્ર(solid-state physics)ની ગન ડાયૉડ તરીકે ઓળખાતી પ્રયુક્તિ(device)માં તેનો ઉપયોગ કરવામાં આવે છે. જે. બી. ગન નામના વિજ્ઞાનીએ 1960ના પ્રારંભે આ અસરની શોધ કરી…

વધુ વાંચો >

ગલનબિંદુ

ગલનબિંદુ (melting point) : ઘન પદાર્થ પીગળવાની શરૂઆત કરે અને પ્રવાહીરૂપ ધારણ કરે તે તાપમાન. ઘન પદાર્થનું સમગ્રપણે પ્રવાહીમાં રૂપાંતર (transformation) થતું રહે ત્યાં સુધી આ તાપમાન અચળ રહેતું હોય છે અને પદાર્થને ઉષ્મા આપવા છતાં તે ઉષ્મા થરમૉમિટર ઉપર નોંધાતી નથી. આમ ગલનબિંદુ તાપમાને પીગળી રહેલા ઘન પદાર્થને આપવામાં…

વધુ વાંચો >

ગાઇગર-મુલર ગણક

ગાઇગર-મુલર ગણક (Geiger-Mટller counter) : બીટા-કણ અને બ્રહ્માંડ કિરણો (cosmic rays) જેવાં વિકિરણની તીવ્રતા (intensity) માપવા માટેનું ઉપકરણ. હાન્સ ગાઇગર અને વિલ્હેલ્મ મુલર નામના બે જર્મન ભૌતિકશાસ્ત્રીઓની આ શોધ હોવાથી, ઉપકરણનું નામાભિધાન તેમનાં નામ ઉપરથી કરવામાં આવેલું છે. તેનો ઉપયોગ પ્રયોગશાળાના એક સાધન તરીકે, રેડિયોઍક્ટિવ ખનિજની શોધ માટેનો, ધાતુનાં પતરાંનો…

વધુ વાંચો >

ગાઇગર, હાન્સ વિલ્હેલ્મ

ગાઇગર, હાન્સ વિલ્હેલ્મ (જ. 30 સપ્ટેમ્બર 1882, નૉઇ-સ્ટાટ-એન ડર-હાર્ટ; અ. 24 સપ્ટેમ્બર 1945, પોટ્સડૅમ) : ન્યૂક્લિયર વિજ્ઞાનમાં પાયાના સંશોધન તથા ગાઇગર કાઉન્ટર ઉપકરણની શોધ માટે વિખ્યાત જર્મન ભૌતિકશાસ્ત્રી. આ ઉપકરણ દ્વારા ગાઇગરે આલ્ફા તથા બીટા કણો શેના બનેલા છે તેની શોધ કરી. વિજ્ઞાની અર્નેસ્ટ રુધરફર્ડની સાથે 1930માં દર્શાવ્યું કે આલ્ફા…

વધુ વાંચો >