આયુર્વેદ

કાસકુઠાર રસ

કાસકુઠાર રસ : આયુર્વેદનું ઔષધ. શુદ્ધ હિંગળોક, કાળાં મરી, શુદ્ધ ગંધક, સૂંઠ, લીંડીપીપર અને શુદ્ધ ટંકણખાર – આ બધી ચીજો સમાન ભાગે લઈ, ખરલ કરી, બારીક ચૂર્ણ તૈયાર કરવામાં આવે છે. દવા આદુંના રસ સાથે 1થી 2 રતીની માત્રામાં આપવાથી દારુણ સન્નિપાત, વિવિધ પ્રકારની ખાંસી તથા માથાના રોગોમાં લાભ થાય…

વધુ વાંચો >

કાંડભંગ (fracture) અસ્થિભંગ

કાંડભંગ (fracture) અસ્થિભંગ : આયુર્વેદની પરિભાષામાં શરીરના કોઈ પણ હાડકાનું તૂટવું તે. આયુર્વેદમાં ‘સુશ્રુત સંહિતા’ના નિદાનસ્થાનમાં પંદરમા અધ્યાયમાં ‘કાંડભંગ’ વિશે વિસ્તૃત વર્ણન આપેલ છે. મૂળ ગ્રંથમાં ‘ભંગ’ના બે પ્રકારો બતાવેલા છે – (1) સંધિભંગ (મચકોડ) અને (2) કાંડભંગ (અસ્થિભંગ). ઉપરથી નીચે પડવાથી, ભારે વસ્તુના દબાણમાં આવવાથી, પ્રહાર (માર) થવાથી, હિંસક…

વધુ વાંચો >

કીડામારી

કીડામારી :  દ્વિદળીવર્ગમાં આવેલા એરિસ્ટોલોકિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Aristolochia bracteolata Lam. syn. A. bracteata Deta. (સં. ધૂમ્રપત્રા, હિં. કીડામારી; બં. તામાક; મ. ગિધાન, ગંધન, ગંધાટી; ક. કરિગિડ, કત્તગિરિ; તે ગાડિદેગાડાપારા, ત. અડુટિન્નાલાઇ; અં. બ્રેક્ટિયેટેડ બર્થવર્ટ) છે. તે એક પાતળી, ઉચ્ચાગ્રભૂશાયી (decumbent), અરોમિલ (glabrous), 30 સેમી.થી 45 સેમી.…

વધુ વાંચો >

કુટજારિષ્ટ

કુટજારિષ્ટ (આયુર્વેદિક ઔષધ) : કાળી કડાછાલ  કિલો, અધકચરી દ્રાક્ષ 1.250 ગ્રામ, મહુડાનાં ફૂલ 400 ગ્રામ અને સીવણ(ગંભારી)ની છાલ 400 ગ્રામ લઈ, તેને અધકચરું ખાંડી, 20 લિટર પાણીમાં નાંખી ઉકાળાય છે. તે ઉકાળો ચોથા ભાગે રહે ત્યારે તે ઉતારી, ઠંડો પડે એટલે તે મસળીને કપડેથી ગાળી તેમાં 2 કિલો ગોળ તથા 500…

વધુ વાંચો >

કુમારકલ્યાણ ઘૃત

કુમારકલ્યાણ ઘૃત : એક આયુર્વેદિક ઔષધિ. શંખાવળી, વજ, કઠ, બ્રાહ્મી, હરડે, બહેડાં, આમળાં, દ્રાક્ષ, સાકર, સૂંઠ, ડોડી (જીવંતી), જીવક, ખરેંટી (બલા), કચૂરો (ષટ્કચૂરો), ધમાસો, બીલાની છાલ, દાડમની છાલ, તુલસીનાં પાન, શાલવણ (શાલિપર્ણી), નાગરમોથ, પુષ્કર મૂળ, નાની એલચી, લીંડીપીપર, વાળો, ગોખરુ, અતિવિષ, કાળીપાટ, વાવડિંગ, દેવદાર, ચમેલીનાં ફૂલ, મહુડાનાં ફૂલ, ખજૂર, મીઠાં…

વધુ વાંચો >

કુમારકલ્યાણરસ

કુમારકલ્યાણરસ : એક આયુર્વેદિક ઔષધ. રસસિંદૂર, મોતીપિષ્ટિ, સુવર્ણભસ્મ, અભ્રકભસ્મ, લોહભસ્મ અને સુવર્ણમાક્ષિક ભસ્મ – આ 6 ચીજો સરખે ભાગે એક ખરલમાં નાંખી, તેમાં કુંવારપાઠાનો રસ ઉમેરી, 1 દિવસ સુધી ઘૂંટાઈ કર્યા બાદ તેની મગ જેવડી ગોળીઓ વાળી લેવામાં આવે છે. બે વર્ષની વય સુધીના બાળકને  ગોળી; 2થી 5 વર્ષની વય…

વધુ વાંચો >

કુષ્ઠ (આયુર્વેદ)

કુષ્ઠ (આયુર્વેદ) : શરીરની ત્વચા અને ત્વચાસ્થિત ધાતુઓનો નાશ કરનાર રોગ. આયુર્વેદમાં ચામડીના વિકારોને કૃષ્ઠ કહ્યા છે. कुष्णाति वपुः इति कुष्ठम् પાશ્ચાત્ય વૈદ્યકમાં dermatoses કે disease of the skin તરીકે તેને ઓળખાવે છે. પ્રકારો : કુષ્ઠરોગના મુખ્યત્વે બે પ્રકાર છે : મહાકુષ્ઠ અને ક્ષુદ્ર-કુષ્ઠ. મહાકુષ્ઠના 7 પ્રકાર છે અને ક્ષુદ્રકુષ્ઠના…

વધુ વાંચો >

કૂર્મનાડી

કૂર્મનાડી : શ્વાસનળી. અંગ્રેજીમાં એને bronchial tube (બ્રોંકિઅલ ટ્યૂબ) કહે છે. સંભવતઃ એનો આકાર-પ્રકાર કાચબા જેવો હોવાથી તેને કૂર્મનાડી કહે છે. પતંજલિએ આ નાડીનું ખૂબ મહત્વ દર્શાવ્યું છે. તેમને મતે આ નાડી પર સંયમ સાધવાથી શરીરમાં સ્થિરતા સિદ્ધ થાય છે અને શરીરની સ્થિરતા સિદ્ધ થતાં ચિત્તની સ્થિરતા સધાય છે. પ્રવીણચંદ્ર…

વધુ વાંચો >

કૃમિ (આયુર્વેદ)

કૃમિ (આયુર્વેદ) : દૂષિત ખોરાક કે પાણી પીવાથી અન્નમાર્ગમાં ચૂંક કે દુખાવાનો રોગ પેદા કરનાર સૂત્રકૃમિ સમુદાયના સૂક્ષ્મ જીવો. બાળકોમાં મુખ્યત્વે કરમિયાનો રોગ આ કૃમિઓ દ્વારા થાય છે. ગંદા આવાસોમાં રહેનારા આ રોગનો ભોગ બને છે. કૃમિના બે પ્રકાર છે : (1) સહજ અને (2) વૈકારિક. સહજ કૃમિ શરીરની સાથે…

વધુ વાંચો >

કૅનાવાલિયા

કૅનાવાલિયા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ફૅબેસી કુળની આરોહી શાકીય પ્રજાતિ. તે લગભગ 48 જાતિઓની બનેલી છે અને ઉષ્ણકટિબંધમાં બધે જ વિતરણ પામેલી છે. બે જાતિઓ (Canavalia ensiformis અને C. gladiata) ખૂબ જાણીતી છે અને તેને ખાદ્ય શિંબી-ફળો અને દાણા માટે ઉછેરવામાં આવે છે. C. ensiformis (Linn.) DC. (સં. મહાશિંબી,…

વધુ વાંચો >