કાસકુઠાર રસ

January, 2006

કાસકુઠાર રસ : આયુર્વેદનું ઔષધ. શુદ્ધ હિંગળોક, કાળાં મરી, શુદ્ધ ગંધક, સૂંઠ, લીંડીપીપર અને શુદ્ધ ટંકણખાર – આ બધી ચીજો સમાન ભાગે લઈ, ખરલ કરી, બારીક ચૂર્ણ તૈયાર કરવામાં આવે છે. દવા આદુંના રસ સાથે 1થી 2 રતીની માત્રામાં આપવાથી દારુણ સન્નિપાત, વિવિધ પ્રકારની ખાંસી તથા માથાના રોગોમાં લાભ થાય છે.

મધુકાન્ત ભગવાનજી પંડ્યા