ઉદ્યોગ વ્યાપાર અને વ્યવસ્થાપન
લઘુમતીહિત (જૉઇન્ટ સ્ટૉક કંપની)
લઘુમતીહિત (જૉઇન્ટ સ્ટૉક કંપની) : કંપનીમાં બહુમતી શૅરહોલ્ડરોના અત્યાચાર અને ગેરવહીવટ સામે રક્ષણ મેળવવાપાત્ર લઘુમતી શૅરહોલ્ડરોનું હિત. કંપનીમાં ઊભા થતા પ્રત્યેક પ્રશ્ન અંગેનો નિર્ણય શૅરહોલ્ડરોની સાદી અથવા વિશિષ્ટ બહુમતીથી લેવામાં આવે છે. આમ તેનું સંચાલન બહુમતી નિર્ણય ઉપર આધારિત હોય છે. રાજામુંદ્રી ઇલેક્ટ્રિસિટી વિ. નાગેશ્વર રાવ કેસમાં ભારતની સર્વોચ્ચ અદાલતે…
વધુ વાંચો >લવાદ
લવાદ : કેટલાક વિવાદોના પક્ષકારો વચ્ચે અન્ય કોઈ પણ પદ્ધતિ દ્વારા સંબંધિત વિવાદના ઉકેલ રૂપે કોઈ સમજૂતી સધાતી ન હોય ત્યારે તે વિવાદોનો ફેંસલો (adjudicate) કરવા માટે મહદ્અંશે સંબંધિત પક્ષકારોની સંમતિથી જે ત્રાહિત પંચને તે વિવાદ સોંપવામાં આવે છે તે પંચ. આવા પંચની કાર્યવહીને લવાદી અથવા મધ્યસ્થી અને તેના ફેંસલાને…
વધુ વાંચો >લિક્વિડેટર
લિક્વિડેટર : કંપનીનું વિસર્જન (liquidation) કરવાની કાર્યવહી કરવા માટે નિમાયેલો અધિકારી. તેની નિમણૂક અદાલત અથવા શૅરહોલ્ડરો અથવા કંપનીના લેણદારો દ્વારા કરવામાં આવતી હોય છે. કંપનીને બંધ કરવાનાં અનેક કારણો હોઈ શકે છે. તેમાં મુખ્યત્વે કાયદાકીય વિધિના પાલનમાં કંપનીની ક્ષતિઓ, દેવાં ચૂકવવાની તેની અશક્તિ, કંપનીની સ્થાપના સમયે નિશ્ચિત કરેલા સમયનું પૂરું…
વધુ વાંચો >લિમિટેડ કંપની
લિમિટેડ કંપની : જુઓ કંપનીની રચના
વધુ વાંચો >લિયૉન્તિફ કોયડો (Leontief paradox)
લિયૉન્તિફ કોયડો (Leontief paradox) : આંતરરાષ્ટ્રીય વેપાર અંગેના હેક્શર-ઓહલીન(સાધનપરિમાણ)ના સિદ્ધાંતના સંદર્ભમાં ઊભો થયેલો એક મુદ્દો. સાધનપરિમાણના સિદ્ધાંત પ્રમાણે દેશમાં સાપેક્ષ રીતે જે સાધનની વિપુલતા હોય તેનો જે ચીજના ઉત્પાદનમાં સવિશેષ ઉપયોગ થતો હોય તેની દેશમાંથી નિકાસ થાય છે. બીજી બાજુ, દેશમાં જે સાધનની સાપેક્ષ રીતે અછત હોય તેનો જે વસ્તુના…
વધુ વાંચો >લીવરેજ (વાણિજ્ય)
લીવરેજ (વાણિજ્ય) : કંપનીના વકરામાં વધઘટ થતાં તેના નફામાં થતી સાપેક્ષ વધઘટ. ભૌતિકશાસ્ત્રમાં ઉચ્ચાલક(lever)નો ઉપયોગ કરવાથી જે યાંત્રિક શક્તિલાભ અથવા શક્તિહાનિ થાય છે તેને ‘લીવરેજ’ કહેવાય છે. તેવી રીતે ધંધામાં કંપની પ્રચુર અથવા સીમિત મૂડીની મદદથી ઉત્પાદિત કરેલા માલનું વેચાણ કરે તો વકરામાં વધઘટ થવાથી જે નાણાલાભ અથવા નાણાહાનિ થાય…
વધુ વાંચો >લૅટિન અમેરિકન ફ્રી ટ્રેડ ઍસોસિયેશન (LAFTA)
લૅટિન અમેરિકન ફ્રી ટ્રેડ ઍસોસિયેશન (LAFTA) : દક્ષિણ અમેરિકાના સાત દેશો દ્વારા સ્થાપવામાં આવેલું મુક્ત વ્યાપાર મંડળ. આ સંગઠનની સ્થાપના અંગેની સમજૂતી 1960માં ઉરુગ્વેના પાટનગર મૉન્ટેવિડિયો ખાતે મળેલ પરિષદમાં કરવામાં આવી હતી. તેના મૂળ સાત સભ્યોમાં આર્જેન્ટિના, બ્રાઝિલ, ચિલી, મેક્સિકો, પારાગ્વે, પેરુ અને ઉરુગ્વેનો સમાવેશ થયો હતો. પાછળથી કોલંબિયા, ઇક્વેડૉર,…
વધુ વાંચો >લેણદેણનું સરવૈયું
લેણદેણનું સરવૈયું : કોઈ પણ એક દેશનું વિશ્વના અન્ય દેશો સાથેની લેવડદેવડનું વાર્ષિક સરવૈયું, જેમાં દૃશ્ય અને અદૃશ્ય બંને પ્રકારની લેવડદેવડના નાણાકીય મૂલ્યનો સમાવેશ થતો હોય છે. દૃશ્ય સ્વરૂપની લેવડદેવડમાં ચીજવસ્તુઓના આદાનપ્રદાનના મૂલ્યનો અને અદૃશ્ય સ્વરૂપની લેવડદેવડમાં સેવાઓની લેવડદેવડના મૂલ્યનો સમાવેશ થાય છે. આજના યુગમાં વિશ્વના તમામ દેશો વત્તેઓછે અંશે…
વધુ વાંચો >લૉઇડ્ઝ વીમા નિગમ
લૉઇડ્ઝ વીમા નિગમ : બ્રિટનનું જાણીતું વીમા નિગમ. ઇંગ્લૅન્ડમાં રાજકીય અને વાણિજ્ય વ્યવહારોમાં અલિખિત નિયમો અને રૂઢિઓનું વર્ચસ્ છે. આ વ્યવહારોમાં ભાગ લેતી વ્યક્તિઓનું ઊંચું ચારિત્ર્ય આ વ્યવહારોને સુપેરે ચલાવે છે. જો ઇંગ્લૅન્ડમાં રાજકીય ક્ષેત્રે તેના અલિખિત બંધારણનું ઉદાહરણ આપી શકાય તો વાણિજ્ય ક્ષેત્રમાં તેના વીમા વ્યવસાયીઓ/ધંધાદારીઓના મંડળ લૉઇડ્ઝનું ઉદાહરણ…
વધુ વાંચો >લોન
લોન : ધંધાદારી અથવા સામાન્ય વ્યક્તિ પાસે પોતાની આગવી મૂડી અપર્યાપ્ત હોય ત્યારે અન્ય પાસેથી ઉછીનાં લીધેલાં નાણાં. સામાન્ય રીતે ધંધા માટે લોન લેવામાં આવે છે, પરંતુ ઊંચી અને ટકાઉ કિંમતની અસ્કામતો જેવી કે જમીન, મકાન અને મોટરકાર ખરીદવા માટે પણ લોન લેવાનું ચલણ છે. આર્થિક વ્યવહારની આ પ્રકારની લેવડદેવડ…
વધુ વાંચો >