અમિતાભ મડિયા
શાકિર-અલી
શાકિર–અલી (જ. 1916, લખનૌ; અ. 1975, લાહોર, પાકિસ્તાન) : આધુનિક પાકિસ્તાની ચિત્રકાર. તેમણે 1938થી 1943 સુધી મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં કલાનો અને 1945થી 1946 સુધી દક્ષિણ ભારતનાં મંદિરોનાં પ્રાચીન શિલ્પોનો અભ્યાસ કર્યો. પછી તેમણે અમૃતા શેરગીલ, જામિની રૉય તથા અજંતાનાં ભીંતચિત્રોનો પ્રભાવ ઝીલ્યો. ભારત સ્વતંત્ર થતાં તેઓ…
વધુ વાંચો >શાગાલ, માર્ક (Chagall Marc)
શાગાલ, માર્ક (Chagall Marc) (જ. 7 જુલાઈ 1887, વિટૅબ્સ્ક, રશિયા; અ. ?) : મધુર સ્વપ્નિલ ચિત્રો ચીતરવા માટે જાણીતા આધુનિક ચિત્રકાર; પરાવાસ્તવવાદી (surrealistic) ચિત્રકલાના અગ્રયાયી. પોલૅન્ડની સરહદ નજીક આવેલા નાનકડા રશિયન ગામડા વિટૅબ્સ્કમાં એક યહૂદી કુટુંબમાં તેમનો જન્મ થયેલો. એમને આઠ ભાઈ-બહેન હતાં. કુંટુંબ ગરીબ કહી શકાય તેવું નહિ, પણ…
વધુ વાંચો >શાન, બેન (Shahn, Ben)
શાન, બેન (Shahn, Ben) (જ. 12 સપ્ટેમ્બર 1898, કૌનાસ, રશિયા; અ. 14 માર્ચ 1969, ન્યૂયૉર્ક નગર, અમેરિકા) : સામાજિક અને રાજકીય ટીકા ધરાવતાં ચિત્રો ચીતરવા માટે જાણીતા આધુનિક ચિત્રકાર. મૂળ નામ બેન્જામિન શાન. તે ‘સોશિયલ રિયાલિસ્ટ’ નામના શિલ્પકાર-ચિત્રકાર જૂથના પ્રમુખ સભ્ય હતા. કુટુંબ સાથે વતન રશિયા છોડીને 1906માં શાન ન્યૂયૉર્ક…
વધુ વાંચો >શાપિરો, જોયલ
શાપિરો, જોયલ (જ. 1941, અમેરિકા) : અલ્પતમવાદી (minimalist) આધુનિક અમેરિકન શિલ્પી. લાકડા, ધાતુ અને કાચના નળાકાર સળિયા, લંબઘન, ઘન અને પિરામિડો જેવા શુદ્ધ ભૌમિતિક આકારોનો સંયોગ કરી તેઓ અમૂર્ત શિલ્પો સર્જે છે. આ રીતે જાહેર સ્થળે મૂકવા માટેનાં વિરાટ (monumental) શિલ્પો બનાવવા માટે તેઓ જાણીતા છે. અમિતાભ મડિયા
વધુ વાંચો >શાપિરો, મિરિયમ
શાપિરો, મિરિયમ (જ. 192૩, અમેરિકા) : અમૂર્ત ચિત્રણા માટે જાણીતાં અમેરિકન મહિલા ચિત્રકાર. તરુણાવસ્થાથી તેમણે અમૂર્ત અભિવ્યક્તિવાદી ઢબે ચિત્રણા શરૂ કરી. 1960માં તેઓ નારીવાદી (feminist) આંદોલનમાં જોડાયાં. એક અન્ય અમેરિકન મહિલા ચિત્રકાર જુડી શિકાગો સાથે તે ‘ફિમિનિસ્ટ આર્ટ પ્રોગ્રામ’નાં સહદિગ્દર્શક બન્યાં. આ સંસ્થાએ લૉસ એન્જલસ ખાતેની કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ધી…
વધુ વાંચો >શાપૉરિન, યુરી
શાપૉરિન, યુરી (જ. 1887, રશિયા; અ. 1966, રશિયા) : મહત્વના રશિયન સંગીતકાર અને સ્વરનિયોજક. મૉસ્કો યુનિવર્સિટી ખાતેથી કાયદામાં સ્નાતક થયા બાદ મૉસ્કો કૉન્ઝર્વેટરીમાં સંગીતના વિદ્યાર્થી તરીકે તેઓ જોડાયા. ત્યાં ઍલેક્ઝાન્ડર ગ્લાઝુનૉવ અને ચેરેપ્નિન (Tcherepnin) તેમના ગુરુઓ હતા. શાપૉરિનની જાણીતી કૃતિઓ આ મુજબ છે : 1. કૅન્ટાટા : ‘ઑન ધ ફિલ્ડ…
વધુ વાંચો >શાફર, ક્લોદ ફ્રેડેરિક આર્માન્દ
શાફર, ક્લોદ ફ્રેડેરિક આર્માન્દ (જ. 6 માર્ચ 1898, સ્ટ્રાસ્બર્ગ, જર્મની; અ. 5 ઑક્ટોબર 1982) : સીરિયામાં રાસ શામારા ખાતે પ્રાચીન નગર ઉગારિટનું ઉત્ખનન કરનાર ફ્રેન્ચ પુરાતત્વવેત્તા. આ ઉત્ખનનને પરિણામે ઈ. પૂ. સાતમી સહસ્રાબ્દીથી માંડીને ઈ. પૂ. બીજી સહસ્રાબ્દી સુધીની મધ્યપૂર્વ(Middle-East)ની સંસ્કૃતિઓની જાણકારી પ્રાપ્ત થઈ શકી. આ જાણકારી ઓલ્ડ ટેસ્ટામેન્ટમાં ઉલ્લેખ…
વધુ વાંચો >શાફર, પિયેરે
શાફર, પિયેરે (જ 14 ઑગસ્ટ 1910, નેન્સી, ફ્રાંસ) : 1948માં ‘મ્યૂઝિક કૉન્ક્રીટ’ના ખ્યાલને જન્મ આપનાર તથા સર્વપ્રથમ મ્યૂઝિક કૉન્ક્રીટ રચનાર ફ્રેંચ સંગીતનિયોજક, ધ્વનિશાસ્ત્રવિદ (acoustician) અને ઇલેક્ટ્રૉનિક એન્જિનિયર. ખાસ બનાવેલાં વાજિંત્રો વડે અવાજો ઉત્પન્ન કરવાના પ્રણાલીગત સાંગીતિક સિદ્ધાંતનું મ્યૂઝિક કૉન્ક્રીટમાં ઉલ્લંઘન કરવામાં આવે છે અને વાસ્તવિક જગતમાં સાંભળવા મળતા અવાજોને રેકર્ડ…
વધુ વાંચો >શારાકુ, તોશુસાઈ (Sharaku Toshusai)
શારાકુ, તોશુસાઈ (Sharaku Toshusai) [જ. આશરે 1750, એડો (ટોકિયો), જાપાન; અ. 1801, એડો (ટોકિયો), જાપાન] : જાપાનની ઉકિયો-ઈ કાષ્ઠછાપ-ચિત્રકલાના પ્રમુખ છાપચિત્રકારોમાંના એક. કાબુકી રંગમંચના નાયક અને નાયિકાઓના હાસ્યપ્રેરક, ક્રુદ્ધ અને ત્રસ્ત વ્યક્તિચિત્રો આલેખવા માટે તેઓ જાણીતા છે. શારાકુનો જન્મ એક ધનાઢ્ય કુટુંબમાં થયેલો અને યુવાનીના પ્રારંભે તેમણે ખુદ એક કાબુકી…
વધુ વાંચો >શાર્દાં, જ્યાં બાપ્તિસ્ત સિમ્યોં
શાર્દાં, જ્યાં બાપ્તિસ્ત સિમ્યોં (જ. 2 નવેમ્બર 1699, પૅરિસ, ફ્રાન્સ; અ. 6 ડિસેમ્બર 1779, પૅરિસ) : વાસ્તવવાદી શૈલીમાં પદાર્થચિત્રો અને સાદાં ઘરગથ્થુ જીવનનાં ચિત્રો ચીતરવા માટે જાણીતા ફ્રેન્ચ ચિત્રકાર. કલાની તાલીમ તેમણે ક્યાં લીધી તે અંગે માહિતી ઉપલબ્ધ નથી. 1724માં અકાદમી દે સેઇન્ટ લુકમાં તેઓ ચિત્રકાર તરીકે સામેલ થયા. 1728માં…
વધુ વાંચો >