આયુર્વેદ

કનકાસવ

કનકાસવ : આયુર્વેદિક ઔષધ. ગ્રંથપાઠ અને વિધિ : ધતૂરાનું પંચાંગ અને અરડૂસીનાં મૂળ 325-325 ગ્રામ; જેઠીમધ, લીંડીપીપર, ભોંયરીંગણી (બેઠી), નાગકેસર, સૂંઠ, ભારંગમૂળ અને તાલીસપત્ર – આ દરેકનું 160-160 ગ્રામ ચૂર્ણ; ધાવડીનાં ફૂલ 130 ગ્રામ, અધકચરી લીલવા (સૂકી) દ્રાક્ષ 165 ગ્રામ, સાકર 850 ગ્રામ, મધ 425 ગ્રામ અને પાણી 4,100 મિલિ.…

વધુ વાંચો >

કપૂરકાચલી (કપૂરકાચરી)

કપૂરકાચલી (કપૂરકાચરી) : વનૌષધિ. તેનાં વિવિધ નામો આ પ્રમાણે છે : સં. शटी, गंधपलाशी, गंधमूलिका; હિં. कपूरकचरी, शोदूरी, सितरूती; મ. कपूर काचरी, गंधशटी; બં. કર્પૂર કચરી, કપૂર કચરી; અં. Spiked ginger lily; લે. Hedychium spicatium Ham.; કાશ્મીરી નામ : સેંદૂરી. હળદરના કુળની (ઝિંજર-બરેસી કુળ) આ બહુવર્ષાયુ છોડ જેવી જ પરંતુ…

વધુ વાંચો >

કફકેતુરસ

કફકેતુરસ : આયુર્વેદિક ઔષધિ. ઔષધદ્રવ્યો અને નિર્માણવિધિ : ફુલાવેલો ટંકણખાર, લીંડીપીપર, શંખભસ્મ અને શુદ્ધ વછનાગ. આ ચારેય દ્રવ્યો ખરલમાં સરખા ભાગે એકત્ર કરી, તેને આદુંના રસમાં ત્રણ દિવસ સુધી સતત ઘૂંટીને, તેની 1/4થી 1 રતીની માત્રાની ગોળીઓ બનાવાય છે. માત્રા : 1થી 2 ગોળી આદુંના રસ અથવા નાગરવેલના પાનના અથવા…

વધુ વાંચો >

કમળો (આયુર્વેદ)

કમળો (jaundice) (આયુર્વેદ) : અતિશય પિત્તકર્તા (ગરમ) આહારવિહાર કરવાથી પિત્તદોષ પ્રકુપિત થવાથી ઉત્પન્ન થતો રોગ.. પિત્તદોષ દર્દીનાં આંખ, નખ, મૂત્ર, મળ  અને ત્વચામાં ફેલાઈ જઈ તેને પીળા રંગનાં કરી દઈ, દર્દીને પીળા વર્ણના દેખાવવાળો, નિર્બળ અને પાચનતંત્રના દર્દવાળો બનાવે છે. શરીર દેડકા જેવા ફિક્કા પીળા રંગનું દેખાય છે. દેહની ઇંદ્રિયોની…

વધુ વાંચો >

કરણ

કરણ : આયુર્વેદ અનુસાર જે સાધનો વડે વૈદ્ય ચિકિત્સા કરે તે. વ્યાકરણની ર્દષ્ટિએ ક્રિયાવ્યાપારમાં ઉપકારક સાધન તે કરણ. ‘क्रियते अनेन इति करणम्’ એ વ્યુત્પત્તિપરક વ્યાખ્યા કરણ સામાન્યના અર્થમાં છે. વસ્તુત: ક્રિયાપ્રક્રમનું જે અસાધારણ કારણ તે ‘કરણ’ છે. ચિકિત્સાનો આરંભ કરતા પહેલાં વૈદ્યને જે જ્ઞાન હોવું જોઈએ તેમાં પ્રથમ ‘કારણ’ એટલે…

વધુ વાંચો >

કરિયાતું

કરિયાતું : સં. भूनिंब; હિં. भूचिरायता; અં. Chirata; વર્ગ દ્વિદલાના કુળ Gentianaceaeનો એકવર્ષાયુ 10થી 25 સેમી. ઊંચો છોડ. તેનું લૅટિન નામ Swertia chirata છે. તેનાં સહસભ્યોમાં Nymphoides exacum – કીરા, Enicostemma કડવું કરી/કડવી નઈ Hoppea – કડવી હેલ અને Canscora – કુદળી કડવી ગુજરાતમાં ઊગે છે. ચાર ખૂણાવાળું સપક્ષ (winged)…

વધુ વાંચો >

કર્ણરોગો (આયુર્વેદ)

કર્ણરોગો (આયુર્વેદ) : કાનની અંદર થતા રોગો. આયુર્વેદમાં ‘સુશ્રુત સંહિતા’માં કાનની અંદર થતા 28 રોગો દર્શાવ્યા છે. તેમાં મહત્વના નીચે મુજબ છે : કર્ણશૂળ, કર્ણનાદ, બાધિર્ય (બહેરાશ), કર્ણક્ષ્વેડ, કર્ણસ્રાવ, કર્ણકંડૂ, કર્ણગૂથ, કર્ણકૃમિ, કર્ણપાક, કર્ણવિદ્રધિ, પૂતિકર્ણ, કર્ણાર્શ, કર્ણાર્બુદ, કર્ણશોથ ઇત્યાદિ. મુખ્ય કર્ણરોગોની સારવાર : (1) કર્ણકંડૂ (ચળ) : વાયુથી કાનમાં ચળ…

વધુ વાંચો >

કર્તા-ભિષક

કર્તા-ભિષક : રોગનિવારણ કરનાર વૈદ્ય. આયુર્વેદ વિજ્ઞાનમાં ચિકિત્સાક્રિયાના ચાર પાદ (પાયા – મુખ્ય અંગો) બતાવ્યા છે : 1. ભિષક્, વૈદ્ય; 2. દ્રવ્ય, ઔષધો; 3. પરિચારક, સેવાકર્તા અને 4. રોગી. આ ચારેયમાં ભિષક્(ભિષગ્ – વૈદ્ય)ને પ્રધાનકર્તા કે મુખ્ય પાદ કહે છે. તેના વિના અન્ય ત્રણ પાદોનું ખાસ મહત્વ રહેતું નથી. ‘ભિષક્’…

વધુ વાંચો >

કર્પૂરરસ

કર્પૂરરસ : આયુર્વેદિક રસૌષધિ. (ભૈષજ્ય રત્નાવલિ; ર. તં. સા. અને સિ. પ્ર. સં.) કપૂર, શુદ્ધ હિંગળોક, શુદ્ધ અફીણ, નાગરમોથ, ઇંદ્રજવ અને જાયફળને સરખે ભાગે લઈ, તેનું ચૂર્ણ કરી, ખરલમાં નાંખી, તેના આદુંનો રસ નાંખી, 3 કલાક ખરલ કરીને, તેની 1-1 રતી(121 મિગ્રા.)ની ગોળીઓ વાળી લેવામાં આવે છે. નાનાં બાળકોને અર્ધીથી…

વધુ વાંચો >