એરચ મા. બલસારા

અંતિમ વેગ

અંતિમ વેગ (terminal velocity) : તરલ(વાયુ કે પ્રવાહી)માં મુક્ત રીતે અધોદિશામાં પ્રયાણ કરતા પદાર્થે ધારણ કરેલો અચળ (constant) વેગ. પદાર્થને સ્થિર સ્થિતિમાંથી પૃથ્વી પર પડવા દેવામાં આવે ત્યારે તેના ઉપર અધોદિશામાં ગુરુત્વાકર્ષણબળ અને ઊર્ધ્વ દિશામાં હવાનું અવરોધક બળ લાગે છે. આ રીતે પતન કરતા પદાર્થનો વેગ વધતાં વધતાં છેવટે અચળ…

વધુ વાંચો >

આયનન-કક્ષ

આયનન-કક્ષ (Ionisation Chamber) : વિકિરણ(radiation)ની તીવ્રતા નક્કી કરવા અથવા વિદ્યુતભારયુક્ત કણોની ગણતરી કરવા માટે વપરાતું એક અભિજ્ઞાપક (detector). તેની રચનામાં વાયુથી ભરેલા એક નળાકારની અક્ષની દિશામાંથી પસાર થતો એક તાર હોય છે. તારની સાપેક્ષ નળાકારની દીવાલને ઋણ વોલ્ટતા (voltage) આપીને વિદ્યુતક્ષેત્ર નિભાવવામાં આવે છે. ફોટૉન કે વિદ્યુતભારયુક્ત કણ કક્ષમાં પ્રવેશે…

વધુ વાંચો >

આર્કિમીડીઝનો સિદ્ધાંત

આર્કિમીડીઝનો સિદ્ધાંત : આર્કિમીડીઝે શોધેલો ભૌતિક વિજ્ઞાનનો ઉત્પ્લાવન(buoyancy)નો નિયમ. આ નિયમ અનુસાર સ્થિર તરલ-(fluid-વાયુ કે પ્રવાહી)માં, કોઈ પણ વસ્તુને સંપૂર્ણત: કે અંશત: ડુબાડતાં, તેની ઉપર ઊર્ધ્વ દિશામાં એક ઉત્પ્લાવક બળ (buoyant force) લાગે છે; જેની માત્રા (magnitude) વસ્તુ વડે સ્થળાંતરિત થતા તરલના વજન જેટલી હોય છે. સંપૂર્ણત: ડુબાડેલી વસ્તુ માટે…

વધુ વાંચો >

આલ્વારેઝ, લૂઈ વૉલ્ટર

આલ્વારેઝ, લૂઈ વૉલ્ટર (જ. 13 જૂન 1911, સાનફ્રાંસિસ્કો; અ. 1 સપ્ટેમ્બર 1988) : ઉચ્ચ ઊર્જા ભૌતિકશાસ્ત્રમાં વિશિષ્ટ પ્રદાન માટે 1968નું નોબેલ પારિતોષિક મેળવનાર અને પ્રાયોગિક ભૌતિકશાસ્ત્ર વિષયના નિષ્ણાત અમેરિકન. શિકાગો યુનિવર્સિટીમાંથી બી.એસ. (1932), એમ.એસ. (1934) અને કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.(1936)ની ઉપાધિઓ મેળવીને કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાં સંશોધન મદદનીશ તરીકે કારકિર્દીની શરૂઆત કરીને 1945માં…

વધુ વાંચો >

આલ્વેન હાનેસ

આલ્વેન, હાનેસ (જ. 30 મે 1908, નૉરકૂપિંગ સ્વીડન; અ. 2 એપ્રિલ 1995) : ભૌતિક ખગોળશાસ્ત્રી. પ્લાઝ્મા ભૌતિકશાસ્ત્રની આગવી શાખાની સ્થાપના માટે પાયાનું પ્રદાન કરવા માટે ફ્રાન્સના લુઈ નીલ સાથે 1970ના નોબેલ પુરસ્કાર વિજેતા. 1934માં અપ્સલા યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. 1940માં સ્ટૉકહોમની ‘રૉયલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી’માં પ્રાધ્યાપક તરીકે જોડાયા. 1967થી કૅલિફૉર્નિયા…

વધુ વાંચો >

આવર્તક ગતિ

આવર્તક ગતિ (periodic motion) : સમયના એકસરખા અંતરાલ(interval)માં પુનરાવર્તન કરતી ગતિ. પાણીની સપાટી ઉપરના તરંગોની, ગતિમય ઝૂલાની, દીવાલ પરના ઘડિયાળના લોલકની, પૃથ્વીની સૂર્યને ફરતી તેની કક્ષા(orbit)માંની ગતિ, કંપિત સ્વરિત દ્વિ-ભુજ(vibrating tuning fork)ની ગતિ વગેરે આવી ગતિનાં ઉદાહરણો છે. પ્રત્યેક કિસ્સામાં એક પુનરાવૃત્ત ગતિ કે એક આવર્તન (cycle) માટેના સમયગાળાને આવર્તક…

વધુ વાંચો >

આવર્ધન

આવર્ધન (magnification) : પ્રકાશશાસ્ત્ર (optics) અનુસાર વસ્તુ અને તેના પ્રતિબિંબના રેખીય(linear) કદનું તુલનાત્મક ગુણોત્તર. આવર્ધન, એ પ્રકાશીય અક્ષ(optical axis)ને લંબ સમતલોમાં માપવામાં આવતી પ્રતિબિંબની લંબાઈ અને વસ્તુની લંબાઈનો ગુણોત્તર છે. તેને પાર્શ્વીય (lateral) અથવા તિર્યક્ (transverse) આવર્ધન પણ કહે છે. રેખીય આવર્ધનનું ઋણાત્મક મૂલ્ય ઊંધા પ્રતિબિંબ(inverted image)નો નિર્દેશ કરે છે.…

વધુ વાંચો >

આવૃત્તિ

આવૃત્તિ (frequency) : કોઈ આવર્તક ઘટના એકમ સમયમાં કેટલાં પૂરાં આવર્તન કરે છે તે દર્શાવતો આંક. ભૌતિકશાસ્ત્રમાં માધ્યમના કોઈ નિશ્ચિત બિંદુ આગળથી એક સેકન્ડમાં કેટલા તરંગો પસાર થાય છે તે દર્શાવતો આંક. આવૃત્તિ એ તરંગનું એક મુખ્ય અભિલક્ષણ છે. એ બધા જ પ્રકારના તરંગો(ધ્વનિ, પ્રકાશ, યાંત્રિક વગેરે)ને સ્પર્શે છે. તે…

વધુ વાંચો >

આંતરિક ઊર્જા

આંતરિક ઊર્જા (internal energy) : વિશ્વની કોઈ નિરાળી પ્રણાલી(isolated system)માંના અણુઓમાં સમાયેલી સ્થિતિજ (potential) અને ગતિજ (kinetic) ઊર્જાઓ. આવી પ્રણાલીમાંના અણુઓની સ્થાનાંતરીય (translational), કંપનીય (vibrational), ઇલેક્ટ્રૉનિક (electronic) અને ન્યૂક્લિયર (nuclear) ઊર્જાને આંતરિક ઊર્જા કહે છે. નિરાળી પ્રણાલીમાંની ઊર્જા નિયત (constant) હોય છે; કારણ કે આ પ્રણાલીમાં બહારથી ઊર્જા દાખલ થઈ…

વધુ વાંચો >

ઇલેકટ્રોનનું કાર્યફલન

ઇલેકટ્રોનનું કાર્યફલન (electronic work function) : ફર્મિ ઊર્જા જેટલી ઊર્જા ધરાવતા ઇલેકટ્રોનને ધાતુમાંથી, શૂન્યાવકાશ સ્તરને અનુરૂપ ઊર્જાસ્તર સુધી લાવવા માટેની જરૂરી ઊર્જા. આમ ઇલેકટ્રોન કાર્યફલનનાં પરિમાણ, ઊર્જાનાં પરિમાણ જેવાં છે. અર્ધવાહક (semiconductor) અને અવાહક (insulator) માટે ઇલેકટ્રોન કાર્યફલનની વ્યાખ્યા થોડીક જુદી છે. ઘન પદાર્થનું ઉષ્મીય ઉત્સર્જન (thermionic emission) નક્કી કરવા…

વધુ વાંચો >