ઇતિહાસ – જગત

આર્મેનિયા

આર્મેનિયા : સોવિયેત સંઘમાંથી સ્વતંત્ર થયેલો દેશ. ભૌગોલિક સ્થાન : આ દેશ આશરે 390 ઉ. અ.થી 410 ઉ. અ. અને 420 પૂ. રે.થી 470 પૂ. રે.ની વચ્ચે આવેલો છે. પતંગ-આકારે આવેલા આ દેશની વાયવ્યથી અગ્નિ દિશાની લંબાઈ આશરે 300 કિમી., જ્યારે પૂર્વથી પશ્ચિમ દિશાની પહોળાઈ આશરે 200 કિમી. જેટલી છે. તેનો…

વધુ વાંચો >

આલસાસ-લૉરેઇનની સમસ્યા

આલસાસ-લૉરેઇનની સમસ્યા : ફ્રાન્સના પ્રદેશ આલસાસ-લૉરેઇનની સીમાને લગતી સમસ્યા. આલસાસ-લૉરેઇન ફ્રાન્સનો ડિસ્ટ્રિક્ટ છે. અલેમન્નોની ટોળીએ આલસાસમાં મુકામ કર્યો હતો. મેરોવિન્જિયન કુળના સ્થાપક અને ફ્રાન્સના રચયિતા ક્લોવિસે (481-511) અલેમન્નો પાસેથી આલસાસ જીતી લીધો. હોલી એમ્પાયરના સમયમાં તે તેનો એક ભાગ હતો. 1552ની એમ્બોર્ડની સંધિ દ્વારા લૉરેઇન અને આલસાસમાં ફ્રાન્સ પ્રવેશ્યું. 28એપ્રિલ…

વધુ વાંચો >

આલ્ફ્રેડ, ધ ગ્રેટ

આલ્ફ્રેડ, ધ ગ્રેટ (જ. 848, વૅન્ટેજ, યુ. કે; અ. 26 ઑક્ટોબર 899 વિન્ચેસ્ટર, યુ. કે.) : મહાન અંગ્રેજ રાજા આલ્ફ્રેડ. તેના ભાઈ ઍથલરેડ પછી એપ્રિલ 871માં વેસેક્સની ગાદીએ આવ્યો. તે રાજા ઍથલવુલ્ફનો પુત્ર હતો. શૂરવીરતા માટે તેમજ તેના વિદ્યાપ્રેમ માટે પ્રખ્યાત છે. નવમી સદીના બીજા મહાન શાસક શાર્લેમેન સાથે તેની…

વધુ વાંચો >

આલ્બેનિયા

આલ્બેનિયા : અગ્નિ યુરોપમાં આવેલું નાનું પહાડી રાષ્ટ્ર. ભૌગોલિક સ્થાન : તે આશરે 390 40´ થી 420 40´ ઉ. અ. અને 190 20´ થી 210 10´ પૂ. રે. વચ્ચેનો 28,748 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ દેશની ઉત્તર-દક્ષિણ મહત્તમ લંબાઈ 346 કિમી. અને પૂર્વ-પશ્ચિમ મહત્તમ પહોળાઈ 145 કિમી. જેટલી…

વધુ વાંચો >

આલ્મિડા

આલ્મિડા (જ. આશરે 1450, લિસ્બન; અ. 1 માર્ચ 1510, ટેબલ બે) : ભારત ખાતેનો પ્રથમ ફિરંગી સૂબો. પૉર્ટુગલના રાજા મૅન્યુઅલ પહેલાએ માર્ચ 1505માં એની નિમણૂક કરી હતી. પશ્ચિમ ભારતના દરિયાકાંઠા પર ફિરંગીઓનું વર્ચસ્ સ્થાપવા એને ગુજરાતની સલ્તનત સાથે સંઘર્ષમાં ઊતરવું પડ્યું હતું. આવો પ્રથમ સંઘર્ષ 1508માં થયેલો. ગુજરાતના સુલતાનની મદદે…

વધુ વાંચો >

ઇકેડા હાયાટો

ઇકેડા હાયાટો (જ. 3 ડિસેમ્બર 1899, તાકેહારા, જાપાન; અ. 13 ઑગસ્ટ 1965, ટોક્યો, જાપાન) : જાપાનના વડાપ્રધાન તથા બીજા વિશ્વયુદ્ધ પછીના ગાળામાં દેશના આર્થિક પુનરુત્થાનના પ્રણેતા. ઇકેડાએ ઇમ્પીરિયલ યુનિવર્સિટી લૉ સ્કૂલમાંથી 1925માં સ્નાતક પદવી પ્રાપ્ત કરીને દેશના નાણાખાતામાં કારકિર્દીની શરૂઆત કરી હતી. પછી નાણાખાતાના ઉપમંત્રીપદે કામ કર્યું. 1949ની સામાન્ય ચૂંટણીમાં…

વધુ વાંચો >

ઇજિપ્ત

ઇજિપ્ત આફ્રિકા ખંડના ઈશાન કોણમાં આવેલો દેશ. તે આશરે 220 ઉ. અ.થી 320 ઉ. અ. અને 250 પૂ. રે.થી 360 પૂ. રે. વચ્ચે વિસ્તરેલો આરબ રિપબ્લિક ઑવ્ ઇજિપ્ત આરબ જગતમાં સૌથી વધુ વસ્તીવાળો દેશ છે. વિસ્તાર : 10,01,449 ચો.કિમી. (આંતરિક જળવિસ્તાર સહિત) જ્યારે ભૂમિવિસ્તાર 9,97,677 ચોકિમી. છે. વિશ્વની સૌપ્રથમ સંસ્કૃતિનો…

વધુ વાંચો >

ઇઝરાયલ

ઇઝરાયલ આરબ રણની ધાર પર ભૂમધ્ય સમુદ્રના પૂર્વ છેડે એશિયા, આફ્રિકા અને યુરોપના ત્રિભેટે આવેલો દેશ. તે 310 30´ ઉ. અ. અને 350 00´ પૂ. રે. આજુબાજુનો વિસ્તાર આવરી લે છે. ઇઝરાયલનું કુલ ક્ષેત્રફળ 20,772 ચોકિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. વસતિ 93 લાખ (2021), જેમાં 83 % યહૂદી, 13% મુસ્લિમ,…

વધુ વાંચો >

ઇટાલી

ઇટાલી દક્ષિણ યુરોપનું આલ્પ્સ ગિરિમાળાથી મધ્ય ભૂમધ્ય સમુદ્ર સુધી વિસ્તરેલું અને 1100 કિમી. લાંબું ઇટાલિયન રાષ્ટ્ર. 36o ઉ. અ. અને 47o ઉ. અ. તથા 7o પૂ. રે. અને 19o પૂ. રે. વચ્ચે તે આવેલું છે. તેનું ક્ષેત્રફળ 3,01,278 ચોકિમી. છે અને વસ્તી અંદાજે 6,06,05,053 (2010) છે. ઉત્તરનો ભાગ વધુ પહોળો…

વધુ વાંચો >

ઇતિહાસવિદ્યા

ઇતિહાસવિદ્યા સમાજ સાથે સંબંધિત માનવજીવનની ભૂતકાળની પ્રવૃત્તિઓનું નિરૂપણ, વિશ્લેષણ અને અર્થઘટન કરતું શાસ્ત્ર. વર્તમાન માનવજીવન સાથે તેને ઘનિષ્ઠ સંબંધ છે. ઇતિહાસ ભૂતકાળ તથા વર્તમાનકાળ વચ્ચેનો અતૂટ સંવાદ છે. તેમાં કોઈ ઇતિહાસકારે રાજકીય, કોઈકે સામાજિક, બીજા કોઈકે ધાર્મિક, નૈતિક કે આદર્શવાદી તો માર્ક્સ જેવાએ આર્થિક તથા ટૉયન્બી જેવા ઇતિહાસકારે ઇતિહાસના સાંસ્કૃતિક…

વધુ વાંચો >