આયુર્વિજ્ઞાન

શારીર-વિજ્ઞાન : શારીર-પરિચય

શારીર–વિજ્ઞાન : શારીર–પરિચય : આયુર્વેદમાં શરીરને લગતા શાસ્ત્રને ‘શારીર’ કહે છે. શરીરની ઉત્પત્તિથી માંડી મૃત્યુપર્યંતના બધા જ ભાવોનું ‘શારીર’માં વર્ણન કરવામાં આવે છે. તેમાં  શરીરની રચના અને ક્રિયા એમ બંને વિષયોનું વર્ણન કરાતું હોવાથી શારીરવિષયના ‘રચનાશારીર’ (anatomy) અને ‘શારીરક્રિયા’ (physiology) એવા મુખ્ય બે વિભાગો પડે છે. આયુર્વેદના ચરક, સુશ્રુતાદિ બધા…

વધુ વાંચો >

શારીરિક રાસાયણિક ક્રિયાઓ

શારીરિક રાસાયણિક ક્રિયાઓ : માનવશરીરમાં થતી વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ. તેને ચયાપચય (metabolism) કહે છે. આ પ્રકારની જૈવરાસાયણિક (biochemical) પ્રક્રિયાઓમાં નાના અણુઓ એકઠા મળીને (સંઘટન) મોટા અણુઓ બનાવે છે અથવા મોટા અણુઓ વિઘટન પામીને નાના નાના અણુઓમાં ફેરવાય છે. આ પ્રક્રિયાઓને અનુક્રમે ચય (anabolism) અને અપચય (catabolism) કહે છે. તેમને સંયુક્ત…

વધુ વાંચો >

શિરદર્દ (headache)

શિરદર્દ (headache) : માથામાં થતો દુખાવો. સામાન્ય રીતે ખોપરીના ઉપરના ભાગમાં થતા દુખાવાને શિરદર્દ કહે છે, જ્યારે ચહેરાના ભાગમાં ઉપલા અને નીચલા જડબાવાળા ભાગમાં થતા દુખાવાને વદનપીડા (facial pain) કહે છે. જોકે આવું વિભાગીકરણ કાયમ સુસ્પષ્ટ રીતે જળવાતું નથી. માથાનો દુખાવો એ ઘણો જોવા મળતો પરંતુ સારવારની દૃદૃષ્ટિએ મુશ્કેલ શારીરિક…

વધુ વાંચો >

શિરાવિવર ગંઠન (venous sinus thrombosis)

શિરાવિવર ગંઠન (venous sinus thrombosis) : મગજની આસપાસ આવેલી શિરાનાં પહોળાં પોલાણોમાં લોહીનું ગંઠાવું તે. મગજમાંનું લોહી શિરાઓ વાટે બહાર વહીને પહોળા શિરાવિવર નામનાં પોલાણોમાં એકઠું થાય છે અને પછી તે ગ્રીવાગત (jugular) શિરા દ્વારા હૃદય તરફ જાય છે. તેમને મસ્તિષ્કી (cerebral) શિરાવિવરો પણ કહે છે. તેમાં લોહી ગંઠાઈ જવાનાં…

વધુ વાંચો >

શિશુ (infant)

શિશુ (infant) : જન્મથી 1 વર્ષ સુધીનું બાળક. જન્મના પ્રથમ વર્ષના સમયગાળાને શૈશવ (infancy) કહે છે. જન્મના પ્રથમ મહિનામાં તેને નવજાત (neonat) કહે છે. આ સમયગાળામાં લેવાતી સંભાળ બાળકના સમગ્ર જીવનને અસર કરે છે. નવજાતકાળ(neonatal period)માં પણ માંદગી અને મૃત્યુ થાય છે. અલ્પવિકસિત દેશોમાં પ્રસૂતિપૂર્વની સંભાળ (antenatal care) અને પરિજન્મ…

વધુ વાંચો >

શિશ્નોત્થાન (erection)

શિશ્નોત્થાન (erection) : પુરુષની બાહ્યજનનેન્દ્રિય  શિશ્નનું લોહી ભરાવાથી કદમાં મોટું અને અક્કડ થવું તે. પુરુષની લૈંગિક ક્રિયા (sexual activity) શિશ્નોત્થાનથી શરૂ થાય છે. તે એક ચેતાપરાવર્તી ક્રિયા છે જે શિશ્નમુકુટ(glans penis)ને સ્પર્શ કરવાથી ઉદ્ભવતી ઉત્તેજનાથી શરૂ થાય છે. આ ઉપરાંત મોટા મગજ દ્વારા પણ આ ક્રિયાનો આરંભ થાય છે જેમાં…

વધુ વાંચો >

શિશ્નોત્થાન, અવિરત (priapism)

શિશ્નોત્થાન, અવિરત (priapism) : જાતીય સુખ મેળવવાની ઇચ્છા ન હોય તેમ છતાં પુરુષ જનનેન્દ્રિય(શિશ્ન)નું સતત અક્કડ થવું અને રહેવું તે. મોટેભાગે તે પીડાકારક હોય છે અને તે જીવનના ત્રીજા અને ચોથા દાયકામાં વધુ જોવા મળે છે. તેના મુખ્ય 2 પ્રકાર છે  (અ) સતત રહેતો વિકાર અને (આ) વારંવાર રાત્રે થતો…

વધુ વાંચો >

શીતઘન પરિચ્છેદ (frozen section)

શીતઘન પરિચ્છેદ (frozen section) : શસ્ત્રક્રિયાથી બહાર કઢાયેલી પેશીને તરત અતિશય ઠંડકની મદદથી ઘનસ્વરૂપમાં ફેરવીને તેનાં પાતળાં પડ કાપીને, તેમને અભિરંજિત કરીને સૂક્ષ્મદર્શક વડે તપાસવી તે. તેમાં સર્જ્યન (શસ્ત્રક્રિયાવિદ) અને રુગ્ણવિદ (pathologist) વચ્ચે સંપર્ક અને આયોજન હોય છે, જેથી કરીને ચાલુ શસ્ત્રક્રિયામાં શંકાસ્પદ પેશીનું ઝડપી નિદાન કરીને શસ્ત્રક્રિયામાં આગળ કેવી…

વધુ વાંચો >

શીતશસ્ત્રક્રિયા (cryosurgery)

શીતશસ્ત્રક્રિયા (cryosurgery) : પેશીને અતિશય ઠંડીના સંસર્ગમાં લાવીને તથા તેમાં ફરીથી સુધરી ન શકે તેવો ફેરફાર લાવીને તેનો નાશ કરવાની પદ્ધતિ. સન 1851માં જેમ્સ આર્નોટે મિડલસેક્સ હૉસ્પિટલમાં આ પદ્ધતિ વડે વિવિધ પ્રકારના સપાટી પરના કૅન્સરની સારવાર કરી હતી. તેમાં તેમણે મીઠા-બરફના  20° સે.ના મિશ્રણનો ઉપયોગ કર્યો હતો. ઓછામાં ઓછું  10°…

વધુ વાંચો >

શીતળા (small pox)

શીતળા (small pox) : અતિશય ફેલાતો, તાવ, ફોલ્લા અને પૂયફોલ્લા (pustules) કરતો અને મટ્યા પછી ચામડી પર ખાડા જેવાં ક્ષતચિહ્નો (scars) કરતો પણ હાલ વિશ્વભરમાંથી નાબૂદ કરાયેલો વિષાણુજન્ય રોગ. તેને શાસ્ત્રીય રીતે ગુરુક્ષતાંકતા (variola major) પણ કહેવાય. તે પૂયસ્ફોટી વિષાણુ(poxvirus)થી થતો રોગ છે. પૂયસ્ફોટી વિષાણુઓ 200થી 300 મિલી. માઇડ્રોન કદના…

વધુ વાંચો >