ઉદ્યોગો
લિપ્ટન, ટૉમસ (સર)
લિપ્ટન, ટૉમસ (સર) (જ. 10 મે 1850, ગ્લાસગો, સ્કૉટલૅન્ડ; અ. 2 ઑક્ટોબર 1931) : સ્કૉટલૅન્ડના નામી ઉદ્યોગપતિ. તેઓ લિપ્ટન લિમિટેડ નામની ચા તથા અન્ય જીવનજરૂરી વસ્તુઓની કંપનીના સ્થાપક હતા. શરૂઆતમાં તેમણે સૂકવેલું માંસ, ઈંડાં, માખણ અને ચીઝના વેપારમાંથી ખૂબ કમાણી કરી. ગ્લાસગોમાં તેમનો નાનો સ્ટોર હતો અને તેમાંથી સમગ્ર યુનાઇટેડ…
વધુ વાંચો >લિયર વિલિયમ પૉવેલ
લિયર વિલિયમ પૉવેલ (જ. 26 જૂન 1902; અ. 14 મે 1978) : યુ.એસ.ના જાણીતા ઇલેક્ટ્રિક એન્જિનિયર અને ઉદ્યોગપતિ. તેઓ સ્વયંશિક્ષિત (self-taught) હતા. ‘લિયર જેટ કૉર્પોરેશન’ દ્વારા દુનિયામાં પ્રથમ જેટ એરક્રાફ્ટનું મોટા પાયે ઉત્પાદન કરનાર હતા. આ ઉપરાંત તેમણે ઑટોમોબાઇલ રેડિયો, આઠ ટ્રૅકનું સ્ટીરિયો-ટેપ અને એરક્રાફ્ટ માટેનો ઑટોમેટિક પાઇલટ સૌપ્રથમ તૈયાર…
વધુ વાંચો >લીઝ અને લીઝિંગ
લીઝ અને લીઝિંગ : ઉત્પાદક અથવા વિક્રેતાની માલિકીની મિલકત કોઈ વ્યક્તિને પસંદ પડે તો તેના વપરાશ અને કબજાના હકો મેળવવા માટે કરેલો કરાર. આવો કરાર ભાડાપટો લેનાર (lessee) અને ભાડાપટો આપનાર (lessor) વચ્ચે થતો હોય છે. લીઝના નાણાકીય લીઝ (financial lease) અને પરિચાલન લીઝ (operating lease) એવા બે પ્રકારો છે.…
વધુ વાંચો >લોહ ઉદ્યોગ
લોહ ઉદ્યોગ લોહઅયસ્કમાંથી કાચું લોહ, પોલાદ તેમજ પોલાદની વસ્તુઓનું ઉત્પાદન કરતો ઉદ્યોગ. લોહ એક ધાત્વિક રાસાયણિક તત્વ છે. ધાતુ માટેના લૅટિન શબ્દ ફેરમ (Ferrom) પરથી તેની વ્યુત્પત્તિ થઈ હશે એમ મનાય છે. લોહ સૌથી વધુ પ્રબળતા ધરાવતો સંરચનાત્મક પદાર્થ છે. શુદ્ધ સ્વરૂપમાં તે નરમ, તન્ય, કઠોર અને ઘાટ આપી શકાય…
વધુ વાંચો >વસ્ત્ર-ઉદ્યોગ
વસ્ત્ર-ઉદ્યોગ : દેહના રક્ષણ તેમજ સુશોભન માટેનાં આવરણરૂપ કાપડ ઉત્પાદન કરવાનો ઉદ્યોગ. પૃથ્વીની આશરે 4,217 સસ્તન પ્રાણીજાતિઓમાંથી 192 અગ્રજાતિઓમાં મનુષ્ય જ રુવાંટી વગરનું પ્રાણી ગણાય છે. તેથી તેને આવરણની આવશ્યકતા રહે છે. મનુષ્ય પર્યાવરણથી રક્ષણ મેળવવા, એબ ઢાંકવા, પોતાની અલગ પહેચાન જાળવવા, વિજાતીયને આકર્ષવા, સ્વપરિગ્રહનું પ્રદર્શન કરવા, નિષ્ઠા દર્શાવવા, વિધિઓને…
વધુ વાંચો >વહાણવટા ઉદ્યોગ
વહાણવટા ઉદ્યોગ વહાણનો ઉદભવ ક્યાંથી, ક્યારે અને કેવી રીતે થયો હશે તેની કોઈ માહિતી ઉપલબ્ધ નથી. અનુમાન કરી શકાય કે પ્રાગ્-ઐતિહાસિક સમયમાં ઠેર ઠેર ભટકતા માનવે કુતૂહલતાને વશ થઈ ઝાડના તરતા થડ પર સવારી કરી જળસહેલગાહનો આનંદ માણ્યો હશે. ત્યારબાદ વાંસ અને વૃક્ષની ડાળીઓ કે થડ બાંધીને તરાપા બનાવ્યા હશે.…
વધુ વાંચો >વાસણ-ઉદ્યોગ
વાસણ-ઉદ્યોગ : વાસણ બનાવવાનો ઉદ્યોગ. માનવ-સંસ્કૃતિની પ્રગતિ સાથે મનુષ્યે ખેતી અને પશુપાલનનો વ્યવસાય અપનાવ્યો હતો. સ્થાયી જીવન માટે આવશ્યક અન્ન, કપડાં તથા મકાનની જરૂરિયાત સ્વીકારી હતી. અનુભવે તેને શીખવ્યું હતું કે કાચા ખોરાક કરતાં પકવેલ ખોરાક પચવામાં સુગમ હોય છે અને મીઠો લાગે છે; પરંતુ અન્ન પકવવા માટેનાં વાસણો બનાવવાનો…
વધુ વાંચો >વ્યાસ, કિશોરભાઈ દયાશંકર
વ્યાસ, કિશોરભાઈ દયાશંકર (જ. 13 નવેમ્બર 1942, સાવરકુંડલા, જિ. અમરેલી; અ. 16 જૂન 1999, ડૂસલડૉફ, જર્મની) : ભારતના ઉદ્યોગક્ષેત્રના એક અગ્રણી. માતા મોંઘીબહેન, પિતા દયાશંકર વ્યાસ. 1972માં હર્ષદાબહેન સાથે લગ્ન થયાં. ધોરણ નવ સુધીનો અભ્યાસ ખડસલી લોકશાળામાં કર્યો. ધોરણ દસ-અગિયાર સાવરકુંડલા હાઈસ્કૂલમાં ભણ્યા. બેચલર્સ ડિગ્રી ઇન મિકેનિકલ ઍૅન્ડ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર.…
વધુ વાંચો >સફાઈ કામદાર
સફાઈ કામદાર : જુઓ પરંપરાગત વ્યવસાયો
વધુ વાંચો >સિમેન્ટ અને સિમેન્ટ-ઉદ્યોગ
સિમેન્ટ અને સિમેન્ટ–ઉદ્યોગ સિમેન્ટ ચણતરકામમાં ઈંટો, પથ્થર કે કપચીના બંધક તરીકે બહોળા પ્રમાણમાં વપરાતો પદાર્થ. 1824માં એક અંગ્રેજ કડિયાએ જલીય ચૂના તરીકે સિમેન્ટની શોધ માટી અને ચૂનાનું મિશ્રણ કરીને કરી હતી. સિમેન્ટની બનાવટમાં કૅલ્કેરિયસ (ચૂનામય) અને આર્જિલેસીય (માટીમય) જેવા કાચા માલનો ઉપયોગ કરવામાં આવે છે. ચૂનાના માલ તરીકે સિમેન્ટ-પથ્થર, ચૂનાનો…
વધુ વાંચો >