અસમિયા સાહિત્ય

બરુવા, ગુણાભિરામ

બરુવા, ગુણાભિરામ (જ. 1837, ગૌહત્તી; અ. 1894) : અસમિયા સાહિત્યના પ્રથમ નાટકકાર, જીવનચરિત્રકાર, ઇતિહાસકાર તથા હાસ્યલેખક. એમનું શિક્ષણ કલકત્તામાં. કલકત્તા વિશ્વવિદ્યાલયમાંથી એમણે એલએલ.બી.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરી. આસામના વધારાના નાયબ કમિશનર તરીકે એમની નિમણૂક થઈ. તેઓ બ્રાહ્મણ હતા, પણ પછી બ્રહ્મો સંપ્રદાયમાં જોડાયા અને 1870માં 33 વર્ષની વયે પ્રથમ…

વધુ વાંચો >

બરુવા, ચંદ્રધર

બરુવા, ચંદ્રધર (જ. 1878; અ. 1961) : અસમિયા નાટ્યકાર અને કવિ. રંગદર્શી સાહિત્યના પ્રણેતા. ‘રંજન’ તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ. તેમાં પ્રણય અને પ્રકૃતિ ઉપરાંત હળવી શૈલીમાં લખાયેલાં હાસ્યપ્રધાન કાવ્યો પણ છે. ‘સ્મૃતિ’માં પ્રાકૃતિક પશ્ચાદભૂમાં પ્રણયભાવો રજૂ થયા છે. વિખૂટી પડી ગયેલી પ્રેયસીનો અમૃત-સ્પર્શ હવે કવિને પ્રકૃતિમાં ઠેર ઠેર ર્દષ્ટિગોચર થાય છે.…

વધુ વાંચો >

બરુવા, બિરંચિકુમાર

બરુવા, બિરંચિકુમાર (જ. 1910, ગૌહત્તી; અ. 1964) : અસમિયા લેખક. તેઓ ‘બીના બરુવા’ના તખલ્લુસથી પણ લખતા હતા. માધ્યમિક શિક્ષણ ગૌહત્તીમાં તથા ઉચ્ચ શિક્ષણ કલકત્તામાં. કલકત્તા વિશ્વવિદ્યાલયમાં એમ.એ.ની પરીક્ષામાં પ્રથમ આવતાં જ ગૌહત્તી વિશ્વવિદ્યાલયમાં અસમિયાના અધ્યાપક તરીકે નિયુક્ત થયા અને મૃત્યુ સુધી અધ્યાપન કર્યું. એમની 2 નવલકથાઓ, 2 નવલિકાસંગ્રહો અને 5…

વધુ વાંચો >

બરુવા, બીરેશ્વર

બરુવા, બીરેશ્વર (જ. 1933, સુંદરિદિયા, જિ. બરપેટા, આસામ) : અસમિયા કવિ, વાર્તાકાર અને નવલકથાકાર. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘અનેક માનુહ અનેક ઠાઈ આરુ નિર્જનતા’ માટે 2003ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે કૉટન કૉલેજ, ગુવાહાટીમાંથી અર્થશાસ્ત્રમાં બી.એ. ઑનર્સની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ અસમિયા ઉપરાંત અંગ્રેજી, બંગાળી અને હિંદી…

વધુ વાંચો >

બરુવા, ભાવેન

બરુવા, ભાવેન (જ. 1940) : જાણીતા અસમિયા કવિ અને વિવેચક. કલકત્તાની સ્કૉટિશ ચર્ચ કૉલેજમાંથી અંગ્રેજીમાં ઑનર્સ સાથે સ્નાતક થયા. 1960–61 દરમિયાન જોરહટ ખાતે શાળા-શિક્ષક તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો અને 1961–62 દરમિયાન દિલ્હી ખાતે આકાશવાણીના સમાચાર-વિભાગમાં અનુભવ મેળવ્યો. 1963માં અંગ્રેજી સાથે દિલ્હી યુનિવર્સિટીમાંથી તેમણે અનુસ્નાતકની પદવી મેળવી. ત્યારબાદ પંજાબ યુનિવર્સિટીના અંગ્રેજી…

વધુ વાંચો >

બરુવા, હેમ

બરુવા, હેમ (જ. 1915; અ. 1977) : સાહિત્ય, શિક્ષણ અને રાજકારણ ત્રણે ક્ષેત્રના ખ્યાતનામ અસમિયા સાહિત્યકાર. તેઓ અંગ્રેજી વિષય લઈને કલકત્તા વિશ્વવિદ્યાલયમાંથી એમ.એ. થયા અને પ્રથમ આવ્યા. તેથી સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો. એમ.એ. થતાવેંત જ ગૌહત્તીની બી. બરુવા કૉલેજમાં પ્રાધ્યાપક તરીકે નિયુક્ત થયા અને પછી આગળ વધતાં વધતાં એ કૉલેજના આચાર્ય…

વધુ વાંચો >

બારદોલાઈ, નવીનચંદ્ર

બારદોલાઈ, નવીનચંદ્ર (જ. 3 નવેમ્બર 1875, ઉત્તર ગુવાહાટી, જિ. કામરૂપ; અ. 15 ફેબ્રુઆરી 1936) : આસામના જાહેર જીવનના અગ્રણી, સ્વાતંત્ર્યસેનાની અને પ્રસિદ્ધ લેખક. તેમના પિતા માધવચંદ્ર આસામમાં સબડિવિઝનલ મૅજિસ્ટ્રેટ હતા, તેથી વિવિધ સ્થળે શિક્ષણ મેળવ્યું. તેમણે કલકત્તાની પ્રેસિડન્સી કૉલેજમાંથી સ્નાતકની અને રિપન કૉલેજમાંથી કાયદાની પદવી મેળવી. સરકારી નોકરીની તક મળવા…

વધુ વાંચો >

બારદોલાઈ, રજનીકાન્ત

બારદોલાઈ, રજનીકાન્ત (જ. 1867; અ. 1939) : અસમિયા ભાષાના નવલકથાના પ્રારંભિક લેખક. એમણે આસામી નવલકથાનું સ્વરૂપ-ઘડતર કર્યું. 1889માં બી.એ.ની પરીક્ષા પાસ કરીને તેઓ સરકારી નોકરીમાં જોડાયા. શરૂઆત નાયબ કલેક્ટરથી કરી. ધીમે ધીમે તેઓ નાયબ કમિશનરને પદે પહોંચ્યા. 1918માં તેઓ નિવૃત્ત થયા. જ્યારે ભારતીય સંસ્કાર અને પશ્ચિમના સંસ્કારો વચ્ચે ઘર્ષણ થતું…

વધુ વાંચો >

બિયાનામ

બિયાનામ : આસામનાં લગ્નગીતો. આસામમાં લગ્નની જુદી જુદી વિધિ પ્રમાણે ગાવાનાં ગીતો. એ બિયાનામમાં વિધિ પ્રમાણે જુદા જુદાં ગીતો હોય છે. એમાં લગ્નપૂર્વેથી વિધિના સમાપન સુધીનાં ગીતોનો સમાવેશ થાય છે. વરપક્ષ અને કન્યાપક્ષ બંને ઠેકાણે ગવાતાં ગીતોને બિયાનામ કહેવાય છે. લગ્નપૂર્વે ગવાતાં ગીતમાં કન્યાનાં ઘરનાં વખાણ હોય છે. કન્યાપક્ષ તરફથી…

વધુ વાંચો >

બેજબરુવા, લક્ષ્મીનાથ દીનાનાથ

બેજબરુવા, લક્ષ્મીનાથ દીનાનાથ (જ. નવેમ્બર 1868, આહતગુરિ; અ. 26 માર્ચ 1938, દિબ્રુગઢ) : અસમિયા નિબંધકાર, નાટકકાર, કથાકાર અને કવિ. અસમિયા રાષ્ટ્રગીત ‘ઓ મોર આપોનાર દેશ’ના સર્જક. પ્રાથમિક શિક્ષણ ગુવાહાટી તથા શિવસાગરમાં. શિવસાગરની પ્રવેશ પરીક્ષા પાસ કરી (1886), ઉચ્ચ અભ્યાસાર્થે કૉલકાતાની જનરલ ઍસેમ્બ્લી કૉલેજમાંથી સ્નાતક થયા (1890). એમ.એ.બી.એલ.ની પરીક્ષામાં ઉત્તીર્ણ ન…

વધુ વાંચો >