અમિતાભ મડિયા

બૉનાર્ડ, પિયેરે

બૉનાર્ડ, પિયેરે (જ. 1867; અ. 1947) : મૂળભૂત અને સપાટ (flat) રંગો વડે સર્જન કરનાર આધુનિક ફ્રેન્ચ ચિત્રકાર. અકાદમી જુલિયેંમાં બુહારે અને રૉબર્ટ-ફ્લૂરી પાસે તાલીમ લીધા પછી 1890માં તેમણે પૅરિસમાં સ્વતંત્ર કારકિર્દીનો પ્રારંભ કર્યો. મૂળભૂત અને સપાટ રંગો વડે ચિત્ર કરવાનો પ્રારંભ કરનાર તરીકે કલાના ઇતિહાસમાં તેમનું અગત્યનું સ્થાન છે.…

વધુ વાંચો >

બૉરોમીની, ફ્રાન્સેસ્કો

બૉરોમીની, ફ્રાન્સેસ્કો (જ. 1599, બિસૉન, ઇટાલી; અ. 1667) : ઇટાલીના પ્રસિદ્ધ બરોક સ્થપતિ અને શિલ્પી. ઇટાલીના અન્ય પ્રસિદ્ધ બરોક સ્થપતિ બર્નિનીના તે સમકક્ષ શક્તિશાળી સ્પર્ધક હતા. બંનેએ માર્દેનો પાસે તાલીમ લીધી હતી. બૉરોમીનીની સ્થાપત્યરચનાઓ ઘણી જ સંકુલ અને સ્વૈરવિહારી છે. માનવશરીરનાં પ્રમાણમાપનું સ્થાપત્ય-રચનાઓમાં પ્રતિબિંબ પડવું જોઈએ તેવી રેનેસાંકાળની માન્યતા તેમજ…

વધુ વાંચો >

બૉલોન્યા, જિયોવાની દા

બૉલોન્યા, જિયોવાની દા (જ. 1524, દવૉઈ, ફ્રાંસ; અ. 1608, ફ્લૉરેન્સ, ઇટાલી) : રેનેસાંના કળાના સિદ્ધાંતોનો ભંગ કરી શિલ્પસર્જન કરનાર પ્રથમ ઇટાલિયન શિલ્પી. તેમના મૂળ વતન ફ્લૅન્ડર્સમાં ઇટાલિયન પરંપરામાં સર્જન કરનાર શિલ્પી જાક દુબ્રો પાસે તેમણે તાલીમ લીધી હતી. 1554માં તેઓ રોમ આવીને ત્યાં બે વરસ રહ્યા. અહીં તેમણે સમકાલીન રેનેસાં…

વધુ વાંચો >

બૉશ, હિરોનિમસ

બૉશ, હિરોનિમસ (જ. 1450, સેર્ટોજેન, ઉત્તર નેધરલૅન્ડ્ઝ; અ. 1516) : અરૂઢ કલ્પનો દ્વારા ગૂઢ અને બિહામણાં ભાસતાં ધાર્મિક ચિત્રો સર્જનાર ડચ ચિત્રકાર. ધાર્મિક પ્રસંગો અને કથાનકોનું રહસ્યમય નિરૂપણ કરવામાં તે પાશ્ચાત્ય કલાના ઇતિહાસમાં અજોડ છે. તેમનાં ચિત્રોમાં યોજાયેલ પ્રતીકોનો અર્થ હજી સુધી પૂરો સ્પષ્ટ થયો નથી. તેમનાં ચિત્રોમાં માનવી પર…

વધુ વાંચો >

બ્રતોં, આન્દ્રે

બ્રતોં, આન્દ્રે (જ. 1896, તિન્ચ્રેબે, ફ્રાન્સ; અ. 1966) : ફ્રેંચ કવિ, સિદ્ધાંતસ્થાપક, નિબંધકાર તથા પરાવાસ્તવવાદ(surrealism)ના સ્થાપક. 1924માં પૅરિસમાં અસ્તિત્વમાં આવેલી પરાવાસ્તવવાદી ચળવળનું શ્રેય બ્રતોંને મળે છે અને તે તેમનું ચિરસ્મરણીય પ્રદાન મનાય છે. પ્રાગૈતિહાસિક કલા, આદિમ (primitive) કલા તેમજ ફિલસૂફી, મધ્યયુગીન રસાયણવિજ્ઞાન, અધ્યાત્મ, રહસ્યવાદ, રોમૅન્ટિસિઝમ, પ્રતીકવાદ, અરાજકતાવાદ, દાદાવાદ, અભિવ્યક્તિવાદ, ફ્યૂચરિઝમ…

વધુ વાંચો >

બ્રાઉન, પર્સી

બ્રાઉન, પર્સી (જ. 1872 બર્મિંગહામ, યુ. કે. અ. 1955 શ્રીનગર): મહત્વના કળાશિક્ષક, ક્યુરેટર અને ભારતીય કળાના સંશોધક. કૉલકાતાની ગવર્મેન્ટ કૉલેજ ઑવ્ આર્ટના પ્રિન્સિપાલ તરીકે કલાનું શિક્ષણ આપ્યા પછી તેઓ કૉલકાતાના વિક્ટૉરિયા મૅમૉરિયલ હૉલના સેક્રેટરી અને ક્યુરેટર નિમાયા. આ પછી તેઓ કૉલકાતાની ‘ગવર્મેન્ટ આર્ટ ગૅલરી’ના કીપર અને પછી લાહોર સંગ્રહાલયના ક્યુરેટર…

વધુ વાંચો >

બ્રાક, જ્યૉર્જ

બ્રાક, જ્યૉર્જ (જ. 13 મે 1882; અ. 31 ઑગસ્ટ 1963) : પિકાસોના સહયોગમાં ઘનવાદની સ્થાપના કરનાર ફ્રેંચ ચિત્રકાર. લ હાર્વેની સ્થાનિક કળાશાળામાં શિક્ષણ લીધા પછી બ્રાક 1900માં પૅરિસ ગયા. અહીં 1904 સુધી ‘ઇકોલે દ બ્યુ આર્ત્સ’ તથા ‘અકાદમી હમ્બર્ત’માં અભ્યાસ કર્યો. 1902થી 1905 સુધીનાં તેમનાં ચિત્રોમાં પ્રભાવવાદની અસર જોવા મળે…

વધુ વાંચો >

બ્રામાન્તે, દૉનેતો

બ્રામાન્તે, દૉનેતો (જ. 1444, મોન્તે આસ્દ્રુવૅલ્ડો, ઇટાલી; અ. 1514) :  રેનેસાં કાળનો ઇટાલીનો સૌથી અગત્યનો સ્થપતિ. રેનેસાં કાળના સ્થાપત્યમાં ભવ્ય સ્મારકો સર્જવાનું શ્રેય બ્રામાન્તેને મળે છે. તેના સ્થાપત્યની અસરમાંથી વીસમી સદીનું આધુનિક સ્થાપત્ય પણ બાકાત રહી શક્યું નથી. સ્થાપત્યનું શિક્ષણ તેણે 1462થી 1470 દરમિયાન ઉર્બિનો નગરમાં લુચિયાનો લૉરેનો તથા ફ્રાન્ચ્યેસ્કો…

વધુ વાંચો >

બ્રાંકુસી, કૉન્સ્ટન્ટિન

બ્રાંકુસી, કૉન્સ્ટન્ટિન (જ. 1876, પેસ્ટિસાની ગોરી, રુમાનિયા; અ. 1957, પૅરિસ) : વીસમી સદીના મહાન શિલ્પીઓમાં ગણના પામનાર આધુનિક શિલ્પી. રુમાનિયાના ખેડૂત કુટુંબમાં જન્મ. 1887માં ઘરનો ત્યાગ કર્યો તથા 6–7 વરસ સુધી નાનુંમોટું મજૂરીકામ કરીને પેટ ભર્યું. 1894થી 1898 સુધી ક્રાઇઓવા નગરમાં એક સુથાર પાસે તાલીમ મેળવી તે સાથે શાળાકીય શિક્ષણ…

વધુ વાંચો >

બ્રૂક, ડી

બ્રૂક, ડી (1905–1913) : જર્મનીની કળાક્ષેત્રની અભિવ્યક્તિવાદી ચળવળ. ઍરિક હેકલ, લુડવિગ, કર્ખનર, કાર્લ શ્મિટ–રૉટલૂફ તથા ફ્રિટ્ઝ બ્લિલ તેના સ્થાપક-ચિત્રકારો હતા. પછીથી મૅક્સ પૅખ્સ્ટિન, ઓટો મુલર, ઍક્સલ ગાલેન–કાલેલા તથા કુનો ઍમિટ તથા થોડો સમય માટે એમિલ નૉલ્ડે તેમાં જોડાયા. ડી બ્રૂક એટલે સેતુ. આ ચળવળનો હેતુ મધ્યકાલીન જર્મન કલાનો આધુનિક કલા…

વધુ વાંચો >