એરચ મા. બલસારા

બૅકેરલ, આન્ત્વાં આંરી

બૅકેરલ, આન્ત્વાં આંરી (જ. 15 ડિસેમ્બર 1852, પૅરિસ; અ. 25 ઑગસ્ટ 1908, લ કર્વાશિક, ફ્રાન્સ) : 1903ની સાલના ભૌતિકશાસ્ત્રના નોબેલ પારિતોષિક વિજેતા. સ્વયંસ્ફુરિત રેડિયો સક્રિયતા(spontaneous radioactivity)ની તેમની શોધની કદર રૂપે આ પારિતોષિક અર્પણ કરવામાં આવ્યું હતું. તેમના દાદા, નૅપોલિયન બોનાપાર્ટના સમયમાં એક નામાંકિત ભૌતિકશાસ્ત્રી હતા; તેમના પિતાએ આ કૌટુંબિક પરંપરા…

વધુ વાંચો >

બેથે, હાન્સ આલ્બ્રેક્ટ

બેથે, હાન્સ આલ્બ્રેક્ટ (જ. 2 જુલાઈ 1906, સ્ટ્રાસબર્ગ, જર્મની) : 1967ના વર્ષના ભૌતિકશાસ્ત્ર વિષયના નોબેલ પારિતોષિકવિજેતા. આ પારિતોષિક તેમને તેમના ન્યૂક્લિયર પ્રક્રિયાઓના સિદ્ધાંતના પ્રદાન માટે મળ્યું હતું – વિશેષત: તારાઓમાં ઉત્પન્ન થતી ઊર્જા અંગેની તેમની શોધ માટે. બેથે સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી હતા. મ્યૂનિક યુનિવર્સિટીમાંથી 1928માં પીએચ.ડીની ઉપાધિ મેળવી અને મ્યૂનિક તથા…

વધુ વાંચો >

બોથે, વૉલથેર વિલહેમ જ્યૉર્જ ફ્રાન્ઝ

બોથે, વૉલથેર વિલહેમ જ્યૉર્જ ફ્રાન્ઝ (જ. 8 જાન્યુઆરી 1891, ઓરાનીઅનબર્ગ, પૂર્વ જર્મની; અ. 8 ફેબ્રુઆરી 1957, હાઇડલબર્ગ) : મૅક્સ બૉર્નની સાથે 1954ના ભૌતિકશાસ્ત્રના નોબેલ પ્રાઇઝના સંયુક્ત વિજેતા. આ ઇનામ ઉપ-પારમાણ્વિક (sub-atomic) કણોને શોધી કાઢવા માટેની એક નવી રીતની શોધ તથા તેને લગતી અન્ય શોધ માટે આપવામાં આવ્યું હતું. બીજા વિશ્વયુદ્ધ…

વધુ વાંચો >

બૉર્ન, મૅક્સ

બૉર્ન, મૅક્સ (જ. 11 ડિસેમ્બર 1882, બ્રેસલાઉ, જર્મની (હવે પૉલેન્ડનું રોકલૉ); અ. 5 જાન્યુઆરી 1970, ગોટિનજેન, જર્મની) : બોથેની સાથે 1954ના ભૌતિકશાસ્ત્રના નોબેલ પારિતોષિકના સંયુક્ત વિજેતા. આ પારિતોષિક ક્વૉન્ટમ યંત્રશાસ્ત્રમાં તેમના પાયાના સંશોધન અને વિશેષત: તો તરંગવિધેય(wave function)ના તેમના આંકડાકીય (statistical) અર્થઘટન માટે અર્પણ કરવામાં આવ્યું હતું. તેમના આ કાર્યથી…

વધુ વાંચો >

બૉહર, આગે નીલ્સ

બૉહર, આગે નીલ્સ (જ. 19 જૂન 1922, કૉપનહેગન) : 1975ની સાલના ભૌતિકશાસ્ત્રના નોબેલ પારિતોષિકવિજેતા. પારમાણ્વિક નાભિમાં થતી સામૂહિક ગતિ અને કણગતિ વચ્ચે સંબંધ મેળવી, તેની ઉપરથી પારમાણ્વિક નાભિના બંધારણ માટેના સિદ્ધાંત અંગેના તેમના સંશોધનકાર્ય માટે આ પારિતોષિક આપવામાં આવ્યું હતું. નોબેલ પારિતોષિકવિજેતા જિન્સ બૉહરના તેઓ પુત્ર છે. લંડનના ‘સાયન્ટિફિક ઍન્ડ…

વધુ વાંચો >

બૉહર, નીલ્સ (હેન્રિક ડેવિડ)

બૉહર, નીલ્સ (હેન્રિક ડેવિડ) (જ. 7 ઑક્ટોબર 1885, કોપનહેગન; અ. 18 નવેમ્બર 1962, કોપનહેગન) : 1922ના ભૌતિકશાસ્ત્રના નોબેલ પારિતોષિકના વિજેતા. પરમાણુના બંધારણ તથા તેમાંથી ઉત્સર્જિત થતા વિકિરણના સંશોધન માટે આ પારિતોષિક તેમને એનાયત થયું હતું. બૉહર શરીરવિજ્ઞાન(physiology)ના પ્રાધ્યાપકના પુત્ર હતા અને તેમનો ઉછેર એક શૈક્ષણિક કૌટુંબિક વાતાવરણમાં થયો હતો. શૈક્ષણિક…

વધુ વાંચો >