આયુર્વેદ

અક્કલગરો

અક્કલગરો : દ્વિદળી વર્ગના ઍસ્ટરેસી (Asteraceae) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Anacyclus pyrethrum DC. (સં. आकारकरम्, अकल्लक; હિં. अकरकरा; ગુ. અક્કલગરો; મ. અકલકાલા; બં. અકોરકોરા) છે. ભૃંગરાજ, સૂર્યમુખી, કસુંબી, ડેહલિયા વગેરે પણ આ કુળનાં છે. આયુષ્ય એક વર્ષ. આશરે 1 મીટર લાંબો ફેલાતો છોડ. પર્ણો સાદાં, રુવાંટી વગરનાં, જેની…

વધુ વાંચો >

અક્ષિરોગ

અક્ષિરોગ (આયુર્વેદ અનુસાર) : આંખ સંબંધી રોગો. ઝાંખું અથવા બેવડું દેખાવું, ચક્કર આવવાં, માથું દુખવું, આંખમાં વેદના થવી, આંખ લાલ બનવી, આંખમાંથી પાણી ઝરવું, આંખ ચોંટી જવી, આંખમાં પીયા વળવા વગેરે આંખના રોગનાં પ્રાથમિક લક્ષણો ગણાય. આંખના રોગ થવાનાં મુખ્ય કારણો : (1) તાપમાંથી આવીને શીતળ જળથી આંખનું પ્રક્ષાલન (2)…

વધુ વાંચો >

અગથિયો

અગથિયો : દ્વિદળી વર્ગના ફૅબેસી કુળમાં આવેલા પૅપિલિયોનોઇડી ઉપકુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Sesbania grandiflora (L.) Pers. (સં. अगस्त्य, अगस्ति; હિં. अगस्ता, अगथिया; મ. અગસ્થા; બં. બક; અં. સૅસ્બેન.) છે. પાનરવો, કેસૂડો, ગ્લાયરીસીડીઆ તેનાં કુટુંબી વૃક્ષો. નરમ, પોચા, બટકણા, હલકા લાકડાવાળું વૃક્ષ. 8થી 10 મી. ઊંચાઈ. તેનું સંયુક્ત પર્ણ 15થી…

વધુ વાંચો >

અગર

અગર : વનસ્પતિના એક્વિલેરિએસી કુળની એક જાતિ. તેનું વૈજ્ઞાનિક નામ Aquilaria agallocha Roxb. (સં. अगुरु, अगारु; હિં. अगर; અં. Aloe wood/Eagle wood) છે. તેને અગાઉ થાયમેલીએસી કુળની ગણવામાં આવતી હતી પરંતુ તેનાં કેટલાંક વિશિષ્ટ લક્ષણોને આધારે તેને હવે એક્વિલેરિએસી કુળમાં મૂકવામાં આવેલ છે. વૃક્ષરૂપ. પર્ણો એકાંતરિત, સાદાં. પાર્શ્ર્વ શિરાઓ ઘણી…

વધુ વાંચો >

અગસ્ત્ય હરિતકી

અગસ્ત્ય હરિતકી : આયુર્વેદિક ઔષધ. ચાટણ જેવું આ ઔષધ હરડે, જવ, દશમૂળની દસ ઔષધિઓ, ચિત્રક, પીપરીમૂળનાં ગંઠોડાં, અઘેડો, કચૂરો, કૌંચા, શંખાવલી, ભારંગી, ગજપીપર, બલામૂળ, પુષ્કરમૂળ, ઘી, તલનું તેલ, ગોળ, મધ તથા લીંડીપીપરના ચૂર્ણમાંથી તૈયાર થાય છે. માત્રા : એકથી બે નંગ હરડે તથા 5થી 10 ગ્રામ જેટલો અવલેહ સવારમાં એક…

વધુ વાંચો >

અગ્નિકર્મ

અગ્નિકર્મ : આયુર્વેદ પદ્ધતિ અનુસાર અગ્નિ દ્વારા સિદ્ધ કરવાનું કાર્ય. તેને તળપદી ભાષામાં ‘‘ડામ દીધો’’ કહે છે. હજુ પણ ભારતનાં ગામડાંમાં, કોઈ ઔષધ દર્દીને સ્વસ્થ કરી ન શકે ત્યાં ડામ દેવાની પ્રથા છે. પહેલી નજરે ડામ દેવો તે જરા જંગલીપણામાં ખપે, પણ આ ડામ દેવાની પદ્ધતિ પ્રાચીન કાળથી અપનાવાતી રહી…

વધુ વાંચો >

અગ્નિકુમારરસ

અગ્નિકુમારરસ : આયુર્વેદિક ઔષધ. શુદ્ધ પારદ, શુદ્ધ ગંધક, શુદ્ધ ટંકણખાર, શુદ્ધ વછનાગ, કોડીની ભસ્મ, શંખભસ્મ અને મરીને જંબીરી લીંબુના રસમાં સાત વાર ઘૂંટી સુકાઈ જાય ત્યારે કપડાથી ચાળીને બબ્બે રતીના પ્રમાણમાં ગોળીઓ બનાવવામાં આવે છે. માત્રા 2થી 4 રતી. અનુપાન : છાશ, લીંબુ અથવા આદુંનો રસ દિવસમાં 2થી 3 વાર.…

વધુ વાંચો >

અગ્નિતુંડી વટી

અગ્નિતુંડી વટી : આયુર્વેદિક ઔષધ. શુદ્ધ પારદ, શુદ્ધ ગંધક, શુદ્ધ વછનાગ, અજમો, હરડે, બહેડાં, આંબળાં, સાજીખાર, જવભાર, ચિત્રક, સિંધાલૂણ, જીરું, સંચળ, વાવડિંગ, મીઠું, સૂંઠ, મરી અને લીંડીપીપર એ દરેકને સરખા ભાગે લઈને તેમાં બધાંયના વજન જેટલું શુદ્ધ ઝેરકોચલાનું ચૂર્ણ મેળવી જંબીરી લીંબુના રસમાં ખૂબ ઘૂંટીને મરીના દાણા જેવડી ગોળીઓ બનાવવામાં…

વધુ વાંચો >

અગ્નિમાંદ્ય (અજીર્ણ)

અગ્નિમાંદ્ય (અજીર્ણ) : અપચાનો રોગ. જીવનનો આધાર છે આહાર. માણસ જે આહાર લે છે તે દેહમાં પચ્યા પછી, તેમાંથી જ શરીરને સ્વસ્થ અને બળવાન બનાવવા માટે જરૂરી રસ, રક્તાદિ ધાતુઓ તથા ઓજસ્ બને છે. શરીરમાં દાખલ થયેલા આહારને પચાવવાનું મહત્ત્વનું કાર્ય હોજરી, ગ્રહણી તથા આંતરડાંમાં રહેલ ‘જઠરાગ્નિ’ કરે છે. જઠરાગ્નિ…

વધુ વાંચો >

અગ્નિવેશ

અગ્નિવેશ (ઈ. સ. પૂ. 1000થી 1500 આશરે) : આત્રેય ઋષિના શિષ્યોમાં અત્યંત બુદ્ધિમાન શિષ્ય તરીકે પ્રસિદ્ધ. તેને પ્રતાપે ગુરુશિષ્યના પ્રશ્ર્નોત્તર રૂપે ‘ચરકસંહિતા’નું નિર્માણ થયેલું છે. અગ્નિવેશે આત્રેય ઋષિનાં વ્યાખ્યાનોને એકત્ર કરીને ‘અગ્નિવેશતંત્ર’ની રચના કરેલી છે. મૂળ ‘અગ્નિવેશતંત્ર’ સંક્ષિપ્ત અને સૂત્રરૂપમાં હશે, તેનું ચરકે ભાષ્ય સાથે સંસ્કરણ કરેલું છે. ‘ચરકસંહિતા’ પછી…

વધુ વાંચો >