ઉદ્યોગ વ્યાપાર અને વ્યવસ્થાપન
વિકાસ-વળતર
વિકાસ-વળતર : આયકર અધિનિયમ 1961 હેઠળ નવાં યંત્રો અને વહાણોની ખરીદકિંમતના નિર્દિષ્ટ દરે ધંધાની કરપાત્ર આવકમાંથી આપવામાં આવતી કપાત. દેશના ઝડપી ઔદ્યોગિક વિકાસ માટે વિશ્વભરની સરકારો જાહેર વિત્તવ્યવસ્થા હેઠળ વિવિધ યુક્તિ-પ્રયુક્તિઓ અજમાવે છે. ભારત સરકારે પણ તેવી યુક્તિ-પ્રયુક્તિઓ અજમાવી છે. સીધા કરવેરા હેઠળ સરકારે આવકવેરા દ્વારા આવી પ્રયુક્તિ અજમાવી છે.…
વધુ વાંચો >વિચરણ-વિશ્લેષણ (variance-analysis)
વિચરણ-વિશ્લેષણ (variance-analysis) : ઉત્પાદિત વસ્તુની પ્રમાણ-પડતર (standard cost) અને વાસ્તવિક પડતર(actual cost)ના તફાવત/વિચરણનાં કારણો શોધવાની હિસાબીય (accounting) પ્રશાખાએ વિકસાવેલી પ્રક્રિયા. થયેલા નાણાકીય વ્યવહારોને નામું નોંધે છે અને તેનાં અર્થઘટન કરે છે. નામું, આમ વ્યવસ્થિત રીતે નોંધાયેલો, નાણાકીય ઇતિહાસ છે. આ ઇતિહાસ અને નિયત કરેલા ભાવિમાંનાં પરિવર્તનોની આગાહી ભેગા થઈને ભાવિ…
વધુ વાંચો >વિચલન-વિશ્લેષ્ણ (deviation analysis)
વિચલન-વિશ્લેષ્ણ (deviation analysis) : ઉત્પાદન કરવાની પ્રવૃત્તિઓનાં પૂર્વનિર્ધારિત ધોરણો સાથે સતત ચકાસણી કરીને નજરે પડેલા તફાવત/વિચલનનાં કારણો શોધવાની, સંચાલન-(management)-પ્રશાખાએ વિકસાવેલી પ્રક્રિયા. લભ્ય સાધનોનો વિવેકપુર:સરનો ઉપયોગ કરવા માટે સંચાલક સતત મથામણ કરતો હોય છે. સંચાલન વાસ્તવિકતા સાથે કામ પાડે છે. તેથી વિવેકના ભાવાત્મક ખ્યાલને વાસ્તવિક સ્વરૂપ આપવું પડે છે. ખરેખર કાર્ય-પ્રવૃત્તિ…
વધુ વાંચો >વિતરણ-માધ્યમ (distribution channels)
વિતરણ-માધ્યમ (distribution channels) : વસ્તુ તથા સેવાને ઉત્પાદકથી ગ્રાહક સુધી પહોંચાડવાની પ્રક્રિયામાં કાર્યશીલ સંસ્થા કે વ્યક્તિ. આ માધ્યમોમાં ઉત્પાદકના પ્રતિનિધિઓ, જથ્થાબંધ તેમજ છૂટક વ્યાપારીઓ, વિતરકો, દલાલો, આડતિયા, સનદ-ધારકો, પરવાનેદાર વગેરેનો સમાવેશ થાય છે. રૂઢિજન્ય વિતરણપદ્ધતિમાં ઉત્પાદક, જથ્થાબંધ વ્યાપારી, છૂટક વ્યાપારી અને ગ્રાહક તે ક્રમમાં વસ્તુની માલિકીનું હસ્તાંતર થાય છે. દરેક…
વધુ વાંચો >વિદેશી મૂડીરોકાણ
વિદેશી મૂડીરોકાણ : દેશમાં વિદેશી નાગરિકો અને સંસ્થાઓ દ્વારા કરવામાં આવતાં મૂડીરોકાણો. આ રોકાણોને ખાનગી વિદેશી મૂડીરોકાણો તરીકે પણ ઓળખવામાં આવે છે. વિદેશી મૂડીરોકાણો બે સ્વરૂપે થાય છે : (1) પ્રત્યક્ષ મૂડીરોકાણો (direct investment) : આ રોકાણો સામાન્ય રીતે કોઈક ઉત્પાદન કે આર્થિક પ્રવૃત્તિ હાથ ધરવા માટે કરવામાં આવે છે.…
વધુ વાંચો >વિબંધન (Estoppel)
વિબંધન (Estoppel) : ધારાકીય જોગવાઈ અને અદાલતી ચુકાદાઓમાંથી પેદા થયેલું બંધન. ભૂતકાળમાં કોઈ પણ પક્ષકારે ન્યાયાલયમાં ગેરરજૂઆત કરી હોય તો તે પાછળથી સાચી પરિસ્થિતિની રજૂઆત કરીને તેમાંથી નિષ્પન્ન થતા લાભને મેળવી શકતો નથી. આ પ્રમાણે ગેરરજૂઆત કરનાર પક્ષકાર ઉપર ભવિષ્યમાં લાભ મેળવવા વિરુદ્ધ જે બંધન મૂકવામાં આવ્યું છે તેને વિબંધન…
વધુ વાંચો >વિલંબ-શુલ્ક
વિલંબ–શુલ્ક : કરાર હેઠળ સ્વીકારેલું કાર્ય, સમયસર પૂરું કરવામાં નિષ્ફળ જનારે કરવી પડતી નાણાકીય ચુકવણી. વિલંબ-શુલ્ક-(demurrage)નો કરારમાં ઉલ્લેખ કરવામાં આવે છે. એટલે કે જ્યારે કોઈ કરાર ચોક્કસ મુદતમાં પૂર્ણ કરવાનો હોય, પરંતુ પક્ષકાર તે કાર્ય નિર્ધારિત સમયમાં પૂર્ણ ન કરી શકે તો તેણે વિલંબ-શુલ્ક આપવું પડે છે. આ વિલંબ-શુલ્ક નિયત…
વધુ વાંચો >વિશિષ્ટીકરણ (specialisation)
વિશિષ્ટીકરણ (specialisation) : વિષયોનું અધિવિશેષ વિભાજન. સંસ્કૃતિના આરંભકાળથી જ મનુષ્ય પોતાની પ્રકૃતિ, ઉપલબ્ધ સાધનસામગ્રી અને કૌશલ્યનો સમન્વય કરી પોતાની જરૂરિયાતો પૂર્ણ કરવા પ્રયત્નશીલ રહ્યો છે. મનુષ્યે પોતે સ્થાયી થયા પછી પોતાની પ્રકૃતિ અને અભિરુચિને અનુરૂપ વ્યવસાય અપનાવવાના પ્રયત્નો કર્યા છે. મનુસ્મૃતિમાં કાર્યવિભાજનના સિદ્ધાંત હેઠળ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રને વિવિધ…
વધુ વાંચો >વિશ્વવેપાર-સંગઠન (The World Trade Organization – WTO)
વિશ્વવેપાર–સંગઠન (The World Trade Organization – WTO) : રાષ્ટ્રો વચ્ચેના વેપાર અંગે થયેલી સમજૂતીઓના અમલ પર દેખરેખ રાખવા માટેનું અનેકદેશીય સંગઠન. ઉરુગ્વે-રાઉન્ડના નામે ઓળખાતી આંતરરાષ્ટ્રીય વેપાર અંગેની સમજૂતીના ભાગ રૂપે 1-1-1995થી આ સંગઠન અસ્તિત્વમાં આવ્યું છે. ઉરુગ્વે-રાઉન્ડની વાટાઘાટો આઠ વર્ષ ચાલી હતી, 1986માં તેની શરૂઆત થઈ હતી અને 1994માં તે…
વધુ વાંચો >વિશ્વેશ્વરૈયા, મોક્ષગુંડમ્
વિશ્વેશ્વરૈયા, મોક્ષગુંડમ્ (જ. 15 સપ્ટેમ્બર 1861, મુદેનેહલાદી, જિ. કોલર, મૈસૂર; અ. 1962) : ભારતના મહાન સિવિલ ઇજનેર અને દ્રષ્ટા. અનેક ઇલકાબો અને માનાર્હ ઉપાધિઓથી સન્માનાયેલ આ ઇજનેરે 60 વર્ષથી પણ વધારે સમય ભારતમાં અનેક ક્ષેત્રોમાં મહત્વનું યોગદાન આપ્યું છે. પ્રથમ વર્ગમાં પ્રથમ નંબર મેળવી તેમણે પુણેની એન્જિનિયરિંગ કૉલેજમાં અભ્યાસ પૂરો…
વધુ વાંચો >