આયુર્વિજ્ઞાન

હડકવા (rabies)

હડકવા (rabies) : પ્રાણી દ્વારા મગજ પર સોજો કરતો વિષાણુજન્ય રોગ. તે માનવ સહિતનાં સસ્તન પ્રાણીઓના મગજમાં ચેપજન્ય સોજો એટલે કે મસ્તિષ્કશોથ (encephalitis) કરે છે. હડકવાને જલભીતિ (hydrophobia) કહે છે. તે અલર્ક (ગાંડો થયેલો કૂતરો) કૂતરો કરડે તેથી થતો હોવાથી તેને અલર્કવાત અથવા અલર્કતા (rabies) પણ કહેવાય. તેના અંગ્રેજી નામ…

વધુ વાંચો >

હન્ટર જ્હૉન (Hunter John)

હન્ટર જ્હૉન (Hunter, John) (જ. 13 ફેબ્રુઆરી 1728, લૉંગ કોલ્ડરવુડ, લેનાર્કશાયર, સ્કૉટલૅન્ડ; અ. 16 ઑક્ટોબર 1793, લંડન) : ઇંગ્લૅન્ડના શલ્યવિદ્યાતજ્જ્ઞ (sergeon), ‘રોગગ્રસ્ત શરીરશાસ્ત્ર’-(Pathological anatomy)ના સ્થાપક અને પ્રાયોગિક સંશોધનના હિમાયતી. આ ઉપરાંત તેમણે જીવનશાસ્ત્ર, શરીરશાસ્ત્ર, દેહધર્મક્રિયાશાસ્ત્ર અને રોગશાસ્ત્રનો તુલનાત્મક અભ્યાસ કરેલો. 18મી સદીમાં શલ્યવિદ્યાના અભ્યાસ માટે યુનિવર્સિટીમાં જોડાવું આવશ્યક હતું; પરંતુ…

વધુ વાંચો >

હરસ (piles) (આયુર્વિજ્ઞાન)

હરસ (piles) (આયુર્વિજ્ઞાન) : ગુદામાં નસો (શિરાઓ) પહોળી થઈને ઊપસી આવે તે. તેને શાસ્ત્રીય રીતે વાહિનીમસા (hemorrhoids) કહે છે. લોકબોલીમાં તેને ગુદામાર્ગના મસા પણ કહે છે. આયુર્વેદમાં તે ‘અર્શસ્’ અથવા ‘અર્શ’ નામે ઓળખાય છે. તે 2 પ્રકારના છે – ગુદાદ્વારના સંદર્ભે બાહ્ય (external) અને અંત:સ્થિત (internal). બાહ્ય હરસ ચામડી વડે…

વધુ વાંચો >

હર્પિસ બહુપીડક (herpes zoster)

હર્પિસ બહુપીડક (herpes zoster) : અછબડા કરતા વિષાણુ પુન:સક્રિય થઈને મોટે ભાગે કોઈ એક ચર્મપટ્ટા (dermatome) સુધી સીમિત સ્ફોટ કરતો રોગ. આ વિષાણુ પ્રાથમિક ચેપ રૂપે અછબડા (chicken pox) અથવા લઘુક્ષતાંકી સ્ફોટ (varicella) કરે છે અને શરીરના ચેતાતંત્રમાં સુષુપ્ત રહીને પુન:સક્રિય થાય ત્યારે જે તે ચેતા દ્વારા ચામડીના જે પટ્ટા…

વધુ વાંચો >

હર્પિસ સરલ (herpes simplex)

હર્પિસ, સરલ (herpes simplex) : હોઠ તથા જનનાંગો પર વારંવાર થતો એક વિષાણુજ રોગ. હર્પિસ (herpes) એટલે વિસ્તાર પામતું અને સિમ્પ્લેક્સ (simplex) એટલે સરળન, અવિશિષ્ટ. તેથી આ રોગ કરતા વિષાણુને વિસ્તારી સરલન વિષાણુ (herpes simplex virus, HSV) કહે છે. તેનાથી હોઠની આસપાસ થતા વિકારને ‘બરો મૂતરવો’ કહે છે. HSVના 2…

વધુ વાંચો >

હર્ષી આલ્ફ્રેડ ડી. (Hershey Alfred D.)

હર્ષી, આલ્ફ્રેડ ડી. (Hershey, Alfred D.) (જ. 4 ડિસેમ્બર 1908, ઓવોસો, મિશિગન, યુ.એસ.; અ. 22 મે 1997) : સન 1969ના મૅક્સ ડેલ્બ્રુક અને સેલ્વેડોર લ્યૂરિયા સાથેના તબીબીવિદ્યા તથા દેહધર્મવિદ્યાના નોબેલ પુરસ્કારના વિજેતા. તેમને વિષાણુઓની જનીનીય સંરચના (બંધારણ) અને તેમની સસ્વરૂપજનન (replication) અંગે કરેલી શોધ માટે આ માન મળ્યું હતું. વિષાણુઓનાં…

વધુ વાંચો >

હંટ આર. ટિમૉથી (Hunt R. Timothy)

હંટ, આર. ટિમૉથી (Hunt, R. Timothy) (જ. 19 ફેબ્રુઆરી 1943, નેટસન, વિરાલ, લિવરપુલ પાસે, યુ.કે.) : સન 2001ના નોબેલ પુરસ્કારના વિજેતા. તબીબીવિદ્યા અને દેહધર્મવિદ્યાનો આ પુરસ્કાર તેમણે લેલૅન્ડ હાર્ટવેલ અને સર પોલ નર્સ સાથે સરખે ભાગે મેળવ્યો હતો. તેમણે કોષચક્ર(cell cycle)ના મુખ્ય નિયામકોની શોધ કરી હતી. સજીવ કોષ તેની અચલ…

વધુ વાંચો >

હાઇડ્રેઝીન (hydrazine)

હાઇડ્રેઝીન (hydrazine) : એમોનિયા જેવી વાસવાળો, બે નાઇટ્રોજન પરમાણુઓ ધરાવતો, નાઇટ્રોજનનો હાઇડ્રાઇડ. સૂત્ર NH4 અથવા H2NNH2. રંગવિહીન, ધૂમાયમાન (fuming) પ્રવાહી અથવા સફેદ ઘન પદાર્થ. ગ.બિં. 1.4° સે.; ઉ.બિં. 113.5° સે.; સાપેક્ષ ઘનતા 1.01 (પ્રવાહી). ઇથેનોલમાં દ્રાવ્ય પણ પાણીમાં વધુ દ્રાવ્ય. ક્લૉરોફૉર્મ કે ઈથરમાં અદ્રાવ્ય. રાશિગ (Raschig) સંશ્લેષણ દ્વારા એમોનિયા અને…

વધુ વાંચો >

હાઇડ્રેલેઝિન

હાઇડ્રેલેઝિન : નસોને પહોળી કરીને લોહીનું દબાણ ઘટાડતું ઔષધ. તે મૂળ પ્રતિહિસ્ટામિન દ્રવ્ય તરીકે વિકસ્યું હતું; પરંતુ તે લોહીનું દબાણ ઘટાડતું હોવાથી તે વિષમોર્જા(allergy)ને બદલે લોહીના ઊંચા દબાણના રોગમાં ઉપયોગી નીવડ્યું છે. તેની રાસાયણિક સંરચના આકૃતિમાં દર્શાવી છે : ઔષધીય કાર્ય : તે ધમનિકાઓના સ્નાયુતંતુઓને શિથિલ કરીને તેમને પહોળા કરે…

વધુ વાંચો >

હાઇડ્રોજન સલ્ફાઇડ (આયુર્વિજ્ઞાન)

હાઇડ્રોજન સલ્ફાઇડ (આયુર્વિજ્ઞાન) : કહોવાયેલાં ઈંડાંનો કે વાછૂટમાંનો દુર્ગંધવાળો, રંગવિહીન, ઝેરી અને જ્વલનશીલ વાયુ. તેનું રાસાયણિક સૂત્ર છે H2S. ગટર કે મોટા આંતરડામાં ઑક્સિજનની ગેરહાજરીમાં જ્યારે સેન્દ્રિય (organic) પદાર્થોમાંના સલ્ફેટનું જીવાણુઓ (bacteria) દ્વારા વિઘટન થાય ત્યારે તે ઉત્પન્ન થાય છે. તેને અજારક પાચન (anaerobic digestion) કહે છે. તે જ્વાળામુખીના વાયુઓ,…

વધુ વાંચો >