આયુર્વેદ

એરંડ તૈલ

એરંડ તૈલ : એરંડિયું મધુર, સારક, ગરમ, ભારે, રુચિકર, સ્નિગ્ધ અને કડવું છે; તે બદ, ઉદરરોગ, ગોળો, વાયુ, કફ, સોજો, વિષમજ્વર અને કમર, પીઠ, પેટ અને ગુદાના શૂળનો નાશ કરે છે. રેચ માટે સૂંઠના ઉકાળામાં 2 તોલા જેટલું એરંડિયું પીવા આપવામાં આવે છે. મધુકાન્ત ભગવાનજી પંડ્યા

વધુ વાંચો >

એલચી

એલચી : જુઓ ઇલાયચી.

વધુ વાંચો >

એલાદિવટી

એલાદિવટી : આયુર્વેદિક ઔષધ. સારી લીલવા એલચી, તાજાં તમાલપત્ર તથા પાતળી (તીખી) તજ દરેક 6-6 ગ્રામ; લીંડીપીપર 20 ગ્રામ; સાકર, જેઠીમધ, ઠળિયા વગરનું ખજૂર અને બીજ વગરની કાળી દ્રાક્ષ – એ દરેક 40-40 ગ્રામ લઈ, મોટી ખરલમાં તે વાટી-ઘૂંટી, તેમાં જરૂર પૂરતું મધ મેળવીને ચણીબોર કે કાબુલી ચણા જેવડી મોટી…

વધુ વાંચો >

એલિયમ એલ.

એલિયમ એલ. (Allium L.) : જુઓ ડુંગળી અને લસણ.

વધુ વાંચો >

એલો એલ.

એલો એલ. (Aloe L.) : જુઓ કુંવારપાઠું.

વધુ વાંચો >

એવીના એલ.

એવીના એલ. (Avena L.) : જુઓ ઓટ.

વધુ વાંચો >

એસ્પેરેગસ એલ.

એસ્પેરેગસ એલ. (Asparagus, L.) : જુઓ શતાવરી.

વધુ વાંચો >

ઔષધસેવનવિધિ (આયુર્વેદ)

ઔષધસેવનવિધિ (આયુર્વેદ) : ઔષધને લેવાની ઋતુ, સમય, ઔષધનું પ્રરૂપ, ઔષધ લેવાની રીત વગેરેને આવરી લેતું આયુર્વેદનું વિશિષ્ટ અંગ. કાળ, વ્યાધિ અને ઔષધદ્રવ્યની પ્રકૃતિ ઉપર તે આધાર રાખે છે. (क) કાલઆધારિત વિધિ : આના દસ પ્રકાર છે – (i) અનન્ન : આમાં નરણે કોઠે ઔષધ લઈને તે પચી જાય પછી જ…

વધુ વાંચો >

કડુ

કડુ : દ્વિદળી વર્ગમાં આવેલા સ્ક્રોફ્યુલારિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Picrorhiza kurroa Royle ex Benth. (સં. કટુક; હિં., બં. કુરુ, કુટ્કી; મ. કુટ્કી, ક. કેદાર, કુટુકી; તે., ત., મલ., કટુકરોહિણી) છે. તેના સહસભ્યોમાં ભીંતચટ્ટી, શ્વાનમુખ, જંગલી તમાકુ, તુરતી, તોરણિયા વગેરેનો સમાવેશ થાય છે. તે લગભગ 60 સેમી. ઊંચી,…

વધુ વાંચો >

કનકસુંદર રસ

કનકસુંદર રસ : આયુર્વેદિક ઔષધ. શુદ્ધ હિંગળો, શુદ્ધ ગંધક, શુદ્ધ ટંકણખાર, શુદ્ધ વછનાગ, શુદ્ધ ધતૂરાનાં બીજ, કાળાં મરી અને લીંડીપીપરનું બારીક ચૂર્ણ ખરલમાં નાખી ભાંગના ક્વાથમાં એક પ્રહર સુધી ખૂબ ઘૂંટીને એક એક રતીના પ્રમાણની ગોળીઓ બનાવાય છે. 1થી 2 ગોળી સવાર-સાંજ પાણી સાથે ગ્રહણી રોગ, અતિસાર, તાવ, અગ્નિમાંદ્ય વગેરેમાં…

વધુ વાંચો >