ઉદ્યોગો

રેશમ-ઉદ્યોગ

રેશમ-ઉદ્યોગ : રેશમના રેસાઓમાંથી કાપડનું ઉત્પાદન કરતો વ્યવસાય. રેશમ એક મજબૂત ચળકતો રેસો છે. તેના આકર્ષક દેખાવને લીધે તેને ‘રેસાની રાણી’ કહેવામાં આવે છે. કુદરતી રેસાઓમાં એ રેસો કેટલાક પ્રકારના પોલાદના તાર કરતાં પણ વધુ મજબૂત હોય છે. તેની વધુ પડતી સ્થિતિસ્થાપકતા તેને તનન (stretching) પછી મૂળ સ્થિતિમાં પરત લાવે…

વધુ વાંચો >

રૉ, ઍડવિન ઍલિયટ વર્ડોન (સર)

રૉ, ઍડવિન ઍલિયટ વર્ડોન (સર) (જ. 1877, ગ્રેટર માન્ચેસ્ટર, ઇંગ્લૅન્ડ; અ. 1958) : અગ્રણી આંગ્લ વિમાન-ઉત્પાદક. તેમણે તેમની કારકિર્દીનો પ્રારંભ કર્યો એંજિનના કારખાનામાં કામ કરતાં. તે પછી 3 વર્ષ ઇજનેર તરીકે તેમણે દરિયાઈ સફરમાં ગાળ્યાં. તે પાછા ફર્યા ત્યારે તેમને ઉડ્ડયનમાં રસ જાગ્યો હતો; 1907માં તેમણે બ્રુકલૅન્ડ્ઝમાં એક બાઇપ્લેનનું નિર્માણ…

વધુ વાંચો >

રૉકફેલર, જૉન ડેવિસન

રૉકફેલર, જૉન ડેવિસન (જ. 8 જુલાઈ 1839, રિયફોર્ક, ન્યૂયૉર્ક, અ. 23 મે 1937, ફ્લૉરિડા) : અમેરિકાના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ અને માનવપ્રેમી તથા સ્ટાન્ડર્ડ ઑઇલ કંપનીના સ્થાપક. શિક્ષણ ક્લીવલૅન્ડની સાર્વજનિક શાળાઓમાં. ધંધાકીય શિક્ષણ પણ ક્લીવલૅન્ડમાં. 16 વર્ષની વયે ક્લીવલૅન્ડની એક દલાલી પેઢીમાં કારકુન, ખજાનચી અને મુનીમ તરીકે જોડાયા. 1859માં મોરિસ બી. ક્લાર્કની…

વધુ વાંચો >

રૉકફેલર (જૂનિયર), જૉન ડેવિસન

રૉકફેલર (જૂનિયર), જૉન ડેવિસન (જ. 29 જાન્યુઆરી 1874, ક્લીવલૅન્ડ, ઓહાયો, યુ.એસ.; અ. 11 મે 1960, ટક્સન, ઍરિઝોના) : અમેરિકાના અગ્રણી ઉદ્યોગપતિ, લોકહિતૈષી અને દાનવીર. અમેરિકાના ખ્યાતનામ ઉદ્યોગપતિ અને દાનવીર પિતા જૉન ડેવિસન (સીનિયર) અને માતા લૉરા સ્પેલમૅનના એકના એક પુત્ર. 1897માં બ્રાઉન યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી પ્રાપ્ત કરી પિતાના ઔદ્યોગિક સામ્રાજ્યમાં…

વધુ વાંચો >

રહોડ્ઝ, સેસિલ જૉન

રહોડ્ઝ, સેસિલ જૉન (જ. 5 જુલાઈ 1853, હર્ટફર્ડશાયર, ઇંગ્લૅન્ડ; અ. 1902, કિમ્બરલી, દ. આફ્રિકા) : બ્રિટિશ રાજદ્વારી પુરુષ અને હીરા-ઉદ્યોગના બેતાજ બાદશાહ. તેમણે બ્રિટિશ સામ્રાજ્યને દક્ષિણ આફ્રિકામાં વિસ્તારવા માટે બીજી કોઈ પણ વ્યક્તિ કરતાં વધુમાં વધુ જહેમત ઉઠાવેલી. તે પાદરીના પુત્ર હતા. દક્ષિણ આફ્રિકાના નાતાલમાં તેમનો એક ભાઈ કપાસની ખેતી…

વધુ વાંચો >

લઘુ ઉદ્યોગ

લઘુ ઉદ્યોગ મહદ્અંશે એક કરોડ રૂપિયાનું સ્વમાલિકીનું નિમ્ન મૂડીરોકાણ ધરાવતો ઉદ્યોગ. તે બજાર પર પ્રભાવ પાડવાની કોઈ ક્ષમતા ધરાવતો નથી. લઘુ-ઉદ્યોગની કલ્પના સાથે આપણી સમક્ષ પાપડ, અથાણાં વગેરે ગૃહઉદ્યોગ, કપ-રકાબી, બૂટ-ચંપલ, સાબુ, ડિટરજન્ટ, કાપડ, તૈયાર વસ્ત્રો, રબર અને પ્લાસ્ટિકની ચીજો, રંગો, રસાયણોથી માંડીને અદ્યતન તકનીકીનો ઉપયોગ કરીને ટેલિવિઝન, કમ્પ્યૂટર તેમજ…

વધુ વાંચો >

લશ્કરી ઔદ્યોગિક સંકુલ (ordnance factories)

લશ્કરી ઔદ્યોગિક સંકુલ (ordnance factories) : લશ્કરને લગતી લગભગ બધી જ જરૂરિયાતો પૂરી કરવા માટે ઊભા કરવામાં આવેલા ઔદ્યોગિક એકમોની શૃંખલા. લશ્કરની જરૂરિયાતોમાં શસ્ત્ર-સરંજામ, દારૂગોળા, બખ્તરબંધ ગાડીઓ, તોપો, પ્રાણઘાતક સાધનો, લડાઈના મેદાન પર ઉપયોગમાં લેવાતા તાર (કેબલો), ટૅન્ક, રણગાડી, લશ્કરનાં સાધનોની હેરફેર માટે ઉપયોગમાં લેવાતાં વાહનવ્યવહારનાં સાધનો, સંદેશાવ્યવહારનાં સાધનો, વિવિધ…

વધુ વાંચો >

લશ્કરી, બેચરદાસ અંબાઈદાસ

લશ્કરી, બેચરદાસ અંબાઈદાસ (જ. 1818, અમદાવાદ; અ. 1889) : ગુજરાતના અગ્રણી વ્યાપારી, ઉદ્યોગપતિ અને દાનવીર. ગુજરાતી ભાષાનો જરૂરિયાત પૂરતો અભ્યાસ કર્યા પછી સાહસિક વૃત્તિને અનુસરીને 1935માં લશ્કરમાં નોકરીએ જોડાયા. અહીં તેમને કૅપ્ટન કેલી નામના અંગ્રેજ અમલદારે અંગ્રેજી ભાષાનો અભ્યાસ કરાવ્યો. 1946માં પિતાનું અવસાન થતાં તેમનો નાણાંની ધીરધારનો ધંધો સંભાળ્યો. તેમના…

વધુ વાંચો >

લાખ

લાખ : જુઓ રંગ અને વાર્નિશ ઉદ્યોગ.

વધુ વાંચો >

લાલા શ્રીરામ

લાલા શ્રીરામ (જ. એપ્રિલ 1884; અ. જાન્યુઆરી 1963) : અગ્રણી ઉદ્યોગસાહસિક અને કુશળ વહીવટકર્તા. તેમના કાકા ગિરધરલાલની વિધવાને શૈશવકાળથી જ દત્તક આપવામાં આવ્યા હતા. પરિણામે પિતા મદનમોહનને શ્રીરામના ઉછેરમાં રસ ઓછો થઈ ગયો હતો. મૅટ્રિકની પરીક્ષા સામાન્ય ગુણવત્તા સાથે પસાર કરી 16 વર્ષની વયે એક કાપડિયાને ત્યાં કામે જોડાયા હતા.…

વધુ વાંચો >