૯.૦૭
દ આનુંઝીઓ ગ્રેબિયલથી દત્ત માઇકલ મધુસૂદન
દત્ત, ચક્રપાણિ
દત્ત, ચક્રપાણિ (ઈ. સ. 1040થી 1070) : વૈદકના આચાર્ય. ગૌડ પ્રદેશ(નદિયા-વર્ધમાન જિલ્લો : બંગાળ)ના રાજા નયપાલના વિશ્વાસપાત્ર વૈદ્ય. પિતાનું નામ નારાયણ દત્ત, જેઓ નયપાલ રાજાની પાઠશાળાના અધ્યક્ષ હતા. તેઓ ગૌડ રાજાના અંતરંગ ભાનુદત્તના ભાઈ હતા અને નરદત્ત નામના વૈદ્યના શિષ્ય હતા. તેમનું કુળ લોધ્રબલિ નામે પ્રસિદ્ધ હતું. આ વૈદ્યરાજે પોતે…
વધુ વાંચો >દત્ત, તોરુ
દત્ત, તોરુ (જ. 4 માર્ચ 1856, કૉલકાતા; અ. 1877, કૉલકાતા) : અંગ્રેજી લેખકોમાં નોંધપાત્ર સ્થાન ધરાવતાં બંગાળી લેખિકા. ગોવિંદચંદ્ર દત્તમાંથી અંગ્રેજી શિક્ષણના પ્રભાવથી ખ્રિસ્તી ગોવિનચંદર બનેલા પિતાનાં ત્રણ સંતાનો અબ્જુ, અરુ અને તરુ. આ પૈકી તરુ સૌથી નાનાં, જે ´તોરુ´ નામે જાણીતાં થયાં. માતાનું નામ ક્ષેત્રમણિ. પિતા સુખી હોવાથી તેમણે…
વધુ વાંચો >દત્તદેવી
દત્તદેવી : ગુપ્ત સમ્રાટ સમુદ્રગુપ્ત (શાસનકાળ આશરે ઈ. સ. 330–380)ની પ્રધાન મહિષી. સંભવત: એ કદમ્બ કુળની રાજકુમારી અને કકુત્સ્થ વર્માની પુત્રી હતી. સમુદ્રગુપ્તના એરણ (મ. પ્ર.) શિલાસ્તંભલેખમાં સમુદ્રગુપ્ત તેમજ તેની રાણી દત્તદેવીના ઉદાત્ત ચરિતની પ્રશસ્તિ કરેલી છે. આ લેખમાં દત્તદેવીને પતિપરાયણ, સન્માર્ગનું અવલંબન કરનાર વ્રતિની અને શીલસંપન્ન હોવાનો તથા પોતાના…
વધુ વાંચો >દત્ત, બટુકેશ્વર
દત્ત, બટુકેશ્વર (જ. 18 નવેમ્બર 1910, કાનપુર; અ. 20 જુલાઈ 1965 ન્યૂ દિલ્હી) : અગ્રણી ક્રાંતિકારી તથા સ્વાતંત્ર્યસૈનિક. તેમનો જન્મ મધ્યમ વર્ગના બંગાળી કાયસ્થ કુટુંબમાં થયો હતો. તેમના પિતાને કાનપુરમાં ખાનગી નોકરી હતી. તેમણે કાનપુરમાં અભ્યાસ કરી 1925માં મૅટ્રિકની પરીક્ષા પસાર કરી. કાનપુરમાં માલ રોડ ઉપર સાંજના સમય બાદ અંગ્રેજો…
વધુ વાંચો >દત્ત, માઇકલ મધુસૂદન
દત્ત, માઇકલ મધુસૂદન [જ. 25 જાન્યુઆરી 1824, જેસોર (હવે બાંગ્લાદેશમાં); અ. 29 જૂન 1873, કૉલકાતા] : ઓગણીસમી સદીના બંગાળી કવિ અને નાટ્યકાર. નાનપણમાં માતા તરફથી રામાયણ તથા મહાભારત અને બંગાળી લોકકાવ્યોના ઊંડા સંસ્કાર સાંપડ્યા. કૉલકાતામાં કૉલેજના અભ્યાસકાળ દરમિયાન અંગ્રેજી ભાષાની નિપુણતાની નૈસર્ગિક બક્ષિસ હોય એવું પ્રભુત્વ દાખવ્યું; સાથોસાથ અંગ્રેજી સાહિત્ય…
વધુ વાંચો >દ આનુંઝીઓ, ગ્રેબિયલ
દ આનુંઝીઓ, ગ્રેબિયલ (જ. 12 માર્ચ 1863, પ્રેસકૉરા, ઇટાલી; અ. 1 માર્ચ 1938, ઇટાલી) : ઇટાલિયન કવિ, નવલકથાકાર અને નાટ્યકાર. મુસોલીનીનો સાથ હોવા છતાં બંને વચ્ચે મેળ ઓછો. બંનેની પ્રકૃતિ વિચિત્ર અને ધૂની. ઇટાલીમાં અને તે જ રીતે યુરોપમાં ફાસીવાદના તેઓ પુરસ્કર્તા હતા. પ્રથમ વિશ્વયુદ્ધ સુધીમાં સાહિત્યપ્રવૃત્તિ અને જીવસટોસટનાં સાહસોમાં…
વધુ વાંચો >દ, એલેમબર્તનો સિદ્ધાંત
દ, એલેમબર્તનો સિદ્ધાંત : સ્થાયી સંતુલનમાં રહેલા સ્થિર પદાર્થ પર લાગતાં બળો માટે 1742માં ફ્રેન્ચ વૈજ્ઞાનિક દ એલેમબર્તે આપેલો સિદ્ધાંત. ગતિ કરતા મુક્ત પદાર્થ ઉપર લાગતા બળ માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે. એલેમબર્તનો સિદ્ધાંત વાસ્તવમાં તો પદાર્થની ગતિશીલ (dynamic) અવસ્થાની સમસ્યાનું, સ્થૈતિક (static) અવસ્થામાં રૂપાંતર કરે છે. ન્યૂટનનો ગતિનો…
વધુ વાંચો >દ´કાર્ત, રેને
દ´કાર્ત, રેને (જ. 31 માર્ચ 1596, લા-હાયે, જિલ્લો તુરીન, ફ્રાન્સ; અ. 1 ફેબ્રુઆરી 1650, સ્ટૉકહોમ) : ફ્રેંચ ગણિતશાસ્ત્રી, વૈજ્ઞાનિક અને ફિલસૂફ. બાળપણથી જ અસાધારણ બુદ્ધિશાળી દ´કાર્તને લા-ફ્લોચેમાં નવી શરૂ થયેલી રૉયલ કૉલેજમાં મૂકવામાં આવ્યા. દશ વર્ષ સુધી ત્યાં તેમણે શિક્ષણ મેળવ્યું. ગણિતશાસ્ત્ર તરફ તેમને ખાસ અભિરુચિ હતી. 1616માં તેમણે પ્વૅટિયે…
વધુ વાંચો >દકીકી
દકીકી (જ. 10મી સદી; અ. 977) : ઈરાનના સામાની વંશનો છેલ્લો કવિ. આખું નામ અબુ મનસૂર મુહમ્મદ બિન એહમદ દકીકી તૂસી. સામાની વંશના બીજા કવિઓમાં રૂદકી પછી તે આવે. કેટલાકે તેનું વતન બલ્ખુ બુખારા કે સમરકંદ જણાવ્યું છે. બીજા મત મુજબ તે તૂસમાં જન્મ્યો હતો અને બલ્ખનો નિવાસી હતો. દકીકીને…
વધુ વાંચો >દક્ષમિત્રા
દક્ષમિત્રા : શક ક્ષત્રપ નહપાનની પુત્રી. અનુ-મૌર્ય કાલમાં પશ્ચિમ ભારતમાં શક કુલના ક્ષત્રપ રાજાઓનું શાસન પ્રવર્તેલું. એ રાજકુલના રાજા નહપાનના સમયના કેટલાક અભિલેખ મહારાષ્ટ્રમાંનાં નાસિક, કાર્લા અને જુન્નારની ગુફાઓમાં કોતરેલા છે. નાસિકની ગુફા નં. 10ના વરંડામાં કોતરેલા ગુફાલેખમાં જણાવ્યા મુજબ રાજા ક્ષહરાત ક્ષત્રપ નહપાનની પુત્રી દક્ષમિત્રાએ ત્યાં ગુહા-ગૃહનું ધર્મદાન કર્યું…
વધુ વાંચો >દક્ષિણ આફ્રિકા
દક્ષિણ આફ્રિકા આફ્રિકા ખંડનો આર્થિક રીતે સમૃદ્ધ તથા વિકસિત પ્રજાસત્તાક દેશ. ભૌગોલિક સ્થાન : 22° દ. અ. થી 35° દ. અ. અને 16° પૂ. રે. થી 33° પૂ. રે.. દેશના કિનારાની કુલ લંબાઈ 2798 કિમી. જેટલી છે. આફ્રિકા ખંડના છેક દક્ષિણના ભૂ-ભાગને ‘દક્ષિણ આફ્રિકા’ તરીકે ઓળખવામાં આવે છે જે સંસદીય…
વધુ વાંચો >દક્ષિણ એશિયા
દક્ષિણ એશિયા દક્ષિણ એશિયામાં આવેલા દેશોનું જૂથ. એક સમાન વંશવારસો ધરાવતા દેશોની સહિયારી સંસ્કૃતિ અને લોકાચારથી આ વિસ્તાર એકસૂત્રે બંધાયેલો છે. દક્ષિણ એશિયાનો વિસ્તાર પૂર્વમાં મ્યાનમાર (બ્રહ્મદેશ), દક્ષિણે હિંદી મહાસાગર, પશ્ચિમે અફઘાનિસ્તાન તથા ઉત્તરે ચીન(તિબેટ)ની વચ્ચે આવેલો છે. તેમાં બાંગ્લાદેશ, ભુતાન, ભારત, માલદીવ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકાનો સમાવેશ થાય છે.…
વધુ વાંચો >દક્ષિણ એશિયાઈ જ્વાળામુખીઓ
દક્ષિણ એશિયાઈ જ્વાળામુખીઓ : બંગાળના ઉપસાગર, મ્યાનમાર અને પાકિસ્તાનમાં આવેલા જ્વાળામુખીઓ. ભારતીય ઉપખંડના મુખ્ય ભૂમિભાગમાં કોઈ ક્રિયાશીલ જ્વાળામુખી આવેલા નથી. મલાયા શાખાના ક્રિયાશીલ જ્વાળામુખી – સુંદા હારમાળા – ને જો ઉત્તર તરફ લંબાવવામાં આવે તો આ વિસ્તારના થોડા સુપ્ત અથવા મૃત જ્વાળામુખી સાથે જોડાઈ જાય. આંદામાન ટાપુઓની પૂર્વમાં 12° 15´…
વધુ વાંચો >દક્ષિણ-પૂર્વ (અગ્નિ) એશિયાનું સ્થાપત્ય અને શિલ્પ
દક્ષિણ-પૂર્વ (અગ્નિ) એશિયાનું સ્થાપત્ય અને શિલ્પ : અગ્નિ એશિયાના વિસ્તારોની કલાપ્રવૃત્તિ. તેમાં અગ્નિ એશિયાની તળભૂમિ તથા સુમાત્રાથી માંડીને સુલાવેસી ટાપુઓ સુધીના વિસ્તૃત ભૂમિપ્રદેશના કલાપ્રવાહોનો સમાવેશ થાય છે. આજની ર્દષ્ટિએ આમાં બર્મા, થાઇલૅન્ડ, લાઓસ, વિયેટનામ, કામ્પુચિયા, મલેશિયા તથા ઇન્ડોનેશિયાનો સમાવેશ થાય. આ બધાંને સાંકળતી મુખ્ય અસર તે ભારતીય સંસ્કૃતિનો પ્રસાર. આશરે…
વધુ વાંચો >દક્ષિણ ઑસ્ટ્રેલિયા
દક્ષિણ ઑસ્ટ્રેલિયા : ઑસ્ટ્રેલિયા ખંડનાં રાજ્યોમાં ચોથા ક્રમનું રાજ્ય. તે ઑસ્ટ્રેલિયાના રાષ્ટ્રકુટુંબમાંનું એક સાર્વભૌમ રાજ્ય છે. તે ઑસ્ટ્રેલિયાના કુલ ભૌગોલિક વિસ્તારના આઠમા ભાગના વિસ્તારમાં ફેલાયેલું છે. તેનો કુલ વિસ્તાર 1,043,514 ચોકિમી. અને તેની કુલ વસ્તી આશરે 17,35,500 (2022) છે, જેમાંથી લગભગ 70 ટકા વસ્તી ઍડેલેડ મહાનગર વિસ્તારમાં વસે છે. તે…
વધુ વાંચો >