ઇતિહાસ – જગત
દક્ષિણ એશિયા
દક્ષિણ એશિયા દક્ષિણ એશિયામાં આવેલા દેશોનું જૂથ. એક સમાન વંશવારસો ધરાવતા દેશોની સહિયારી સંસ્કૃતિ અને લોકાચારથી આ વિસ્તાર એકસૂત્રે બંધાયેલો છે. દક્ષિણ એશિયાનો વિસ્તાર પૂર્વમાં મ્યાનમાર (બ્રહ્મદેશ), દક્ષિણે હિંદી મહાસાગર, પશ્ચિમે અફઘાનિસ્તાન તથા ઉત્તરે ચીન(તિબેટ)ની વચ્ચે આવેલો છે. તેમાં બાંગ્લાદેશ, ભુતાન, ભારત, માલદીવ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકાનો સમાવેશ થાય છે.…
વધુ વાંચો >દ ગોલ ચાર્લ્સ
દ ગોલ ચાર્લ્સ : જુઓ, ગોલ ચાર્લ્સ આંદ્રે મેરી દ.
વધુ વાંચો >દમાસ્કસ
દમાસ્કસ : સીરિયાનું પાટનગર, મોટામાં મોટું શહેર તથા વિશ્વનાં પ્રાચીન નગરોમાંનું એક. ભૌગોલિક સ્થાન : 33° 30’ ઉ. અ. અને 36° 18’ પૂ. રે.. માઉન્ટ કાસિયમની તળેટીમાં વસેલું આ નગર દરિયાની સપાટીથી આશરે 730 મીટર ઊંચાઈ પર અર્ધ સૂકા મેદાની પ્રદેશમાં રણદ્વીપ તરીકે દેશની નૈર્ઋત્ય દિશામાં વિકસ્યું છે અને તેનો…
વધુ વાંચો >દરાયસ, મહાન
દરાયસ, મહાન (દારયવહુષ 1લો) (જ. ઈ. સ. પૂ. 550; અ. ઈ. સ. પૂ. 486) : પ્રાચીન ઈરાનનો સમ્રાટ. એકીમેનિડ વંશનો એક મહાન રાજવી. દરાયસ પાર્થિયાના સત્રપ (ગવર્નર) હિસ્ટેસ્પીસનો પુત્ર હતો. તેના બેહિસ્તુનના શિલાલેખમાં આપેલી માહિતી તેના ઇતિહાસનો મુખ્ય સ્રોત છે. ઈ. સ. પૂ. 522માં કૅમ્બિસિસના મૃત્યુ બાદ તેણે સાયરસના બીજા…
વધુ વાંચો >દાની, અહમદ હસન
દાની, અહમદ હસન (જ. જૂન 1920, બસના; અ. 26 જાન્યુઆરી 2009, ઇસ્લામાબાદ) : પાકિસ્તાનના બૌદ્ધિક પુરાતત્વવિદ, ઇતિહાસવિદ અને ભાષાશાસ્ત્રી, મધ્ય એશિયા અને દક્ષિણ એશિયાના પુરાતત્વ અને ઇતિહાસના અભ્યાસ પર તેમનું પ્રભુત્વ હતું. તેમણે પાકિસ્તાન અને બંગ્લાદેશમાં ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે પુરાતત્વનો અભ્યાસ દાખલ કરાવ્યો હતો. વિશેષત: તેઓ ઉત્તર પાકિસ્તાનમાં પૂર્વસિંધુસભ્યતા અને…
વધુ વાંચો >દારેસલામ
દારેસલામ : ટાન્ઝાનિયાની રાજધાની, મુખ્ય બંદર અને સૌથી મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 6° 48’ દ. અ. અને 39° 17’ પૂ. રે.. ઝાંઝીબારથી દક્ષિણે 60 કિમી. દૂર હિંદી મહાસાગરના કિનારે તે આવેલું છે. અરબીમાં દારેસલામનો અર્થ ‘શાંતિનું ધામ’ થાય છે. આ કુદરતી બંદર ભૂમિથી ઘેરાયેલું – રક્ષાયેલું છે. વિસ્તાર :…
વધુ વાંચો >દાલમેશિયન ટાપુઓ
દાલમેશિયન ટાપુઓ : એડ્રિયાટિક સમુદ્રના પૂર્વકિનારે આવેલા ટાપુઓ. ભૌગોલિક સ્થાન : 43° ઉ. અ. અને 17° પૂ. રે.. તે 320 કિમી. કરતાં વધારે લાંબી પણ સાંકડી ભૂમિપટ્ટી પર પથરાયેલા છે. તેનો કુલ વિસ્તાર 4,524 ચોકિ.મી. છે. દાલમેશિયા ક્રોએશિયન પ્રજાસત્તાકનો પ્રદેશ છે. તેમાં મધ્યસાગરકિનારાની પટ્ટી તથા એડ્રિયાટિકના સરહદી ટાપુઓનો સમાવેશ થાય…
વધુ વાંચો >દાંતોં, ઝોર્ઝ ઝાક
દાંતોં, ઝોર્ઝ ઝાક (જ. 21 ઑક્ટોબર 1759, આર્સી સ્યુર ઓબ; અ. 5 એપ્રિલ 1794) : ફ્રાન્સની ક્રાંતિના અગ્રણી નેતા અને પ્રતિભાશાળી વક્તા. તેમણે 1784માં કાયદાનો અભ્યાસ પૂરો કર્યો અને કાનૂની વ્યવસાય માટે પૅરિસ આવ્યા. 1789માં દાંતોં એસ્ટેટ્સ-જનરલમાં ચૂંટાયા. પ્રતિભાશાળી વ્યક્તિત્વ, સશક્ત નેતૃત્વ અને વાક્છટાને લીધે થોડા સમયમાં તે પૅરિસની ક્રાંતિકારી…
વધુ વાંચો >ધર્મયુદ્ધો
ધર્મયુદ્ધો (crusades) : ઈ. સ. ની અગિયારમી સદીથી તેરમી સદી દરમિયાન ખ્રિસ્તી અને મુસલમાનો વચ્ચે જેરૂસલેમ પર કબજો મેળવવા માટે ધર્મયુદ્ધો લડાયાં. ઈ. સ. 1095થી 1292 પર્યંત લડાયેલાં આ યુદ્ધોમાં આઠ યુદ્ધો જાણીતાં છે. તેમાં માનવપ્રેમ, ભ્રાતૃભાવ તથા માનવકલ્યાણનો બોધ આપનાર એ બંને ધર્મોના અનુયાયીઓએ ધર્મના નામે અસંખ્ય નિર્દોષ માનવીઓનું…
વધુ વાંચો >ધર્મસુધારણા
ધર્મસુધારણા (Reformation) : સોળમી સદીમાં યુરોપમાં ખ્રિસ્તી ચર્ચની આપખુદી તથા દુરાચાર સામેનો પડકાર. પોપની નિરંકુશ સત્તા સામેનો સ્વાતંત્ર્યસંગ્રામ. રોમન સામ્રાજ્યના પતન પછી પણ યુરોપમાં ખ્રિસ્તી ચર્ચની ધર્મસંસ્થા જીવંત રહી હતી. તેના વડા પોપ કહેવાય છે. આ સંસ્થાને તેનું આંતરરાષ્ટ્રીય ધાર્મિક સામ્રાજ્ય હતું. ઇટાલીમાં તેમની માલિકીનાં વિશાળ જમીનો, દેવળો, મકાનો તથા…
વધુ વાંચો >