ઇતિહાસ – જગત
હેનસિયાટિક લીગ
હેનસિયાટિક લીગ : 13મી સદીમાં સ્થાપવામાં આવેલ, જર્મનીનાં ઉત્તરનાં શહેરોના વેપારીઓનો સંઘ. જર્મનીમાં શાહી સત્તાનું પતન થવાથી આ શહેરો વાસ્તે સહિયારા રક્ષણની વ્યવસ્થા કરવી આવશ્યક બની. તે રાજકીય સંઘ ન હતો. 13મી સદીમાં પવિત્ર રોમન સામ્રાજ્યની રાજકીય તકલીફો દરમિયાન ચાંચિયાગીરી, વધુ પડતી જકાતો અને ભેદભાવ રાખતા નિયમો સામે બાલ્ટિક જર્મન…
વધુ વાંચો >હેનીબાલ
હેનીબાલ (જ. ઈ. પૂ. 247, કાર્થેજ, ઉત્તર આફ્રિકા; અ. ઈ. પૂ. 183, લિબિસા, બિથિનિયા) : ઉત્તર આફ્રિકામાં કાર્થેજનો સેનાપતિ અને મુત્સદ્દી. પ્રાચીન સમયમાં કાર્થેજ વ્યાપારી અને સમૃદ્ધ નગર હતું. પ્રાચીન જગતના મહાન શક્તિશાળી સેનાપતિઓમાં હેનીબાલની ગણતરી થાય છે. એણે અનેક યુદ્ધોમાં વિજયો મેળવ્યા હતા. વિવિધ જાતિઓના લોકોનું એણે પોતાની સત્તા…
વધુ વાંચો >હેમિલ્કાર બર્કા
હેમિલ્કાર બર્કા (જ. ઈ. પૂ. 285; અ. ઈ. પૂ. 228) : કાર્થેજનો જાણીતો સેનાપતિ અને રાજપુરુષ, સેનાપતિ હેનિબાલનો પિતા. ઈ. પૂ. 246–241 દરમિયાન સિસિલીમાં રોમનો સામેના પ્રથમ પ્યુનિક યુદ્ધ દરમિયાન તેઓ સેનાપતિ હતા. તેમણે જમીન ઉપરથી લડાઈમાં એવું સખત દબાણ કર્યું કે રોમનોએ નવો નૌકાયુદ્ધનો મોરચો ખોલવો પડ્યો. હેમિલ્કારનું લશ્કર…
વધુ વાંચો >હેમિલ્ટન ઍલેક્ઝાન્ડર કૅપ્ટન
હેમિલ્ટન, ઍલેક્ઝાન્ડર કૅપ્ટન (જ. 1762; અ. 30 ડિસેમ્બર 1824) : ઈસ્ટ ઇન્ડિયા કંપનીની લશ્કરી સેવામાં કૅપ્ટન. ત્યાંથી ઇંગ્લૅન્ડ પાછા ફર્યાની તારીખ નોંધાયેલી નથી. તેમણે બ્રિટિશ મ્યુઝિયમ તથા પૅરિસમાં સંસ્કૃતનો અભ્યાસ કર્યો. અમીન્સની સંધિ પછી, બીજી વાર ઇંગ્લૅન્ડને ફ્રાન્સ સાથે લડાઈ થઈ ત્યારે તેમને પૅરિસમાં અટકાયતમાં રાખવામાં આવ્યા હતા. તેમણે ફ્રેન્ચ…
વધુ વાંચો >હૅમ્બર્ગ
હૅમ્બર્ગ : જર્મનીનું બીજા ક્રમે આવતું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 53° 33´ ઉ. અ. અને 9° 59´ પૂ. રે.. તે જર્મનીના હૅમ્બર્ગ વહીવટી વિભાગનું પાટનગર પણ છે. તેનો વિસ્તાર 760 ચોકિમી. જેટલો છે. આ રીતે તે શહેર હોવા ઉપરાંત આજુબાજુના ઉત્તર જર્મનીના પ્રદેશને આવરી લેતું રાજ્ય પણ છે. વળી…
વધુ વાંચો >હેલ સેલાસી
હેલ, સેલાસી (જ. 23 જુલાઈ 1892, હેરર, ઇથિયોપિયા; અ. 27 ઑગસ્ટ 1975, એડિસ અબાબા) : 1930થી 1974 સુધી ઇથિયોપિયાનો સમ્રાટ. તે અગાઉ તફારી મેકોનન નામથી ઓળખાતો હતો. સમ્રાટ બન્યા પછી તેણે હેલ સેલાસી 1 ખિતાબ ધારણ કર્યો. રાજા સોલોમન અને શેબાની રાણી(Queen of Sheba)ના વંશનો હોવાનો તે દાવો કરતો. તેણે…
વધુ વાંચો >હેલિયૉક્લિસ
હેલિયૉક્લિસ (ઈ. પૂ. બીજી સદીનો પૂર્વાર્ધ) : સિક્કાઓના પુરાવા મુજબ ઇન્ડો-બૅક્ટ્રિયન રાજા યુક્રેટાઇડીસનો પુત્ર અને વારસદાર. તક્ષશિલાની આસપાસના પ્રદેશ પર તેનું રાજ્ય હતું. તે બૅક્ટ્રિયાનો છેલ્લો ગ્રીક રાજા હતો એમ માનવામાં આવે છે કે તેને શક લોકો-(સિધિયનો)એ બૅક્ટ્રિયામાંથી હાંકી કાઢ્યો હતો. તેના શાસનનો આશરે ઈ. પૂ. 135 પછી અંત આવ્યો.…
વધુ વાંચો >હેલેનિક સંસ્કૃતિ
હેલેનિક સંસ્કૃતિ : પ્રાચીન ગ્રીસ અથવા હેલેનીઝ દ્વારા વિકસાવેલી સંસ્કૃતિ. તેની સૌપ્રથમ રજૂઆત હોમરનાં ‘ઇલિયડ’ અને ‘ઑડિસી’ મહાકાવ્યોમાં થઈ છે અને તે હોમર યુગ કહેવાય છે. તેનો પ્રશિષ્ટ સમયગાળો ઈ. પૂ. 5મી તથા 4થી સદીઓનો છે. તે સમયે રાજકીય અને સામાજિક જીવનમાં સજીવતા, ઉત્સાહ હતાં. તેનાથી ઍથેન્સની લોકશાહી પ્રથા વિકસી.…
વધુ વાંચો >હેલેનિસ્ટિક યુગ
હેલેનિસ્ટિક યુગ : પ્રાચીન સાંસ્કૃતિક જગતમાં પ્રભુત્વ ધરાવતી ગ્રીક સંસ્કૃતિનો સમયગાળો. તે યુગની શરૂઆત ઍલેક્ઝાન્ડર ધ ગ્રેટના ઈ. પૂ. 323માં થયેલ મૃત્યુથી થઈ તથા ગ્રીસમાં 200 વર્ષ અને મધ્યપૂર્વમાં આશરે 300 વર્ષ પર્યન્ત ટકી હતી. અગાઉના ગ્રીક ક્લાસિકલ અથવા હેલેનિક સમયગાળાથી તેને જુદો પાડવા ‘હેલેનિસ્ટિક યુગ’ શબ્દ વપરાય ન તથા…
વધુ વાંચો >હૈતી
હૈતી : વેસ્ટ ઇન્ડિઝમાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : તે 18° 00´થી 20° 00´ ઉ. અ. અને 71° 30´થી 74° 30´ પ. રે.ની વચ્ચેનો 27,750 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ 290 કિમી. અને ઉત્તર-દક્ષિણ પહોળાઈ 217 કિમી. છે. દૂરતટીય ટાપુઓની કિનારારેખા સહિત હૈતીના દરિયાકાંઠાની કુલ લંબાઈ…
વધુ વાંચો >