અસમિયા સાહિત્ય

સાયકિયા નગેન

સાયકિયા, નગેન (જ. 11 ફેબ્રુઆરી 1941, હાટિયા, ખોવા, જિ. ગોલઘાટ, આસામ) : આસામના નવલકથાકાર અને કવિ. ગુવાહાટીની દેવરાજ કૉલેજમાંથી બી.એ. થયા પછી ગુવાહાટી યુનિવર્સિટીમાંથી આસામી ભાષા સાહિત્યમાં એમ.એ.ની અને પછી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે : પ્રાદેશિક ભાષાઓમાં પાઠ્ય-પુસ્તકોના નિર્માણ માટેના બોર્ડના સચિવ; રાજ્યસભાના સભ્ય; આસામ સાહિત્ય…

વધુ વાંચો >

સાયકિયા ભવેન્દ્રનાથ

સાયકિયા, ભવેન્દ્રનાથ (જ. 1 એપ્રિલ 1932, નગાંવ, આસામ) : આસામના કથાલેખક, નાટ્યલેખક અને ફિલ્મનિર્દેશક. કોલકાતા યુનિવર્સિટીમાંથી પદાર્થવિજ્ઞાનમાં એમ.એસસી. તથા લંડન યુનિવર્સિટીમાંથી પદાર્થવિજ્ઞાનમાં પીએચ.ડી.. તેમની કારકિર્દીમાં તેઓ ગુવાહાટી યુનિવર્સિટીમાં અનુસ્નાતક વિભાગમાં પદાર્થવિજ્ઞાનના રીડર રહ્યા; એ જ યુનિવર્સિટીમાં પ્રાદેશિક ભાષાઓમાં પાઠ્યપુસ્તકો તૈયાર કરવાની સંકલન સમિતિમાં તેમણે સચિવ તરીકે સેવા આપી. વળી રેલવે…

વધુ વાંચો >

સાયકિયા વસુંધરા

સાયકિયા, વસુંધરા (જ. 12 નવેમ્બર 1921, નૌગોંગ, આસામ) : આસામી લેખિકા અને અનુવાદક. તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી આઇ.એસસી.ની પદવી મેળવી. તેઓ સાહિત્યસભા, જોરહટનાં સભ્ય; સોશિયલ વેલફેર, આસામ, ગુવાહાટીનાં ઉપાધ્યક્ષા પણ રહ્યાં. તેમના 4 ગ્રંથો ઉલ્લેખનીય છે. તેમાંના ‘પૂર્ણકુંભ’ અને ‘દત્તા’ (1992) બંગાળીમાંથી અનૂદિત કૃતિઓ છે. ‘સમ ક્રિકેટર્સ ઑવ્ ઇન્ડિયા’ આસામમાં અનૂદિત…

વધુ વાંચો >

સુદીર્ઘ દિન અરુ રિતુ (લૉંગ ડેઝ ઍન્ડ સિઝન)

સુદીર્ઘ દિન અરુ રિતુ (લૉંગ ડેઝ ઍન્ડ સિઝન) : આસામી કવયિત્રી. નિર્મલપ્રભા બારડોલાઈ(જ. 1933)નો કાવ્યસંગ્રહ. આ કાવ્યસંગ્રહને 1983ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. આ પુરસ્કૃત કૃતિ 104 કાવ્યોનો સંગ્રહ છે. તે કાવ્યોને ક્રમની દૃષ્ટિએ ચાર વર્ગમાં મૂકવામાં આવ્યાં છે. ‘બત્યહાર કવિતા’; ‘સુદીર્ઘ દિનાર કવિતા’; ‘રિતુ’ અને ‘સુદીર્ઘ…

વધુ વાંચો >

સોનાલી જહાજ

સોનાલી જહાજ : ભાવેન બરુઆ (જ. 1940) રચિત કાવ્યસંગ્રહ. ‘સોનાલી જહાજ’ 1977માં પ્રગટ થયો હતો. આ કૃતિને 1979ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય પુરસ્કાર આપવામાં આવ્યો છે. 1978માં તેને ખ્યાતનામ પબ્લિકેશન બોર્ડ ઍવૉર્ડથી પણ સન્માનિત કરાયો છે. માનવીનું આંતર-વિશ્વ અથવા માનવીનું અબુધ મન કવિનો મુખ્ય પ્રેરણાસ્રોત છે. આ કાવ્યોમાં 1963થી 1965 દરમિયાન…

વધુ વાંચો >

હઝારિકા અતુલચન્દ્ર

હઝારિકા, અતુલચન્દ્ર (જ. 9 સપ્ટેમ્બર 1903, લતાશીલ, તા. ગુવાહાટી, આસામ; અ. 1986) : અસમિયા કવિ, નાટ્યકાર, વિવેચક અને બાળસાહિત્યકાર. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘મંચલેખા’ (1967) બદલ 1969ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમના પિતાનું નામ રમાકાન્ત અને માતાનું નામ નિરૂપમા હતું. તેમણે 1923માં ગુવાહાટીની કૉલેજિયેટ હાઈસ્કૂલમાંથી મૅટ્રિક;…

વધુ વાંચો >

હઝારિકા ભૂપેન

હઝારિકા, ભૂપેન (જ. 8 ઑગસ્ટ 1926, સાદિયા, આસામ) : આસામના બહુમુખી પ્રતિભા ધરાવતા કલાકાર અને વિધાનસભાના સભ્ય. ગુવાહાટીમાંથી ઇન્ટર આર્ટ્સ સુધીનો અભ્યાસ કરીને બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી 1944માં તેઓ સ્નાતક અને 1946માં અનુસ્નાતક બન્યા. અનુસ્નાતક કક્ષાએ તેમના અભ્યાસનો મુખ્ય વિષય રાજ્યશાસ્ત્ર હતો. તે પછી અમેરિકા જઈ પાંચેક વર્ષ ત્યાં રોકાઈને કોલંબિયા…

વધુ વાંચો >