શાપિરો, જોયલ (. 1941, અમેરિકા) : અલ્પતમવાદી (minimalist) આધુનિક અમેરિકન શિલ્પી. લાકડા, ધાતુ અને કાચના નળાકાર સળિયા, લંબઘન, ઘન અને પિરામિડો જેવા શુદ્ધ ભૌમિતિક આકારોનો સંયોગ કરી તેઓ અમૂર્ત શિલ્પો સર્જે છે. આ રીતે જાહેર સ્થળે મૂકવા માટેનાં વિરાટ (monumental) શિલ્પો બનાવવા માટે તેઓ જાણીતા છે.

અમિતાભ મડિયા