ઇતિહાસ – જગત

મહંમદ પેગંબર

મહંમદ પેગંબર (જ. 29 ઑગસ્ટ 570, મક્કા, અરબસ્તાન; અ. 12 જૂન, 632, મદીના) : ઇસ્લામના સ્થાપક અને પેગંબર. મક્કાના હાકેમ તથા મુહાફિઝ અને કાબાના પવિત્ર ધામના મુખી બની હાશિમના નામે ઓળખાતા અબ્દમુનાફના કુરેશ કુટુંબમાં તેઓ જન્મ્યા હતા. તેમના પિતાનું નામ અબ્દુલ્લા તથા માતાનું નામ અમીના હતું. તેમના જન્મ અગાઉ પિતા…

વધુ વાંચો >

મંચુરિયા

મંચુરિયા : ચીનના ઈશાન ભાગમાં આવેલો પ્રદેશ. મંચુરિયા એ ઈશાન ચીન વિસ્તાર માટે અપાયેલું યુરોપિયન નામ છે. આજે પણ ચીનમાં મંચુરિયાને માત્ર ‘ઈશાન ભાગ’ એવા ટૂંકા નામથી ઓળખાવવામાં આવે છે. ભૌગોલિક સ્થાન : તે 47° 00´ ઉ. અ. અને 125° 00´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 12,30,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી…

વધુ વાંચો >

માઇન કામ્ફ

માઇન કામ્ફ (‘માય સ્ટ્રગલ’) : જર્મન સરમુખત્યાર ઍડોલ્ફ હિટલરે મૂળ જર્મનમાં લખેલ રાજકીય સિદ્ધાંતોનું ઘોષણાપત્ર તેમજ/આત્મકથા. જર્મનીના ત્રીજા રાઇકના સમયમાં આ ગ્રંથ નૅશનલ સોશ્યાલિઝમ એટલે કે નાઝીવાદનું બાઇબલ બની રહ્યો. હિટલરરચિત આ એક જ સળંગ ગ્રંથ સુલભ છે. આ રચનાના 1925 અને 1927માં 2 ગ્રંથો પ્રગટ થયા હતા. 1930માં તેની…

વધુ વાંચો >

માઉન્ટબૅટન, એડવિના, કાઉન્ટેસ ઑવ્ માઉન્ટબૅટન

માઉન્ટબૅટન, એડવિના, કાઉન્ટેસ ઑવ્ માઉન્ટબૅટન (જ. 1901; અ. 1960) : બર્માના અર્લ માઉન્ટબૅટન લૂઇનાં પત્ની; 1922માં તેમનાં માઉન્ટબૅટન સાથે લગ્ન થયાં હતાં. 1940–42 દરમિયાનના લંડનમાં થયેલા ઉગ્ર અને વિનાશક હવાઈ હુમલા વખતે તેમણે રેડ ક્રૉસ તથા સેંટ જૉન ઍમ્બ્યુલન્સ બ્રિગેડને ગણનાપાત્ર સેવા આપી હતી અને 1942માં એ સંસ્થાનાં તેઓ સુપરિન્ટેન્ડન્ટ-ઇન-ચીફ…

વધુ વાંચો >

માઓ-ત્સે-તુંગ

માઓ-ત્સે-તુંગ (જ. 26 ડિસેમ્બર 1893, શાઓશાન, હુનાન પ્રાંત; અ. 9 સપ્ટેમ્બર 1976, પૅકિંગ) : પ્રજાસત્તાક ચીનના અને ચીની સામ્યવાદી પક્ષના સ્થાપક. તેમનો જન્મ ખેડૂત પરિવારમાં થયો હતો. 1911–12માં સુન યાત-સેને ક્રાંતિ કરીને મંચુવંશની સરકારને ઉથલાવી ત્યારે તેઓ વિદ્યાર્થી હતા. તેમણે 1918માં સ્નાતક થયા બાદ દેશના પાટનગર પૅકિંગ(બેજિંગ) જઈને યુનિવર્સિટીના ગ્રંથાલયમાં…

વધુ વાંચો >

માઓરી

માઓરી : ન્યૂઝીલૅન્ડમાં વસતા પૉલિનેશિયન આદિવાસી જાતિના લોકો. તેઓ હવાઈ ટાપુઓમાંથી સ્થળાંતર કરીને ન્યૂઝીલૅન્ડ ગયા હતા. પુરાતત્વીય શોધ દર્શાવે છે કે તેઓ. ઈ. સ. 800થી ન્યૂઝીલૅન્ડમાં રહે છે. તેઓ ત્યાં નૉર્થ આઇલૅન્ડમાં રહ્યા અને શિકારી, ખેડૂત અને માછીમારનાં કે વસ્તુઓ ભેગી કરવાનાં કામો કરે છે. માઓરી સમાજમાં મુખી, સામાન્ય લોકો…

વધુ વાંચો >

મામલુક

મામલુક : ઇજિપ્ત ઉપર ઈ. સ. 1250થી 1517 સુધી રાજ્ય કરનાર લશ્કરી જૂથ. ‘મામલુક’ અરબી ભાષાનો શબ્દ છે અને એનો અર્થ ‘ગુલામ’ થાય છે. મૂળમાં તેઓ તુર્કી, મૉંગોલ અને સિરકેશિયન ગુલામો હતા; જેમને બારમી સદીમાં ઇજિપ્ત લઈ જવામાં આવ્યા હતા. શરૂઆતમાં આ મામલુકોને સૈનિકો તરીકે તાલીમ આપવામાં આવી. એ પછી…

વધુ વાંચો >

માયા સંસ્કૃતિ

માયા સંસ્કૃતિ : જુઓ અમેરિકા.

વધુ વાંચો >

માર્કસ, ઍન્ટોનાઇનસ

માર્કસ, ઍન્ટોનાઇનસ (જ. 225; અ. 244, જૈથા, મેસોપોટેમિયા) : રોમન સમ્રાટ. માર્કસ ઍન્ટોનાઇનસ ગૉર્ડિયેનસ ઉર્ફે ગૉર્ડિયન ત્રીજો ઑગસ્ટ 238થી 244 સુધી પ્રાચીન રોમન સામ્રાજ્યનો સમ્રાટ હતો. એના પિતામહ ગૉર્ડિયન પહેલાએ અને કાકા ગૉર્ડિયન બીજાએ માર્ચ-એપ્રિલ 238માં માત્ર ત્રણ સપ્તાહ માટે રોમના સંયુક્ત સમ્રાટ તરીકે રાજ્ય કર્યું હતું. નુમિડિયાના ગવર્નર કાપેલિયાનસ…

વધુ વાંચો >

માર્કસ ઑરેલિયસ

માર્કસ ઑરેલિયસ (જ. 26 એપ્રિલ 121, રોમ; અ. 17 માર્ચ 180, રોમ) : પ્રાચીન રોમન સમ્રાટ અને ફિલસૂફ. આત્મસંયમ વિશેની સ્ટોઇકવાદની ફિલસૂફી પરના ચિંતન-મનન માટે તે જાણીતો હતો. તેનો જન્મ રોમના ખાનદાન પરિવારમાં થયો હતો. ઍન્ટોનાઇનસ પાયસ રોમનો સમ્રાટ બન્યો (ઈ. સ. 138) એ અગાઉ તેણે માર્કસ ઑરેલિયસ અને લુસિયસ…

વધુ વાંચો >