ઇતિહાસ – જગત

ઇમામ સૈયદ હસન

ઇમામ સૈયદ હસન (જ. 31 ઑગસ્ટ 1871, નેવરા, જિ. પટણા; અ. 19 એપ્રિલ 1933) : પ્રખર રાષ્ટ્રવાદી, બંધારણના હિમાયતી અને સમાજસુધારક. અગ્રણી મધ્યમવર્ગીય શિક્ષિત કુટુંબમાં જન્મેલા ઇમામે પ્રારંભિક શિક્ષણ લીધા પછી 1889માં ઇંગ્લૅન્ડ જવાનું નક્કી કર્યું. ત્યાં કાયદાના અભ્યાસની સાથોસાથ જાહેર પ્રવૃત્તિનો પણ આરંભ થયો. 1892માં ત્યાંના ‘બાર’માં પ્રવેશ મળ્યો.…

વધુ વાંચો >

ઇમેન્યુઅલ વિક્ટર

ઇમેન્યુઅલ વિક્ટર : ઇટાલીનો શાણો અને વ્યવહારુ રાજવી. તે પ્રથમ ઇટાલીના એક આગેવાન રાજ્ય પિડમોન્ડનો શાસક હતો. ઇટાલીના રાષ્ટ્રવાદના પયગંબર મેઝીની તથા તેની ‘યુવા ઇટાલી’ નામે સંસ્થાને તેણે ઇટાલીના એકીકરણની પ્રક્રિયા શરૂ કરવામાં સક્રિય સાથ આપ્યો. પિડમોન્ડના વડાપ્રધાન, પ્રખર દેશભક્ત તથા મહામુત્સદ્દી કાવૂરને ઑસ્ટ્રિયા હસ્તકનું ઇટાલીનું વેનિશિયા તથા ઉત્કૃષ્ટ દેશભક્ત…

વધુ વાંચો >

ઇમ્ર ઉલ્-કૈસ

ઇમ્ર ઉલ્-કૈસ : ઇસ્લામ પૂર્વેનો શ્રેષ્ઠ પ્રશસ્તિકાર કવિ. તેના પૂર્વજો પ્રાચીન યમન દેશના રાજ્યકર્તા હતા. પિતાનું નામ હુજર. દાદાનું નામ હારિસ (જેનો શત્રુ મુન્ઝિર ત્રીજો હિરાનો રાજા હતો). કાબામાં જે સાત કસીદાઓ લટકાવવામાં આવ્યા હતા, તેમાં વિવેચકોના મત પ્રમાણે કવિ ઇમ્ર ઉલ્-કૈસનો કસીદો સૌથી ઉત્તમ હતો. કહેવાય છે કે રાજા…

વધુ વાંચો >

ઇર્વિન, લૉર્ડ

ઇર્વિન, લૉર્ડ (જ. 16 એપ્રિલ 1881, ડેવનશાયર; અ. 23 ડિસેમ્બર 1959, યૉર્કશાયર) : 1925થી 1931 સુધી હિન્દના વાઇસરૉય. તેમનો જન્મ ઉમરાવ કુટુંબમાં થયો હતો. ઇંગ્લૅન્ડના રૂઢિચુસ્ત પક્ષના પ્રધાનમંડળમાં ખેતીવાડીના સેક્રેટરી તરીકે 41 વર્ષની વયે અને હિંદના વાઇસરૉય તરીકે 45 વર્ષની વયે જોડાયા હતા. ભારતને ‘ડોમિનિયન સ્ટેટસ’ મળે તે માટે તેઓ…

વધુ વાંચો >

ઇર્શાદ હુસેન મહંમદ

ઇર્શાદ હુસેન મહંમદ (જ. 1 ફેબ્રુઆરી 1930, બ્રિટિશ શાસન દરમિયાન કૂચ બિહારના દિનહારા ખાતે) : બાંગ્લાદેશના લશ્કરી શાસક તથા પ્રમુખ. હાલનો બાંગ્લાદેશ 1971 સુધી પૂર્વ પાકિસ્તાનના નામે ઓળખાતો હતો તે અરસામાં 1950માં  ઢાકા યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. ઇર્શાદ પાકિસ્તાનના લશ્કરમાં અધિકારી તરીકે જોડાયા હતા. નિયમાનુસાર લશ્કરમાં બઢતી મેળવતા રહ્યા,…

વધુ વાંચો >

ઇલિઝાબેથ-I (ઇલિઝાબેથ ટ્યુડોર)

ઇલિઝાબેથ-I (ઇલિઝાબેથ ટ્યુડોર): (જ. 7 સપ્ટેમ્બર 1533, ગ્રીનવિચ, લંડન; અ. 23 માર્ચ 1603, રિચમંડ) : ઇંગ્લૅન્ડની રાણી. રાજા હેન્રી આઠમાની બીજી પત્ની એન બોલીનની પુત્રી. બોલીન સાથે લગ્ન કરવા માટે રાજા હેન્રીને કૅથલિક ધર્મના વડા પોપના ધર્મશાસનનો અસ્વીકાર કરવો પડ્યો હતો, તેથી ઇલિઝાબેથ ધર્મસુધારણા(Reformation)નું સંતાન ગણાતી. એન બોલીન પુત્રને જન્મ…

વધુ વાંચો >

ઇલિઝાબેથ–II (ઇલિઝાબેથ અલેક્ઝાંડ્રા મેરી)

ઇલિઝાબેથ–II (ઇલિઝાબેથ અલેક્ઝાંડ્રા મેરી) (જ. 21 એપ્રિલ 1926, લંડન) : ગ્રેટ બ્રિટન અને ઉત્તર આયર્લૅન્ડનાં સામ્રાજ્ઞી તથા રાષ્ટ્રકુટુંબ(Commonwealth)નાં વડાં. ડ્યૂક અને ડચેસ ઑવ્ યૉર્ક(પાછળથી સમ્રાટ જ્યૉર્જ 6 તથા સામ્રાજ્ઞી ઇલિઝાબેથ)નું પ્રથમ સંતાન. 1936માં વારસ તરીકે વરણી થતાં ભવિષ્યની જવાબદારીઓ ઉપાડવા માટેની પૂર્વતૈયારી રૂપે બંધારણીય ઇતિહાસ, કાયદો, ભાષા તથા સંગીતનો વિધિસર…

વધુ વાંચો >

ઇવાકુરા, ટોમોમી

ઇવાકુરા, ટોમોમી (જ. 26 ઑક્ટોબર 1825, ક્યોટો; અ. 20 જુલાઈ 1883) : ઓગણીસમી સદીના જાપાનનો અત્યંત પ્રભાવશાળી રાજનીતિજ્ઞ તથા મુત્સદ્દી. શક્તિસંપન્ન ઇવાકુરમા કુટુંબમાં દત્તકપુત્ર તથા વારસદાર તરીકે આવેલા ટોમોમીએ પોતાની આગવી પ્રતિભાને લીધે રાજદ્વારી વર્તુળોમાં ટૂંક સમયમાં પોતાનું સ્થાન જમાવ્યું. ઓગણીસમી સદીના મધ્યમાં જાપાનમાં મોટાભાગની રાજકીય સત્તા શોગુનના નામથી ઓળખાતા…

વધુ વાંચો >

ઉમૈય્યા (બનુ)

ઉમૈય્યા (બનુ) (ઈ. સ. છઠ્ઠી સદી) : કુરૈશના ખ્યાતનામ અને ધનવાન અરબ કબીલાના સરદાર. તેઓ કુરૈશનું સેનાપતિપદ ધરાવતા હતા. ઉમૈય્યાના  પૌત્ર અબૂ સુફયાનના પુત્ર અમીર મુઆવિયાએ ઉમૈય્યા વંશની સ્થાપના કરી. તે વંશે ઈ. સ. 661થી 749 સુધી મુસ્લિમ જગત પર અને ઈ. સ. 756થી 1031 સુધી સ્પેન ઉપર રાજ્ય કર્યું.…

વધુ વાંચો >

ઉર

ઉર : સુમેરનું પૂર્વકાલીન નગરરાજ્ય. તે ઇરાકમાં ફરાત નદીની દક્ષિણે દશ કિલોમિટર દૂર ખંડેર રૂપે આવેલું છે. બાઇબલમાં એને ઇબ્રાહીમનું મૂલસ્થાન ગણાવ્યું છે. ઉરમાં થયેલા ઉત્ખનનથી હજારો કબરો હાથ લાગી છે. આ કબરોમાંથી પ્રાપ્ત ચીજવસ્તુઓમાં સોનાની ચીજો મોટા પ્રમાણમાં મળી છે. આ ઉપરાંત કંગન, કુંડલ, હાર જેવા ધાતુના અલંકારો મળ્યા…

વધુ વાંચો >