અસમિયા સાહિત્ય

ગોસ્વામી, હેમચંદ્ર

ગોસ્વામી, હેમચંદ્ર (જ. 8 જાન્યુઆરી 1872, ગોલાઘાટ; અ. 2 મે 1928, ગુવાહાટી) : અસમિયા કવિ, નિબંધકાર, પુરાતત્વવિદ અને ઇતિહાસકાર. તેમણે ગોલાઘાટમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લીધું. પછી ઉચ્ચ શિક્ષણ માટે તેઓ કૉલકાતા ગયા અને બી.એ.ની ડિગ્રી પ્રથમ વર્ગમાં પ્રાપ્ત કરી. થોડો સમય શિક્ષકની નોકરી કર્યા પછી સરકારી નોકરીમાં જોડાયા અને…

વધુ વાંચો >

ગોહાઈ, હીરેન

ગોહાઈ, હીરેન (જ. 1939, ગોલાઘાટ, અસમ) : અસમિયા લેખક. તેમની લખેલી ‘જાતીય જીવનાત મહાપુરુષીયા પરંપરા’ કૃતિને સાહિત્ય અકાદમી તરફથી 1989ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. તેઓ નામાંકિત લેખક હોવા સાથે વિદ્વત્તા ધરાવતા વિચારક છે. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી અંગ્રેજી વિષય સાથે પ્રથમ વર્ગમાં પ્રથમ ક્રમે આવી એમ.એ.ની ડિગ્રી મેળવી; 1969માં તેઓ મિલ્ટન…

વધુ વાંચો >

ચરિત-પુથિ

ચરિત-પુથિ : અસમના વૈષ્ણવ સંત શંકરદેવ(1449–1569)ના ચરિતનું વિવિધ લેખકો દ્વારા વિવિધ તબક્કે રચાયેલું સાહિત્ય. વૈષ્ણવ આંદોલનના જુવાળની પ્રશાખા જેવો અને અસમની સત્રસંસ્થાઓના આશ્રયે આ ચરિત-પ્રકાર વિકસ્યો હતો. આ પરંપરા બીજા વૈષ્ણવ સંતોની જીવનકથાઓમાં પણ જળવાઈ રહી છે. જેમ કે બંગાળમાં ચૈતન્ય મહાપ્રભુની. જીવનચરિત્રમાંથી પઠનની પ્રણાલીની શરૂઆત માધવદેવે (1492–1597) કરી હતી.…

વધુ વાંચો >

ચલીહા, સૌરભકુમાર

ચલીહા, સૌરભકુમાર (જ. 1930, ગુવાહાટી; અ. 25 જૂન 2011, ગુવાહાટી) : વીસમી સદીના ઉત્તરાર્ધના પ્રસિદ્ધ અસમિયા વાર્તાકાર. તેમનું મૂળ નામ સુરેન્દ્રનાથ મેધિ હતું. ‘ચલીહા સૌરભકુમાર’ તેમનું તખલ્લુસ છે. તેમણે ગુવાહાટીની કૉટન કૉલેજમાંથી 1950માં ભૌતિકશાસ્ત્ર સાથે બી.એસસી.ની ડિગ્રી ઑનર્સ સાથે અને ત્યારબાદ લંડન યુનિવર્સિટીમાંથી એમ.એસસી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમણે અસમ ઇજનેરી…

વધુ વાંચો >

ચૌધરી મેદિની

ચૌધરી મેદિની (જ. 1927, રામચા, જિ. કામરૂપ, અસમ; અ. 13 ફેબ્રુઆરી 2003, ગૌહત્તી) : અસમિયા નવલકથાકાર. ‘વિપન્ન સમય’ નામની તેમની ઐતિહાસિક નવલકથા બદલ તેમને 1999ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે ગુવાહાટીની કૉટન કૉલેજમાંથી બી.એ.ની ડિગ્રી મેળવી હતી. પ્રારંભમાં કેટલોક સમય તેમણે શાળામાં શિક્ષક તરીકે કામગીરી કરી.…

વધુ વાંચો >

ચૌધરી, રમાકાન્ત લક્ષ્મીકાન્ત

ચૌધરી, રમાકાન્ત લક્ષ્મીકાન્ત (જ. 1846; અ. 1889) : જાણીતા અસમિયા કવિ અને નાટ્યકાર. 1870માં તેમણે કૉલીજિયેટ સ્કૂલમાંથી એફ.એ.ની પરીક્ષા પાસ કરી. પછી ગુવાહાટીમાં ડેપ્યુટી કમિશનરની ઑફિસમાં તેઓ કારકુન તરીકે જોડાયા. થોડો વખત ગોઆલપર અને ધુબ્રી ખાતે નોકરી કર્યા પછી ગુવાહાટીમાં શિરસ્તેદાર તરીકે સેવાઓ આપી. બ્લૅંક વર્સમાં રચેલ ‘અભિમન્યુવધ’ (1875) તેમની…

વધુ વાંચો >

જંગમ (1982)

જંગમ (1982) : અસમિયા નવલકથા. લેખક દેવેન્દ્રનાથ આચાર્ય(1937થી 1982)ને આ નવલકથા માટે 1984નો સાહિત્ય અકાદમી ઍવૉર્ડ મરણોત્તર એનાયત કરવામાં આવેલો. લંડન યુનિવર્સિટીમાંથી ઇજનેરી વિદ્યાની અનુસ્નાતક ડિગ્રી મેળવી તેમણે અસમ ઇજનેરી કૉલેજમાં વ્યાખ્યાતા તરીકે સેવા આપેલી. નવલકથાકાર તરીકે ‘અન્ય યુગ અન્ય પુરુષ’ (1971) નામની પહેલી નવલકથાથી જાણીતા થયેલા, પણ તેમની પછીની…

વધુ વાંચો >

જોનાકી

જોનાકી : આધુનિક અસમિયા સાહિત્યનું મહત્વનું સામયિક. અસમના કેટલાક દેશપ્રેમી વિદ્યાર્થીઓએ કૉલકાતામાં 1889માં પ્રકટ કર્યું હતું. ચંદ્રકુમાર અગરવાલ તેના તંત્રી અને માલિક હતા. સામયિકને છેક સુધી લક્ષ્મીનાથ બેજબરુઆનાં સક્રિય સહાય અને ટેકો મળ્યાં હતાં. ખરેખર તો બેજબરુઆનું કલ્પિત પાત્ર કૃપાબર બરુઆ ‘જોનાકી’ સામયિકની સ્થાપના પછીના બીજા વર્ષે જ ‘જોનાકી’નાં પાનાંમાં…

વધુ વાંચો >

ડેકા, હરેકૃષ્ણ

ડેકા, હરેકૃષ્ણ (જ. 1943) : આસામી સાહિત્યકાર. તેમની કૃતિ ‘આન એજન’ને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1987ના વર્ષનો પુરસ્કાર અપાયો હતો. ગુવાહાટી યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં એમ.એ. કર્યા પછી તેઓ ઇન્ડિયન પોલીસ સર્વિસમાં જોડાયા. 1988માં તેઓ ગુવાહાટીના પશ્ચિમી રેંજના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઑવ્ પોલીસ તરીકે નિમાયા હતા. તેઓ નૈસર્ગિક પ્રતિભાશક્તિ ધરાવતા લેખક છે. પોલીસ…

વધુ વાંચો >

ડેકા, હિતેશ

ડેકા, હિતેશ (જ. 1928, કામરૂપ જિલ્લો, અસમ) : અસમિયા ભાષાના લેખક. પ્રાથમિક શિક્ષણ ગામની શાળામાં અને પછી માધ્યમિક શિક્ષણ નલબારીની શાળામાં લીધું. અત્યંત તેજસ્વી વિદ્યાર્થી હોવાથી એમને છાત્રવૃત્તિ મળતી તેમાંથી ભણતરનો ખર્ચ નીકળતો. એમણે મૅટ્રિકની પરીક્ષા આપી ને કૉલેજમાં જોડાયા. ત્યાં ‘ભારત છોડો’ આંદોલન શરૂ થયું. એટલે કૉલેજ છોડી જંગમાં …

વધુ વાંચો >