કૂર્મનાડી : શ્વાસનળી. અંગ્રેજીમાં એને bronchial tube (બ્રોંકિઅલ ટ્યૂબ) કહે છે. સંભવતઃ એનો આકાર-પ્રકાર કાચબા જેવો હોવાથી તેને કૂર્મનાડી કહે છે. પતંજલિએ આ નાડીનું ખૂબ મહત્વ દર્શાવ્યું છે. તેમને મતે આ નાડી પર સંયમ સાધવાથી શરીરમાં સ્થિરતા સિદ્ધ થાય છે અને શરીરની સ્થિરતા સિદ્ધ થતાં ચિત્તની સ્થિરતા સધાય છે.

પ્રવીણચંદ્ર પરીખ