અસમિયા સાહિત્ય

કવિતા (1981)

કવિતા (1981) : આધુનિક અસમિયા કવિ નીલમણિ ફૂકનનો કાવ્યસંગ્રહ. આ કાવ્યસંગ્રહને 1981માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. નીલમણિ ફૂકન ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયેલા. ત્યાં આધુનિકતમ સાહિત્યિક પ્રવાહોનું અધ્યયન કર્યું, અને આસામમાં પાછા ફરીને કાવ્યસર્જન કર્યું. તેમના આ પ્રથમ કાવ્યસંગ્રહે પુરસ્કાર પામીને તેના કવિને પ્રતિષ્ઠા અપાવી. ભારતની અન્ય ભાષાઓના…

વધુ વાંચો >

કંદલિ, માધવ (ચૌદમી-પંદરમી સદી)

કંદલિ, માધવ (ચૌદમી-પંદરમી સદી) : મધ્યકાલીન અસમિયા કવિ. કંદલિ એટલે કવિઓનો રાજા. જન્મ નૌગાવના બ્રાહ્મણ પંડિત પરિવારમાં. એમણે મણિમાણિક્ય રાજા અથવા રાજાના આશ્રિત વરાલી રાજાના આગ્રહને વશ થઈને અસમિયા રામાયણની રચના કરી હતી. રામાયણ ઉપરાંત એમણે ‘દેવજિત’ તથા ‘તામ્રધ્વજ’ કાવ્યોની પણ રચના કરી છે. એમણે રચેલા રામાયણના પાંચ જ ખંડો…

વધુ વાંચો >

કાકતી, બનિકાન્ત

કાકતી, બનિકાન્ત (જ. 1894; અ. 1952) : અસમિયા ભાષાના અગ્રણી વિવેચક અને ભાષાવિજ્ઞાની. ડૉ. કાકતી ગૌહતી યુનિવર્સિટીમાં અંગ્રેજીના અધ્યાપક હતા અને સાહિત્ય ભણાવતા. પ્રાચીન અસમિયા સાહિત્ય વિશેનાં તેમનાં અધ્યયનો પ્રથમ ‘ચેતના’ સામયિકમાં પ્રકાશિત થયેલાં અને પછી ‘પુરાણી અસમિયા સાહિત્ય’(1940)માં તે સંગૃહીત થયાં છે. એમણે કેટલાક સાંપ્રત અસમિયા કવિઓનું પણ અધ્યયન…

વધુ વાંચો >

કાકતી, રોહિણીકુમાર

કાકતી, રોહિણીકુમાર (જ. 7 જૂન 1931, ટકૌબારી, જિ. કામરૂપ, આસામ) : અસમિયા ભાષાના ખ્યાતનામ વાર્તાકાર. તેમણે ગુવાહાટી યુનિ.માંથી બી.એસસી. તથા દિબ્રૂગઢ યુનિ.માંથી એલએલ.બી.ની પદવી મેળવી. ટૂંકી વાર્તાથી સાહિત્યિક કારકિર્દી શરૂ કરી. રામધેનુ યુગના એ ખ્યાતનામ વાર્તાકાર ગણાય છે. (‘રામધેનુ’ ઉચ્ચ કક્ષાનું માસિકપત્ર હતું અને ત્રણેક દસકા સુધી તેણે ઘણા સમર્થ…

વધુ વાંચો >

કાકાદેવતાર હાડ

કાકાદેવતાર હાડ (1973) : અસમિયા નવલકથા. નવકાન્ત બરુઆલિખિત આ નવલકથાની પાર્શ્વભૂમિ નવગોંગ જિલ્લાની છે. કથાસમય અઢારમી સદીનો ઉત્તરાર્ધ છે. એ કથા દાદીમાના પોતાના કુટુંબના પૂર્વકાલીન ઇતિહાસનાં સંસ્મરણો રૂપે નિરૂપાઈ છે. નવલકથા રાજદરબારના એક પુરુષ ભોગઈ બરુઆ અને એક ધનાઢ્ય પુરુષ ભાખર બોરાના ઉગ્ર કલહની કથા છે. તેમાં આખરે દરબારના પુરુષ…

વધુ વાંચો >

ગોલામ

ગોલામ (1973) : અસમિયા કૃતિ. સૌરભકુમાર ચાલિહાનો વાર્તાસંગ્રહ. તે સાહિત્ય અકાદમીના પુરસ્કાર માટે પસંદ કરાયો હતો (1974). સૌરભકુમાર નવી વાર્તાના અસમિયા લેખક તરીકે જાણીતા છે. એમણે સાઠ પછીની પેઢીમાં ઉત્કૃષ્ટ વાર્તાકાર તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું છે. એમાં ઘટનાવિહીન વાર્તાઓના પ્રયોગો છે. એમણે બાહ્ય ઘટના કરતાં માનવીના ચિત્તના આંતરવ્યાપારોનું સુશ્લિષ્ટ નિરૂપણ…

વધુ વાંચો >

ગોસ્વામી, અતુલાનંદ

ગોસ્વામી, અતુલાનંદ (જ. 1 મે 1935, કોકિલા આધારસત્ર, રંગદોઈ, જિ. જોરહટ, આસામ; અ. 27 જુલાઈ 2022, ગુવાહાટી) : અસમિયા વાર્તાકાર. તેમના પિતાનું નામ નરેન્દ્રનાથ અને માતાનું નામ કામદાદેવી હતું. તેમણે 1957માં બી.એસસી.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તે પછી બી.એ.ની ડિગ્રી મેળવી. તેમનાં લગ્ન અનિમા સાથે થયાં હતાં. તેઓ અંગ્રેજી, હિંદી,…

વધુ વાંચો >

ગોસ્વામી, ઇન્દિરા

ગોસ્વામી, ઇન્દિરા (જ. 14 નવેમ્બર 1942, ગુઆહાટી, જિ. કામરૂપ, આસામ; અ. 29 નવેમ્બર 2011, ગુવાહાટી) : જાણીતાં આસામી મહિલા નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રલેખિકા અને જ્ઞાનપીઠ ઍવૉર્ડનાં વિજેતા. તેમનું મૂળ નામ ઇન્દિરા ગોસ્વામી છે. બાળપણમાં તેઓ મામોની તરીકે ઓળખાતાં હતાં. પિતાનું નામ ઉમાકાંત. તેઓ અર્થશાસ્ત્રી હતા અને શિક્ષણખાતામાં જોડાયેલા હતા. ઇન્દિરા ગોસ્વામીને…

વધુ વાંચો >

ગોસ્વામી, ત્રૈલોક્યનાથ

ગોસ્વામી, ત્રૈલોક્યનાથ (જ. 3 માર્ચ 1906, નલબારી જિ. કામરૂપ; અ. 1 ડિસેમ્બર 1988) : અસમિયા વાર્તાકાર તથા વિવેચક. તેમના પિતાનું નામ જામિનીકાન્ત ઉર્ફે સિદ્ધેશ્વર અને માતાનું નામ અમૃતપ્રિય દેવી હતું. તેમણે પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ નલબારીમાં લીધું. 1926માં મૅટ્રિક થયા. ગુવાહાટીની કૉટન કૉલેજમાંથી ફિલૉસૉફીમાં 1930માં બી.એ. અને અંગ્રેજી સાથે 1932માં…

વધુ વાંચો >

ગોસ્વામી, મામોની રાયસમ

ગોસ્વામી, મામોની રાયસમ (જ. 1942, ગૌહત્તી, જિ. કામરૂપ, આસામ) : જાણીતાં આસામી નવલકથાકાર, વાર્તાકાર અને ચરિત્રલેખિકા. તેમનું મૂળ નામ ઇન્દિરા ગોસ્વામી છે. તેમને તેમની નવલકથા ‘મામરે ધારા તરોવાલ’ માટે 1982ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. 1964માં તેમણે ગૌહત્તી યુનિવર્સિટીમાંથી અસમિયામાં એમ. એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. પછી 1973માં…

વધુ વાંચો >