ઉદ્યોગ વ્યાપાર અને વ્યવસ્થાપન
સંચાલનીય અંકુશ
સંચાલનીય અંકુશ : કોઈ પણ ધંધાકીય કે બિનધંધાકીય સંગઠનમાં સત્તાની સોંપણીને આધારે સંચાલકો દ્વારા સતત ચકાસણીનું અને કાબૂ કેળવવાનું કાર્ય. તે વ્યક્તિના જૂથના કે વ્યવસ્થાતંત્રના વર્તન ઉપર અસર પાડવાની પ્રક્રિયા છે. તે લક્ષ્ય નક્કી કરવાની, સાધનો મેળવવાની, સંકલન કરવાની, સહકારવૃત્તિને ઉત્તેજન આપવાની, માહિતીસંચાર જાળવવાની, વિવિધ કાર્યો વચ્ચે સમતુલા જાળવવાની અને…
વધુ વાંચો >સંપત્તિ
સંપત્તિ : બજારકિંમત હોય તેવી દરેક પ્રકારની મૂર્ત અને અમૂર્ત ધનદોલત. વાણિજ્ય અને અર્થશાસ્ત્રમાં સંપત્તિનાં ચાર મુખ્ય લક્ષણો ગણવામાં આવ્યાં છે : (1) જે વસ્તુમાં માનવીની જરૂરિયાત સંતોષવાનાં ગુણ યા ક્ષમતા (ઉપયોગિતા) હોય, (ii) જે જોઈતા પ્રમાણમાં તથા જ્યાં તેનો ખપ હોય ત્યાં મેળવવા માટે શ્રમ કરવો પડતો (શ્રમપ્રાપ્યતા) હોય,…
વધુ વાંચો >સંપત્તિવેરો
સંપત્તિવેરો : કરદાતાની સંચિત ચોખ્ખી મિલકત (accumulated/net wealth) ઉપર લેવામાં આવતો વાર્ષિક વેરો. પ્રત્યેક આકારણી-વર્ષ (assessment year) માટે કરદાતાની સંપત્તિનું નિર્ધારણ કરીને તેની પાસેથી સંપત્તિવેરો વસૂલ કરવામાં આવે છે. કરદાતા, પોતાના ઉપર લાગુ પડતા આ વેરાનું ભારણ (incidence of tax), કોઈ અન્ય વ્યક્તિ ઉપર ખસેડી (shift) કરી શકતો નથી, તેથી…
વધુ વાંચો >સંયુક્ત ક્ષેત્ર
સંયુક્ત ક્ષેત્ર : જાહેર ક્ષેત્રની સંસ્થાએ આર્થિક હેતુઓ માટે ખાનગી ક્ષેત્ર સાથે શૅરમૂડીની ભાગીદારીમાં સ્થાપેલ અલગ કંપની અથવા સહકારી મંડળી. કેન્દ્ર, રાજ્ય અથવા તો સ્થાનિક સરકારી સંસ્થા 100 ટકા શૅરમૂડીરોકાણ કરીને જે અલગ કંપનીની સ્થાપના કરે છે તેને જાહેર ક્ષેત્રની કંપની તરીકે ઓળખવામાં આવે છે. તેનો વહીવટ તેને સ્થાપનાર સંસ્થાના…
વધુ વાંચો >સંરક્ષણવાદ (protectionism)
સંરક્ષણવાદ (protectionism) : મુક્ત આંતરરાષ્ટ્રીય વ્યાપારને કારણે ઉદ્ભવતી હરીફાઈ સામે દેશના (home) ઉદ્યોગો ટકી શકે તે માટે અથવા તેમના વિકાસને ઉત્તેજન આપવાના વિશિષ્ટ હેતુથી દાખલ કરવામાં આવતી વ્યાપારનીતિ. તે દેશની વાણિજ્યનીતિનો એક અગત્યનો ભાગ હોય છે. તે બે રીતે દાખલ કરવામાં આવતી હોય છે : (1) દેશના ઉત્પાદકોને આર્થિક મદદ…
વધુ વાંચો >સંસ્થાનવાદ
સંસ્થાનવાદ : બીજા દેશના પ્રદેશો મેળવવા અથવા પોતાના પ્રભાવ હેઠળ બળપૂર્વક લાવી, તેનો ઉપયોગ પોતાના વેપારી, ઔદ્યોગિક કે રાજકીય સ્વાર્થ માટે કરવાની પ્રક્રિયા. યુરોપના દેશોના સાહસિક નાવિકોએ જ્યાં જ્યાં ભૂમિપ્રવેશ મેળવ્યો, ત્યાં ત્યાં પોતાની વસાહતો ઊભી કરી અને સંસ્થાનો સ્થાપ્યાં. તેમની આ પ્રવૃત્તિએ તેમને અમેરિકા, આફ્રિકા અને એશિયાના ઘણાખરા પ્રદેશો…
વધુ વાંચો >સામગ્રી-વ્યવસ્થાપન (materials management)
સામગ્રી-વ્યવસ્થાપન (materials management) : ઉત્પાદન માટે ખરીદેલા માલસામાન/સામગ્રીનું પાકો માલ તૈયાર થાય ત્યાં સુધી કરવામાં આવતું વ્યવસ્થાપન. સામગ્રી-વ્યવસ્થાપન હેઠળ પાકા માલ સિવાયની જંગમ ચીજોનું વ્યવસ્થાપન થાય છે. ‘નિર્ણયો લેવા અને તેનો અમલ કરવો’ તે વ્યવસ્થાપનનું કાર્યક્ષેત્ર છે તેથી સામગ્રી-વ્યવસ્થાપન હેઠળ પાકા માલ સિવાયની બધી જંગમ ચીજો અંગે નિર્ણયો લેવા અને…
વધુ વાંચો >સિત્યોતેર દેશોનું જૂથ
સિત્યોતેર દેશોનું જૂથ (G. 77 – Group of Seventyseven) : વ્યાપાર અને વિકાસ માટેનું વિકસતા દેશોએ રચેલું જૂથ. અન્કટાડ(UNCTAD – United Nations Conference on Trade and Development)ની 1964માં મળેલી પ્રથમ બેઠકના અંતે 15 જૂન, 1964ના રોજ સિત્યોતેર દેશોના જૂથનું નિર્માણ થયું. ભારત, બ્રાઝિલ, આર્જેન્ટીના, ડોમિનિકન રિપબ્લિક, ક્યૂબા, ઇજિપ્ત, દક્ષિણ આફ્રિકા,…
વધુ વાંચો >સિન્ડિકેટ-કાર્ટેલ
સિન્ડિકેટ–કાર્ટેલ : (1) સિન્ડિકેટ : વ્યક્તિ ભાગીદારી પેઢી અથવા કંપની જેવા બધા ધંધાકીય એકમો વચ્ચે કાયદેસરનું અસ્તિત્વ ધરાવ્યા વગરનું સામાન્ય હેતુથી – મુખ્યત્વે નફાના હેતુથી – અંદરોઅંદર સમજૂતી કરીને ખરીદી અને વેચાણોના કેન્દ્રીકરણવાળું સંગઠન; (2) કાર્ટેલ : સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી એકથી વધારે વ્યક્તિઓ ભાગીદારી પેઢીઓ અથવા કંપનીઓએ પોતપોતાના ઉત્પાદન અથવા…
વધુ વાંચો >