આયુર્વિજ્ઞાન

અકાલવૃદ્ધત્વ (progeria)

અકાલવૃદ્ધત્વ (progeria) : બાળપણ અથવા યુવાવસ્થામાં વૃદ્ધત્વનાં ચિહ્નો પ્રગટે તે અવસ્થા. ઘણી વાર તેનાં વારસાગત સંલક્ષણો (syndromes) હોય છે, જેમાં કોષીય તેમજ શારીરિક વૃદ્ધત્વનાં ઘણાં લક્ષણો જોવા મળે છે. પરંતુ માનસિક વૃદ્ધત્વ આવતું નથી. બાલ્યાવસ્થામાં હચિન્સન-ગિલ્ફર્ડ સંલક્ષણ અને પુખ્તાવસ્થામાં વર્નરનું સંલક્ષણ અકાલવૃદ્ધત્વ લાવે છે. હચિન્સન–ગિલ્ફર્ડ સંલક્ષણમાં હૃદય અને મગજના રુધિરાભિસરણની…

વધુ વાંચો >

અછબડા

અછબડા (chicken pox) : બેથી છ વર્ષનાં બાળકોને ઝીણી ફોલ્લીઓ અને ફોલ્લા કરતો વિષાણુજન્ય (viral) ચેપી રોગ. તે જોતજોતામાં વાવડનું રૂપ ધારણ કરે છે. વેલરે 1953માં બતાવેલું કે આ જ રોગના વિષાણુથી હર્પિસ ઝોસ્ટર નામનો વ્યાધિ પણ થાય છે. તેથી તેને અછબડા-ઝોસ્ટર વિષાણુ કહે છે. દર્દીના શ્વસનમાર્ગમાં અને ફોલ્લાની રસીમાં…

વધુ વાંચો >

અતિઅમ્લતા (hyper-acidity)

અતિઅમ્લતા (hyper-acidity) : પેટમાંની અસ્વસ્થતા દર્શાવતો વિકાર. જનસમાજમાં 40 % લોકોને કોઈ ને કોઈ ઉંમરે અતિઅમ્લતાની તકલીફ થતી હોય છે. દર્દી પેટના ઉપલા ભાગમાં કે છાતીની મધ્યમાં બળતરા, ખાટા ઘચરકા કે ઓડકાર, જમ્યા પછી પેટમાં ભાર લાગવાની અથવા ઊબકા કે ઊલટીની ફરિયાદ કરે છે. આ બધાંને અતિઅમ્લતા, અજીર્ણ કે અપચા…

વધુ વાંચો >

અતિકાયતા – વિષમ

અતિકાયતા, વિષમ (arcromegaly) : અસાધારણ વિકૃતિ દર્શાવતી શરીરવૃદ્ધિ. ખોપરીના પોલાણમાં મગજની નીચે આવેલી પીયૂષિકા (pituitary) ગ્રંથિના અગ્રસ્થખંડ(anterior lobe)માંથી વૃદ્ધિકારક અંત:સ્રાવ (growth hormone) તૈયાર થાય છે, જે સમગ્ર શરીરની વૃદ્ધિ માટે જવાબદાર હોય છે. આ ગ્રંથિના અમ્લગ્રાહી (acidophil) કોષોની અતિવૃદ્ધિને કારણે ઉપર દર્શાવેલ અંત:સ્રાવનું પ્રમાણ વધે છે. હાડકાંની વૃદ્ધિ પૂર્ણ થયા…

વધુ વાંચો >

અતિકાયતા – સમ

અતિકાયતા, સમ (gigantism) : અસાધારણ શરીરવૃદ્ધિનો રોગ. પીયૂષિકા (pituitary) ગ્રંથિનો વૃદ્ધિકારક અંત:સ્રાવ (growth hormone) બાળપણમાં હાડકાંની વૃદ્ધિ પરિપૂર્ણ થાય તે પહેલાં વધે તો સમ અતિકાયતા નામનો રોગ થાય છે. તેના અમ્લગ્રાહી (acidophil) કોષોની અતિવૃદ્ધિ કે ગાંઠ (adenoma) દ્વારા વૃદ્ધિકારક અંત:સ્રાવનું ઉત્પાદન વધે છે. હાડકાંની લંબાઈ ખૂબ જ વધે છે અને…

વધુ વાંચો >

અતિકૅલ્શિયમતા

અતિકૅલ્શિયમતા (hypercalcaemia) : માનવશરીરમાં યોગ્ય કરતાં વધુ પ્રમાણમાં કૅલ્શિયમ હોવાને કારણે થતો રોગ. માનવશરીરમાંનાં કુલ 24 તત્વોમાં કૅલ્શિયમનું પ્રમાણ પાંચમું સ્થાન ધરાવે છે. કૅલ્શિયમ અને ફૉસ્ફરસ મળીને શરીરના કુલ વજનના 3 ટકા બને છે. આમ 70 કિગ્રા. વજનવાળી વ્યક્તિમાં 1,184 ગ્રામ કૅલ્શિયમ રહેલું છે, જે મુખ્યત્વે હાડકાં અને દાંતની રચનામાં,…

વધુ વાંચો >

અતિજલશીર્ષ

અતિજલશીર્ષ (hydrocephalus) : અતિજલશીર્ષ એટલે માથામાં મોટા પ્રમાણમાં પ્રવાહી ભરાવું તે. મગજ(મસ્તિષ્ક, brain)ના અંદરના ભાગમાં પોલાણ હોય છે તેને નિલયતંત્ર (ventricular system) કહે છે. નિલયતંત્રમાં અને મગજની ફરતે બહાર આવેલા પ્રવાહીને મસ્તિષ્ક-મેરુરજ્જુ-તરલ (CSF) કહે છે. આ તરલનું પ્રમાણ અને દબાણ વધે ત્યારે નિલય પહોળાં થાય છે, તેથી માથું પણ મોટું…

વધુ વાંચો >

અતિદાબખંડ

અતિદાબખંડ (hyperbaric chamber) : વધુ દબાણવાળો ઑક્સિજન આપવા માટેનો ખંડ. વાતાવરણ કરતાં વધુ દબાણે પ્રાણવાયુ આપવા માટે દર્દીનાં અંગો સમાય તેટલો નાનો કે સારવાર આપનારાઓ સહિત દર્દીને રાખી શકાય તેવડો વિશાળ ખંડ ભારતમાં થોડાંક કેન્દ્રોમાં ઉપલબ્ધ છે. વિશાળ અતિદાબખંડમાં દર્દીને 100% પ્રાણવાયુ નાકનળી કે મહોરા (mask) વડે અપાય છે. તેથી…

વધુ વાંચો >

અતિવર્ણકતા

અતિવર્ણકતા (hyperpigmentation): ચામડીનો શ્યામ રંગ થવો તે. ચામડીમાં રહેલ લોહી, કેરોટીન (પીતવર્ણક) તથા મિલાનિન (કૃષ્ણવર્ણક) નામનાં રંગકરણો અથવા વર્ણકદ્રવ્યો(pigments)નું પ્રમાણ માણસની ચામડીનો રંગ નક્કી કરે છે. પીતવર્ણક ચામડીને પીળાશ, કૃષ્ણવર્ણક કાળાશ અને લોહીના રક્તકોષો ચામડીને લાલાશ આપે છે. કૃષ્ણવર્ણકનું પ્રમાણ વધતાં ચામડીની કાળાશ વધે છે. તેને અતિવર્ણકતા કહે છે. કૃષ્ણવર્ણકના…

વધુ વાંચો >

અતિવૃદ્ધિ

અતિવૃદ્ધિ (hypertrophy) : કોષ કે અવયવના કદમાં થતો વધારો. સામાન્ય સંજોગોમાં કે રોગને કારણે કાર્યમાંગ વધે ત્યારે કોષના કદમાં થતા વધારાને અતિવૃદ્ધિ કહે છે. કોષની સંખ્યા વધતી નથી, પણ તેના ઘટકોની સંખ્યા અને પ્રમાણ વધે છે. આથી અવયવનું કદ પણ વધે છે. સગર્ભાવસ્થામાં ગર્ભાશય અતિવૃદ્ધિ પામે છે. બાળકને ધવરાવતી માતાનું…

વધુ વાંચો >