ઇતિહાસ – જગત

એન્ઝિનસ, ફ્રાંસિસ્કો દ

એન્ઝિનસ, ફ્રાંસિસ્કો દ (જ. 1520, બર્ગોસ, સ્પેન; અ. 30 ડિસેમ્બર 1552, સ્ટ્રાસ્બર્ગ, જર્મની) : સ્પૅનિશ વિદ્વાન અને માનવતાવાદી લેખક. તેમણે સ્પૅનિશ સુધારણાકાળ (reformation) દરમિયાન મહત્વનો ફાળો આપ્યો હતો. તેમણે બાઇબલના ‘નવા કરાર’નું સ્પૅનિશ ભાષામાં કરેલું ભાષાંતર 1543માં ઍન્ટવર્પમાં પ્રગટ થયું હતું, કારણ કે સ્પેનમાં ધર્માંધોએ તેના પર પ્રતિબંધ મૂક્યો હતો.…

વધુ વાંચો >

ઍન્ટની, માર્ક

ઍન્ટની, માર્ક (જ. ઈ. પૂ. 82/81; અ. ઈ. પૂ. 30) : જુલિયસ સીઝરના બલાઢ્ય સેનાપતિ અને ખ્યાતનામ રોમન પ્રશાસક. તે પ્રખર વક્તા, પ્રભાવશાળી લોકનાયક, ઑક્ટેવિયન સાથેનો ત્રિ-જન શાસક (triumvir) તથા ઇજિપ્તની રાણી ક્લિયોપેટ્રાના પ્રેમી તરીકે પણ ખ્યાતિ પામેલા. યુવાવસ્થામાં સ્વૈરજીવન જીવ્યા પછી જ્યૂડા (પૅલેસ્ટાઇન) તથા ઇજિપ્તમાં અશ્વદળના સેનાપતિ (ઈ. પૂ.…

વધુ વાંચો >

ઍન્ટિયૉક્સ રાજાઓ

ઍન્ટિયૉક્સ રાજાઓ : સિરિયાના સામ્રાજ્યના સમ્રાટો. મહાન સિકંદરના સેનાપતિ સેલ્યુકસ પહેલાએ (નિકેટરે) સીરિયાના હેલેનિસ્ટિક સામ્રાજ્યની સ્થાપના કરી હતી. સેલ્યુકસ પહેલા પછી અનુક્રમે સેલ્યુકસ બીજો અને સેલ્યુકસ ત્રીજો આ સામ્રાજ્યના સમ્રાટ બન્યા. સેલ્યુકસ ત્રીજા પછી તેનો ભાઈ ઍન્ટિયૉક્સ ત્રીજો ઈ. પૂ. 223માં ગાદીએ આવ્યો. તેને ‘મહાન’ તરીકે ઓળખવામાં આવે છે. રોમ…

વધુ વાંચો >

એપિક્યુરસ

એપિક્યુરસ (જ. ઈ. પૂ. 341, સેમોસ, ગ્રીસ; અ. ઈ. પૂ. 270) : મહાન ગ્રીક તત્વજ્ઞ. ઍથેન્સની શાળાના શિક્ષકના પુત્ર. તેમના નામ ઉપરથી પ્રસિદ્ધ થયેલા સંપ્રદાય એપિક્યુરિયનવાદનું કાયમી મુખ્ય મથક ઈ. પૂ. 306માં ઍથેન્સમાં તેમણે પોતાના મકાન અને બાગમાં સ્થાપ્યું હતું. આથી આ સંસ્થા ‘ગાર્ડન્સ’ તરીકે અને અનુયાયીઓ ‘ધ ફિલૉસૉફર્સ ઑવ્…

વધુ વાંચો >

એપૉલો

એપૉલો : ઝિયસ પછીનો મોટામાં મોટો ગ્રીક દેવ. તે સૂર્ય, પ્રકાશ, કૃષિ, પશુપાલન, કાવ્ય, ઔષધ અને ગીતોના દેવ તરીકે જાણીતો હતો. તે શાશ્વત યૌવન અને સૌંદર્યનું પ્રતીક હતો. તે ઝિયસ અને લીટોનો પુત્ર તથા ઍટ્રેમિસનો જોડિયો ભાઈ હતો. પાયથોન નામના સાપનો નાશ કરીને તે ડેલ્ફીના પ્રદેશમાં વસ્યો હતો. તેના માનમાં…

વધુ વાંચો >

એફોર

એફોર : પ્રાચીન ગ્રીસના સ્પાર્ટા નગરરાજ્યની વહીવટી નિરીક્ષક સંસ્થા. આ સંસ્થાની શરૂઆત ક્યારે થઈ તે અંગે મતભેદ છે. ઈ. પૂ. આઠમી સદીની આસપાસ લાયકરગસના સમયમાં રાજાને વહીવટમાં મદદ કરવાના હેતુથી આ સંસ્થા અસ્તિત્વમાં આવી હશે તેમ મનાય છે. ઈ. પૂ. છઠ્ઠી સદીમાં એફોરના સભ્યોની સંખ્યા પાંચની હતી. એફોર લોકોના પ્રતિનિધિ…

વધુ વાંચો >

એમેનહોટેપ

એમેનહોટેપ (16મી સદી) : પ્રાચીન ઇજિપ્તમાં 18મા રાજવંશમાં થઈ ગયેલા ચાર રાજાઓ. પરાક્રમી યુદ્ધવીર એમેનહોટેપ પહેલો એ આમોસે(Ahmose)નો પુત્ર અને વારસ હતો. તેણે ઈ. પૂ. 1546થી 1526 સુધી રાજ્ય કર્યું. તેણે ઇજિપ્તના મધ્યરાજ્યની સરહદોથી પણ આગળ દક્ષિણ તરફ રાજ્યવિસ્તાર કર્યો. ઇજિપ્તની સમૃદ્ધિ વધી હતી. એમોન-રે રાજ્યદેવતા હતો, થીબ્સમાં પવિત્ર સ્મારકો…

વધુ વાંચો >

એમોરાઇટ

એમોરાઇટ : ઈ. પૂ. 3000ની આસપાસ અરેબિયા, પેલેસ્ટાઇન અને સીરિયાના પ્રદેશની અર્ધભટકતી જાતિ. સુમેરિયન અક્કેડિયન સામ્રાજ્યની પડતીના સમયે આ પ્રજાએ આક્રમણ કરીને બૅબિલોન નગરમાં વસવાટ કર્યો. ઈ. પૂ. 2100માં હમુરાબી રાજાની નેતાગીરી હેઠળ પ્રથમ બૅબિલોનિયન સામ્રાજ્યની સ્થાપના કરી. ઈ. પૂ. સોળથી તેરમી સદી દરમિયાન હિટ્ટાઇટ નામની પ્રજાએ એમોરાઇટ લોકોને આ…

વધુ વાંચો >

ઍમૉસ

ઍમૉસ (ઈ. પૂ. 750) : બાઇબલના જૂના કરાર અંતર્ગત લેખક અને પેગંબર. જેરૂસલેમની દક્ષિણે બાર માઈલના અંતરે આવેલ પ્રાચીન નગર ટિકોઆના વતની. સામાન્ય ભરવાડ કુટુંબમાં જન્મ. જુડાહના રાજા ઉજ્જિહના શાસન દરમિયાન એ નગરની પ્રગતિ થઈ હતી. ઍમૉસે પડોશના ધનાઢ્ય અને શક્તિશાળી ઇઝરાયલ રાજ્યની સફર કરી હતી. ઈ. પૂ. 750માં ત્યાંના…

વધુ વાંચો >

એલમ

એલમ (Elam) : ઈરાનના નૈર્ઋત્યના મેદાનમાં આવેલું પ્રાચીન સમયનું બૅબિલોનિયન રાજ્ય. બાઇબલમાં તેનો નિર્દેશ છે. સુમેરિયન અક્કેડીઅન સામ્રાજ્યની પડતીના સમયે એલમની પ્રજાએ પૂર્વદિશામાંથી આક્રમણ કરી પોતાની સત્તા જમાવી ઈ. પૂ. અઢારમી સદીમાં બૅબિલોનિયાના પ્રદેશમાં આ પ્રજાની સત્તા હતી. તેની રાજધાની સુસા હતી. ઈ. પૂ. 645ની આસપાસ અસુર બાનીપાલ નામના રાજાએ…

વધુ વાંચો >