ઇતિહાસ – ગુજરાત

કાશહૃદ

કાશહૃદ : દસક્રોઈ તાલુકાનું હાલનું કાસિંદ્રા. વલભીના મૈત્રક રાજા ધરસેન (ધ્રુવસેન 650-655) ત્રીજાનું કરજનું તામ્રપત્ર સાબરમતી નદીના પશ્ચિમ તટે આવેલા કાસિંદ્રામાંથી મળ્યું છે. તેમાં ખેટક આહારના કાશહૃદ પેટા વિભાગના એક અનભિજ્ઞાત ગામનો ઉલ્લેખ આવે છે. આ પરથી કાશહૃદ વિષય મોટો વહીવટી વિભાગ અને નાનો કાશહૃદ વિભાગ ખેટક આહાર(ખેડા પેટાજિલ્લો)નો પંથક…

વધુ વાંચો >

કાસાની, મીર સૈયદઅલી

કાસાની, મીર સૈયદઅલી : ગુજરાતનો સલ્તનતકાલનો ઇતિહાસલેખક અને કવિ. એણે ‘તારીખે મુઝફ્ફરશાહી’ નામનું પુસ્તક લખ્યું છે, જેમાં ગુજરાતના સુલતાન મુઝફ્ફરશાહ બીજાના શાસન(1511-1526)નો ઇતિહાસ આલેખ્યો છે. સુલતાન મુઝફ્ફરશાહ બીજાએ 1517માં માળવાનું રાજ્ય માંડુ જીતી લઈને એના સુલતાન મહમૂદ ખલજી બીજાને પાછું સોંપ્યું હતું તેનું વિસ્તૃત વર્ણન એમાં છે. એ આક્રમણમાં એ…

વધુ વાંચો >

કિનારીવાળા વિનોદ

કિનારીવાળા, વિનોદ (જ. 20 સપ્ટેમ્બર 1924, અમદાવાદ; અ. 10 ઑગસ્ટ 1942, અમદાવાદ) : ‘હિંદ છોડો’ ચળવળ દરમિયાન થયેલ શહીદ. વિનોદ અમદાવાદની ગુજરાત કૉલેજમાં ઇન્ટર સાયન્સનો વિદ્યાર્થી હતો. તેના પિતાનું નામ જમનાદાસ અને માતાનું નામ હીરાલક્ષ્મી હતું. વિનોદ દેશભક્ત હતો. ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદ એના આદર્શ હતા. 9મી ઑગસ્ટ 1942ની રાત્રે…

વધુ વાંચો >

કીર્તિરાજ

કીર્તિરાજ (અગિયારમી સદી) : લાટપ્રદેશના ગોગ્ગિરાજનો પુત્ર. લાટપ્રદેશ પર ગુજરાતના સોલંકી રાજાઓનું વર્ચસ્ હતું. આ પ્રદેશ ઉપર બારપ્પના પુત્ર ગોગ્ગિરાજે પોતાની સત્તા પાછી મેળવી હતી. પરંતુ સોલંકી રાજા દુર્લભરાજે લાટના રાજાને હરાવ્યો હતો એવું માનવામાં આવે છે. કીર્તિરાજની કીર્તિ શત્રુઓના હાથમાં ચાલી ગઈ હોવાનું નિરૂપાયું છે. કીર્તિરાજે 1018માં તાપી નદીને…

વધુ વાંચો >

કુત્બે આલમ

કુત્બે આલમ (જ. 1384; અ. 1452, અમદાવાદ) : સૂફી મતના પ્રચાર માટે અમદાવાદ આવેલા સંત. આખું નામ સૈયદ બુરહાનુદ્દીન અબૂ મુહમ્મદ બુખારી સુહરવર્દી. દસ વરસની ઉંમરે તેમના પિતાનું મૃત્યુ થવાથી તેમના કાકાએ ઉછેર્યા અને ધાર્મિક જ્ઞાન આપ્યું. સુલતાન અહમદશાહને ‘અહમદાબાદ અબ્દુલ આબાદ’ (પરમેશ્વરની કૃપાથી અમદાવાદ હમેશાં આબાદ રહેશે.) એવો આશીર્વાદ…

વધુ વાંચો >

કુમારપાળ

કુમારપાળ (શાસનકાળ : 1142-1172) : ગુજરાતના સોલંકી વંશનો મહાન રાજવી અને જૈન ધર્મનો પ્રસિદ્ધ પ્રભાવક. એ ભીમદેવ બકુલાદેવીના પ્રપૌત્ર ત્રિભુવનપાલનો જ્યેષ્ઠ પુત્ર હતો. સિદ્ધરાજ જયસિંહનો ઉત્તરાધિકાર કુમારપાળને મળ્યો, ત્યારે એ 50 વર્ષની પ્રૌઢ વયનો હતો. એને ગાદી અપાવવામાં મદદ કરનાર બનેવી કૃષ્ણદેવ આપખુદ બનતાં એને શિક્ષા કરી. શાકંભરીના ચાહમાન રાજા…

વધુ વાંચો >

કુમુદચંદ્ર

કુમુદચંદ્ર (બારમી સદી) : કર્ણાટકના રાજા અને જયસિંહ સિદ્ધરાજના માતામહ જયકેશીના ગુરુ જૈન મુનિ. પ્રભાવકચરિત અનુસાર કુમુદચંદ્ર દાક્ષિણાત્ય હતા. કુમુદચંદ્ર વાદવિદ્યામાં કુશલ હતા અને તેમના વિપક્ષીઓમાં બૌદ્ધો, ભાટ્ટ મીમાંસકો, શંકરાચાર્યના અનુયાયીઓ અને કાપિલો(સાંખ્યો)નો સમાવેશ હતો. યશશ્ચન્દ્રના ‘મુદ્રિતકુમુદચંદ્ર’ રૂપકનું કથાવસ્તુ સિદ્ધરાજ જયસિંહના દરબારમાં કુમુદચંદ્ર અને વાદિદેવસૂરિ વચ્ચે થયેલી ચર્ચા (પારિભાષિક નામકથા,…

વધુ વાંચો >

કૃષ્ણકુમારસિંહજી

કૃષ્ણકુમારસિંહજી (જ. 19 મે 1912, ભાવનગર; અ. 2 એપ્રિલ 1965) : ભાવનગર રાજ્યના ગોહિલકુળના રાજવી. પ્રજાપક્ષે રહીને રાષ્ટ્રાભિમાન વ્યક્ત કરનાર. સુવહીવટથી પ્રજાનો પ્રેમ સંપાદન કરી લોકપ્રિય બનેલા. ભાવનગરના મહારાજશ્રી ભાવસિંહજી બીજાનું 1919માં અવસાન થતાં કૃષ્ણકુમારસિંહજી ગાદીએ આવ્યા, પરંતુ તે સગીર વયના હોવાથી ભાવનગર રાજ્યનો વહીવટ ચલાવવા માટે સર પ્રભાશંકર પટ્ટણીની…

વધુ વાંચો >

કોચરબ આશ્રમ : જુઓ સત્યાગ્રહ આશ્રમ – કોચરબ.

કોચરબ આશ્રમ : જુઓ સત્યાગ્રહ આશ્રમ, કોચરબ

વધુ વાંચો >

કોટવાળ – અરદેશર

કોટવાળ, અરદેશર (જ. 29 જૂન 1797; અ. 1856) : સૂરત શહેરના રક્ષક અને પ્રજાસેવક. પિતા ધનજી શાહ બરજોરજી ઈસ્ટ ઇન્ડિયા કંપનીના પોલિટિકલ એજન્ટ. તે વ્યાયામના શોખીન, બહાદુર અને સાહસિક હતા. ત્રેવીસ વરસની ઉંમરે તેમણે સૂરતની અદાલતના કારકુન તરીકે નોકરીનો આરંભ કર્યો. થોડા માસ પછી પરાના કોટવાળ અને બીજે જ વરસે…

વધુ વાંચો >